Tata Motors November 2025 Offers: તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ટાટા મોટર્સે તેના તમામ પેસેન્જર વાહનો આઇસીઇ (પેટ્રોલ-ડીઝલ), સીએનજી અને ઇવી (ઇલેક્ટ્રિક) મોડલો પર આકર્ષક ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ ઓફર 1 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 સુધી લાગુ રહેશે. કંપની ગ્રાહકોને ગ્રાહક ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ લાભો અને લોયલ્ટી પ્રોગ્રામ્સ સાથે વિશેષ EV-to-EV અને ICE-to-EV અપગ્રેડ બોનસ ઓફર કરી રહી છે.
આ ઓફર્સ ટિયાગોથી લઈને નવી Curvv EV સુધીના તમામ પ્રમુખ મોડલો પર મેળવી શકાય છે. ગ્રાહકો મોડલ અને વેરિઅન્ટના આધારે ₹35,000 થી લઇને ₹1.95 લાખ સુધીની બચત મેળવી શકે છે.
ટાટા ટિયાગો નવેમ્બર ડિસ્કાઉન્ટ
ટિયાગો પર કુલ 35,000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. જેમાં 10,000 રૂપિયાનું કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે.
ટાટા ટિગોર નવેમ્બર ડિસ્કાઉન્ટ
ટિગોરના તમામ વેરિઅન્ટ્સ 40,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, જેમાં 15,000 રૂપિયાનું કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે.
ટાટા અલ્ટ્રોઝ નવેમ્બર ડિસ્કાઉન્ટ
અલ્ટ્રોઝના આઉટગોઇંગ મોડલ્સ પર સૌથી વધુ લાભ મળી રહ્યો છે, જેમાં ડીઝલ વેરિઅન્ટ પર 83,000 રૂપિયા, પેટ્રોલ પર 78,000 રૂપિયા અને સીએનજી વેરિઅન્ટ પર 73,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે.
ટાટા પંચ નવેમ્બર ડિસ્કાઉન્ટ
ટાટા પંચ પેટ્રોલ અને સીએનજી બંને વર્ઝન પર આકર્ષક સ્કીમ ઓફર કરે છે, જેમાં પેટ્રોલ વેરિઅન્ટ પર 55,000 રૂપિયા અને સીએનજી વેરિઅન્ટ પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે.
આ પણ વાંચો – આ કંપનીએ લોન્ચ કર્યા 3 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, જાણો કિંમત, ફિચર્સ અને રેન્જ
ટાટા નેક્સન નવેમ્બર ડિસ્કાઉન્ટ
ટાટા નેક્સનને તમામ એન્જિન વેરિઅન્ટ પર 45,000 રૂપિયાથી લઇને 53,000 રૂપિયા સુધીનો ફાયદો આપવામાં આવી રહ્યો છે.
ટાટા હેરિયર નવેમ્બર ડિસ્કાઉન્ટ
ટાટા મોટર્સ હેરિયરના જૂના વેરિઅન્ટ પર 1.90 લાખ રૂપિયા સુધીનું મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
ટાટા સફારી નવેમ્બર ડિસ્કાઉન્ટ
હેરિયરની જેમ સફારી ઉપર પણ 1.90 લાખ રૂપિયા સુધીનો લાભ મળી રહ્યો છે.
ટાટા કર્વ નવેમ્બર ડિસ્કાઉન્ટ
કર્વ પેટ્રોલ/ડીઝલ વર્ઝન પર કુલ 48,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવી રહ્યો છે.
ટાટા ઇલેક્ટ્રિક કાર ઉપર પણ જંગી ડિસ્કાઉન્ટ
મોડલ કુલ લાભ Tiago EV 1,15,000 Punch EV 1,15,000 Nexon 3.0 EV 95,000 Curvv EV 1,95,000 Harrier EV 1,00,000
ટાટા મોટર્સ નવેમ્બર ડિસ્કાઉન્ટ ઓફર વિશે મહત્વની માહિતી
ટાટા મોટર્સ કાર ડિસ્કાઉન્ટ ઓફર 1 થી 30 નવેમ્બર 2025 સુધી છે અને કંપની તેમાં ઉપલબ્ધ લાભ વેરિઅન્ટ અને પ્રદેશ અનુસાર ફેરફાર કરી શકે છે. ઇવી અપગ્રેડ યોજના માટે જૂના વાહનની માલિકીનો પુરાવો જરૂરી છે. આ સિવાય કોર્પોરેટ અને SBI YONO ઓફર પસંદગીના પ્રોફેશનલ્સ માટે લાગુ પડે છે.
નોંધ: ઉપરોક્ત ઓફર્સ કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પર આધારિત છે. વાસ્તવિક ડિસ્કાઉન્ટ ડીલરશિપ પ્રમાણે અલગ હોઇ શકે છે. લેટેસ્ટ માહિતી માટે નજીકના Tata Motors શોરૂમનો સંપર્ક કરો.





