Tata Sierra : ટાટા સિએરા ભારતમાં આ દિવસે લોન્ચ થશે, જાણો શું હોઇ છે સંભવિત કિંમત અને ફિચર્સ

Tata Sierra 2025 Launch Date : નવી ટાટા સિએરા 25 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. નવી ટાટા સિએરા પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક ત્રણેય ઇંધણ વિકલ્પોમાં ઓફર કરવામાં આવશે

Written by Ashish Goyal
Updated : November 03, 2025 17:23 IST
Tata Sierra : ટાટા સિએરા ભારતમાં આ દિવસે લોન્ચ થશે, જાણો શું હોઇ છે સંભવિત કિંમત અને ફિચર્સ
નવી ટાટા સિએરા 25 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે

Tata Sierra 2025 Launch Date : ટાટા મોટર્સ હવે મિડ-સાઇઝ એસયુવી સેગમેન્ટમાં તેની પકડ મજબૂત કરવાની તૈયારી કરી રહી છે. કંપની પહેલાથી જ પંચ અને નેક્સન જેવા વાહનો સાથે સબ -4 મીટર સેગમેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ 4.2 થી 4.4 મીટર સેગમેન્ટમાં તેની પકડ થોડી નબળી છે. આ અંતરને ભરવા માટે, ટાટા તેની નવી ટાટા સિએરા લાવી રહી છે, જેની લોન્ચિંગની તારીખ કંપની દ્વારા સત્તાવાર રીતે 25 નવેમ્બરે નક્કી કરવામાં આવી છે.

ભારતની આઇકોનિક એસયુવી ફરી એકવાર પરત ફરશે

નવી ટાટા સિએરા ભારતની સૌથી વધુ ચર્ચિત અને ક્લાસિક એસયુવીમાંથી એક રહી છે. 90 ના દાયકામાં તે દેશનું પ્રથમ “લાઇફસ્ટાઇલ વ્હીકલ” માનવામાં આવતું હતું, જેની સૌથી ખાસ ઓળખ હતી તેના કર્વ્ડ રિયર વિન્ડો. પરંતુ આ સમયે, સિએરા સંપૂર્ણપણે આધુનિક અવતારમાં આવશે – હવે તે એક મોનોકોક એસયુવી હશે, જેમાં આધુનિક ડિઝાઇન, ટેકનોલોજી અને પાવરટ્રેન જોવા મળશે.

ટાટા સિએરા કિંમત અને પોઝિશનિંગ

નવી સિએરાને ટાટા મોટર્સ દ્વારા પોતાની લાઇનઅપમાં કર્વની ઉપર અને હેરિયરની નીચે પોઝિશન કરશે. તેની પ્રારંભિક કિંમત લગભગ 11 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રહેવાની સંભાવના છે.

ટાટા સિએરા ફીચર્સ એન્ડ સેફ્ટી

આગામી સિએરામાં કંપની પ્રીમિયમ ફિચર્સનું સંપૂર્ણ પેકેજ ઓફર કરવા જઈ રહી છે. એક અંદાજ મુજબ તેમાં સામેલ હશે – ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ,પેનોરમિક સનરૂફ, વેન્ટિલેટેડ અને પાવર ફ્રન્ટ સીટ, વાયરલેસ ચાર્જિંગ પેડ, 360 ડિગ્રી કેમેરા અને બ્લાઇન્ડ વ્યૂ અસિસ્ટ, લેવલ-2 એડીએએસ, એબિયંટ લાઇટિંગ, કનેક્ટેડેડ કાર ટેકનોલોજી અને સૌથી ખાસ ટાટાનું પ્રથમ ટ્રિપલ સ્ક્રીન ડેશબોર્ડ લેઆઉટ – એક ઇન્ફોટેનમેન્ટ માટે, એક ડ્રાઇવર ડિસ્પ્લે માટે અને ત્રીજું-ડ્રાઇવર માટે.

આ પણ વાંચો – 10,000 રુપિયાથી ઓછી કિંમતમાં ખરીદો બ્રાન્ડેડ એર પ્યુરિફાયર, ઝેરીલી હવામાં રાહત મળશે

ટાટા સિએરા એન્જિન વિકલ્પ

નવી ટાટા સિએરા પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક ત્રણેય ઇંધણ વિકલ્પોમાં ઓફર કરવામાં આવશે. પેટ્રોલ વેરિઅન્ટમાં કંપનીનું નવું 1.5L Turbo GDI એન્જિન આપી શકાય છે, જે લગભગ 170 પીએસ પાવર અને 280 Nm ટોર્ક આપશે.

ડીઝલ એન્જિન માટે, તે 2.0L Stellantis સોર્સ્ડ એન્જિન અથવા Curvv નું 1.5 એલ યુનિટ મેળવી શકે છે. જ્યારે સિએરા ઇવીમાં Harrier EV જેવું બેટરી સેટઅપ અને ડ્યુઅલ મોટર લેઆઉટ મળી શકે છે, જે તેને ઑફ-રોડિંગ માટે પણ યોગ્ય બનાવે છે.

ICE પહેલા આવશે, પછી ઇવી આવશે

અહેવાલો અનુસાર Tata Sierra ICE (પેટ્રોલ-ડીઝલ) વર્ઝન પહેલા લોન્ચ કરવામાં આવશે, જ્યારે સિએરા ઇવી થોડા સમય પછી રજૂ કરવામાં આવશે. લોન્ચ થયા પછી આ એસયુવી મહિન્દ્રા XEV 9e જેવા પ્રીમિયમ ગાડી સાથે સીધી સ્પર્ધા કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ