Kia Seltos Facelift : લોન્ચ પહેલા કિયા સેલ્ટોસનું ટીઝર જાહેર, જોવા મળ્યો વધુ દમદાર લૂક

New Kia Seltos Facelift Teasers : કિયાએ પોતાની સેકન્ડ જનરેશન સેલ્ટોસના ગ્લોબલ લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. કિયા સેલ્ટોસ ફેસલિફ્ટ 10 ડિસેમ્બરે વૈશ્વિક સ્તરે ડેબ્યૂ કરશે. કંપનીએ સોશિયલ મીડિયા પર ટીઝરની તસવીરો પ્રકાશિત કરી છે, જે SUV ની નવી ડિઝાઇનની ઝલક આપે છે

Written by Ashish Goyal
December 01, 2025 15:12 IST
Kia Seltos Facelift : લોન્ચ પહેલા કિયા સેલ્ટોસનું ટીઝર જાહેર, જોવા મળ્યો વધુ દમદાર લૂક
New Kia Seltos Facelift Teasers : કિયા સેલ્ટોસ ફેસલિફ્ટ 10 ડિસેમ્બરે વૈશ્વિક સ્તરે ડેબ્યૂ કરશે

New Kia Seltos Facelift Teasers : કિયાએ પોતાની સેકન્ડ જનરેશન સેલ્ટોસના ગ્લોબલ લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. કિયા સેલ્ટોસ ફેસલિફ્ટ 10 ડિસેમ્બરે વૈશ્વિક સ્તરે ડેબ્યૂ કરશે. કંપનીએ સોશિયલ મીડિયા પર ટીઝરની તસવીરો પ્રકાશિત કરી છે, જે SUV ની નવી ડિઝાઇનની ઝલક આપે છે.

તસવીરોમાં નવા LED હેડલેમ્પ્સ, વધુ સ્કલ્પટેડ બોનેટ, ક્લીન અને ઉપરની બોડી પ્રોફાઇલ સ્પષ્ટપણ દેખાય છે. ટેલ લેમ્પ્સની નવી ડિઝાઇન, કનેક્ટેડ લાઇટ બાર, મજબૂત બમ્પર અને નવા એલોય વ્હીલ્સ SUV ને વધુ દમદાર લૂક આપે છે. નવી ડિઝાઇન તેને જૂના મોડલની સરખામણીમાં મોટું, શાર્પ અને પ્રીમિયમ બનાવે છે.

કેબિનમાં મોટા ફેરફારોની સંભાવના

સ્પાઇ શોટ્સ અને ટીઝર અનુસાર નવી સેલ્ટોસની લંબાઈ અને પહોળાઈમાં વધી શકે છે. વર્તમાન મોડલ 4,365 mm લાંબુ અને 1,800 mm પહોળું છે. નવા વર્ઝનમાં લેગરૂમ અને શોલ્ડર સ્પેસમાં વધારો થવાની અપેક્ષા છે, જેનાથી અંદરની જગ્યા અને મુસાફરોના આરામમાં સુધારો કરશે. SUV નું સ્ટાંસ પણ વધુ મજબૂત અને એગ્રેસિવ દેખાશે, જેનાથી તેની રસ્તા પર હાજરી વધારે પ્રીમિયમ ફીલ લાગશે.

કેબિનમાં પણ મોટા ફેરફારો થવાની ધારણા છે. નવી સેલ્ટોસમાં રિફ્રેશ્ડ ડેશબોર્ડ, નવા અપહોલ્સ્ટ્રી અને ફિચર્સ મળી શકે છે. SUVમાં કર્વ્ડ ટ્વિન-સ્ક્રીન સેટઅપ હોવાની અપેક્ષા છે, જેમાં 12.3-ઇંચ ઇન્ફોટેનમેન્ટ અને ડિજિટલ ક્લસ્ટર આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો – 1 લીટર પેટ્રોલ પર 71 kmpl સુધીની માઇલેજ આપે છે આ ટોપ 5 સ્કૂટર, સ્ટાઇલ પણ છે દમદાર

ભારતમાં તે ક્યારે લોન્ચ થશે

પાવરની વાત કરીએ તો તેમાં કોઈ ફેરફારની સંભાવના નથી. SUV હાલના 1.5-લિટર NA પેટ્રોલ, 1.5-લિટર ટર્બો-પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિનને જાળવી રાખશે. ડીઝલ વર્ઝનમાં નવું 7-સ્પીડ ઓટોમેટિક મળવાની અપેક્ષા છે. ગ્લોબલ લેવલ પર નવી સેલ્ટોસમાં હાઇબ્રિડ પાવરનો વિકલ્પ પણ મળશે. ભારતમાં 2026 ની શરૂઆતમાં લોન્ચ થવાની ધારણા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ