Hyundai Creta ના દબદબાને પડકારવા આવી રહી છે Nissan Tekton, જાણો ડિઝાઇનથી લઇને લોન્ચ ડેટ

Nissan Tecton SUV : નિસાન ટેકટોન એસયુવીનું ચેન્નઇ સ્થિત Renault-Nissan Alliance પ્લાન્ટમાં નિર્માણ કરવામાં આવશે અને તે ભારતીય બજાર સાથે કેટલાક આંતરરાષ્ટ્રીય નિકાસ બજારો માટે પણ ઉપલબ્ધ થશે

Written by Ashish Goyal
Updated : October 08, 2025 16:40 IST
Hyundai Creta ના દબદબાને પડકારવા આવી રહી છે Nissan Tekton, જાણો ડિઝાઇનથી લઇને લોન્ચ ડેટ
Nissan Tecton SUV 2026 ના મધ્યમાં ભારતીય બજારમાં લોન્ચ થવાની સંભાવના છે

Upcoming Nissan Tecton SUV : હ્યુન્ડાઇ ક્રેટાને તેના વેચાણમાં હરાવવું સરળ નથી, પછી તે મારુતિ ગ્રાન્ડ વિટારા હોય કે કિયા સેલ્ટોસ, આ બધા હરીફ મોડલ્સ વર્ષોથી ક્રેટાના વેચાણને પાછળ છોડી શક્યા નથી. હવે તાજેતરમાં લોન્ચ થયેલી મારુતિ વિક્ટોરિસ આ સ્પર્ધામાં મજબૂતીથી ઉતરશે અને વધુ બે નવી પેઢીની એસયુવી રેનો ડસ્ટર અને નિસાન ટેકટોન જોડાઇ જશે.

નિસાન ટેકટોન શું છે?

ટેકટોન એ નિસાનનું ડસ્ટર પ્લેટફોર્મ પર આધારિત નવી સેમી-પ્રીમિયમ કોમ્પેક્ટ એસયુવી છે. નિસાન ઈન્ડિયા આ વાહનમાંથી વેચાણના સારા આંકડા મેળવવાની આશા રાખે છે અને તેનો હેતુ Magnite પરનું દબાણ ઘટાડવાનો છે. ટેકટોન 2026 ના મધ્યમાં ભારતીય બજારમાં લોન્ચ થવાની સંભાવના છે.

ડિઝાઇન અને સ્ટાઇલિંગ

ગ્રીકમાં ‘ટેકટોન’ નામનો અર્થ ‘કારીગર’ અથવા ‘આર્કિટેક્ટ’ થાય છે, જે નવી ડિઝાઇન વિઝનને દર્શાવે છે. નિસાને પુષ્ટિ કરી છે કે ટેકટોનનો બહારનો લુક તેમની ફ્લેગશિપ એસયુવી, નિસાન પેટ્રોલથી ઘણો પ્રેરિત છે. તેમાં પેટ્રોલની જેમ ચારેય તરફ ફેન્ડર આર્ચ, ગ્રિલનું ટ્વિક કરેલું વર્ઝન, બોડી પર મજબૂત કેરેક્ટર લાઇન અને વિશિષ્ટ સી-આકારની લાઇટિંગ સામેલ છે.

ફ્લેર વ્હીલ આર્ચ અને મલ્ટિ-સ્પોક એલોય વ્હીલ્સ Magnite ની યાદ અપાવે છે. વર્ટિકલ ટેલગેટ અને પાછળના ભાગમાં સ્પોર્ટી રૂફ-માઉન્ટેડ સ્પોઇલર સાથે ડ્યુઅલ-ટોન બ્લેક અને સિલ્વર બમ્પર્સ વાહનને મજબૂત અને આકર્ષક સ્ટેન્ડ આપે છે.

આ પણ વાંચો – ટીવીએસ Raider 125નું નવું એડવાન્સ વર્ઝન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

ઇન્ટિરિયર અને ફીચર્સ

ઇન્ટિરિયરમાં થ્રી-ટોન ડેશબોર્ડ થીમ જોવા મળે છે. ઉપરના ભાગમાં સોફ્ટ-ટચ મટિરિયલ, અન્ય સપાટીઓ પર ચળકતી બ્લેક ફિનિશ અને ડેશ પરની કોપર-કલર સ્ટ્રીપ્સ તેને પ્રીમિયમ લુક આપે છે.

લોન્ચ તારીખ અને સંભવિત કિંમત

મેકેનિકલ રુપથી ટેકટોન રેનો ડસ્ટરના પ્લેટફોર્મ અને કંપોનેંટ્સ શેર કરશે, જેનાથી નિસાન સ્પર્ધાત્મક કિંમત રાખી શકશે. રિપોર્ટ પ્રમાણે તેની કિંમત 11 લાખથી 18 લાખ રુપિયાની વચ્ચે હોઇ શકે છે. આ એસયુવીનું ચેન્નઇ સ્થિત Renault-Nissan Alliance પ્લાન્ટમાં નિર્માણ કરવામાં આવશે અને તે ભારતીય બજાર સાથે કેટલાક આંતરરાષ્ટ્રીય નિકાસ બજારો માટે પણ ઉપલબ્ધ થશે. નિસાન ટેકટોન 2026 ના મધ્યમાં શોરૂમમાં આવે તેવી સંભાવના છે, જ્યારે નવી રેનો ડસ્ટર તેના પહેલા ભારતીય દર્શકો માટે રજૂ કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ