મારુતિ સુઝુકીનું નવું ઇવી કોન્સેપ્ટ વિઝન ઇ સ્કાઇ BEV, શું તે ભવિષ્યની Wagon-R EV બની શકે છે?

Suzuki Vision e Sky BEV Concept : જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાનો નવો Vision e-Sky BEV કોન્સેપ્ટ રજૂ કર્યો છે. જે 30 ઓક્ટોબરના રોજ જાપાન મોબિલિટી શો 2025 માં વિશ્વમાં તેનું પ્રથમ જાહેર પ્રદર્શન કરશે

Written by Ashish Goyal
October 11, 2025 16:25 IST
મારુતિ સુઝુકીનું નવું ઇવી કોન્સેપ્ટ વિઝન ઇ સ્કાઇ BEV, શું તે ભવિષ્યની Wagon-R EV બની શકે છે?
જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાનો નવો Vision e-Sky BEV કોન્સેપ્ટ રજૂ કર્યો છે

Maruti Suzuki Vision e-Sky BEV concept The future Wagon-R EV : જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાનો નવો Vision e-Sky BEV કોન્સેપ્ટ રજૂ કર્યો છે. જે 30 ઓક્ટોબરના રોજ જાપાન મોબિલિટી શો 2025 માં વિશ્વમાં તેનું પ્રથમ જાહેર પ્રદર્શન કરશે. આ કોન્સેપ્ટ કંપનનીના ભવિષ્યના સસ્તા અને કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) ના વિઝનને દર્શાવે છે. ભારતમાં આને લઇને એવી અટકળો ચાલી રહી છે કે તે નેક્સ્ટ જનરેશન Wagon-R EV હોઈ શકે છે.

ડિઝાઇન અને આકાર

Vision e-Sky એ સંપૂર્ણ ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ છે અને તેની ‘ટોલ-બોય’ ડિઝાઇન મુસાફરો માટે પૂરતી હેડરૂમ પ્રદાન કરે છે, જે વેગન-આરની ઓળખ પણ છે. તેનું ફ્લેટ નોજ અને ટેલ સાથે ટૂંકા ઓવરહેંગ્સ, તેને કોમ્પેક્ટ રહેતા વધારે ઇંટીરિયર સ્પેસ આપે છે. તેની લંબાઈ 3,395 મીમી, પહોળાઈ 1,475 મીમી અને ઊંચાઈ 1,625 મીમી છે.

આ આકાર જાપાનીઝ કાર રેગ્યુલેશન (Kei કાર) સાથે સુસંગત છે, પરંતુ ભારતમાં સ્થાનિક સસ્તી ઇવી તરફ પણ સંકેત આપે છે. તેની સ્ટાઇલિંગમાં ફ્રન્ટ પર ફ્યુચરિસ્ટિક એલઇડી લાઇટ બાર અને સી-આકારના ડીઆરએલ, એરો-ફ્રેન્ડલી વ્હીલ્સ, ડ્યુઅલ ટોન કલર સ્કીમ અને ફ્લોટિંગ સી-પિલરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – દુનિયાના સૌથી પાતળા સ્માર્ટફોન Motorola Edge 70 ની કિંમત લોન્ચ પહેલા લીક, જાણો શું-શું હશે ખાસ

ઇન્ટિરિયરમાં રેપરાઉન્ડ ડિઝાઇન અને મલ્ટિ-ફંક્શન કંટ્રોલ્સ સાથે સ્કાયર શેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ છે. ડેશબોર્ડ ફ્લોટિંગ ડિઝાઇન છે અને ડ્રાઇવ સિલેક્ટર મુખ્ય કન્સોલની નીચે સ્થિત છે, જે જૂની Maruti Ritz ની યાદ અપાવે છે. આ ઉપરાંત એમ્બિયન્ટ એલઇડી લાઇટ સ્ટ્રીપ્સ ભવિષ્યની ઇવી થીમ દર્શાવે છે.

તકનીકી જાણકારી અને લોન્ચ

સુઝુકીએ પુષ્ટિ કરી છે કે વિઝન ઇ-સ્કાય BEV કોન્સેપ્ટનો ક્લેમ કરેલી રેન્જ 270 કિમીથી વધુ છે, જે શહેરના ઉપયોગ માટે પૂરતી છે. આ કોન્સેપ્ટનું પ્રોડક્શન વર્ઝન નાણાકીય વર્ષ 2026 માં વૈશ્વિક લોન્ચ માટે તૈયાર છે. ભારતમાં આ કોન્સેપ્ટ Tiago EV અને MG Comet EV જેવી સસ્તી ઇલેક્ટ્રિક હેચબેક કાર સાથે સ્પર્ધા કરવા માટે સ્થાનિક સ્તરે લોન્ચ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ