1 લીટર પેટ્રોલ પર 71 kmpl સુધીની માઇલેજ આપે છે આ ટોપ 5 સ્કૂટર, સ્ટાઇલ પણ છે દમદાર

Best Mileage Scooters in India 2025: 2025 માં ભારતમાં ટોપ 5 હાઇ માઇલેજ સ્કૂટર્સની કિંમત, એન્જિન, ફિચર્સ, માઇલેજ અને સંપૂર્ણ વિગતો જાણો. Honda Activa, TVS Jupiter, Hero Pleasure Plus, Yamaha Fascino અને RayZR માંથી કોઇ છે સૌથી શાનદાર.

Best Mileage Scooters in India 2025: 2025 માં ભારતમાં ટોપ 5 હાઇ માઇલેજ સ્કૂટર્સની કિંમત, એન્જિન, ફિચર્સ, માઇલેજ અને સંપૂર્ણ વિગતો જાણો. Honda Activa, TVS Jupiter, Hero Pleasure Plus, Yamaha Fascino અને RayZR માંથી કોઇ છે સૌથી શાનદાર.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Top 5 Best Mileage Scooters in India 2025

Top 5 Best Mileage Scooters in India 2025: ભારતમાં ઉપલબ્ધ ટોચના 5 શ્રેષ્ઠ માઇલેજ સ્કૂટર વિશે જણાવી રહ્યા છીએ

Top 5 Best Mileage Scooters in India 2025 : સ્કૂટર ખરીદતી વખતે ગ્રાહકોની પ્રથમ પસંદગી કિંમત અને બીજી માઇલેજ હોય છે કારણ કે ઓછા ઇંધણ ખર્ચ સાથે વધુ સારું પ્રદર્શન આજે દરેક ખરીદદારની જરૂરિયાત બની ગઈ છે. આ જ કારણ છે કે ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓ સતત તેમના એન્જિનને અપડેટ કરી રહી છે, જેથી ગ્રાહકોને વધુ ફ્યૂલ-એફિશિએંટ સ્કૂટર મળી શકે.

Advertisment

જો તમે પણ હાઇ-માઇલેજ સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહીં ભારતમાં ઉપલબ્ધ ટોચના 5 શ્રેષ્ઠ માઇલેજ સ્કૂટર છે જે સ્ટાઇલિશ ડિઝાઇન, શાનદાર ફિચર્સ અને લાંબા માઇલેજ સાથે તમારા બજેટમાં ફિટ થઈ શકે છે.

Honda Activa

Honda Activa
Honda Activa

હોન્ડા એક્ટિવા દેશમાં સૌથી વધુ વેચાતું સ્કૂટર છે, જેને લોકો તેનો વિશ્વાસ, સરળ ડિઝાઇન અને માઇલેજ માટે પસંદ કરે છે.

મોડલકિંમત (એક્સ-શોરૂમ)એન્જીનપાવરપીક ટોર્કમાઇલેજ ARAI
હોન્ડા એક્ટિવા75,618-88,024 રુપિયા109.51 સીસી7.84 પીએસ8.90 એનએમ60 kmpl
Advertisment

TVS Jupiter

TVS Jupiter
TVS Jupiter

ટીવીએસ જ્યુપિટર તેની રાઇડ ક્વોલિટી, કમ્ફર્ટ અને શ્રેષ્ઠ માઇલેજને કારણે સ્કૂટર ખરીદદારોની પસંદગી બનેલ છે.

મોડલકિંમત (એક્સ-શોરૂમ)એન્જીનપાવરપીક ટોર્કમાઇલેજ
ટીવીએસ જુપિટર73,900 - 86,400 રૂપિયા109.7 સીસી7.88 પીએસ8.8 એનએમ64 kmpl

Hero Pleasure Plus

Hero Pleasure Plus
Hero Pleasure Plus

હીરો પ્લેઝર પ્લસ ખાસ કરીને તેના હળવા વજન, આકર્ષક લૂક અને ઓછી મરામત્તના કારણે યુવતીઓ અને મહિલાઓમાં લોકપ્રિય છે.

મોડલકિંમત (એક્સ-શોરૂમ)એન્જીનપાવરપીક ટોર્કમાઇલેજ
હીરો પ્લેઝર પ્લસ69,766 – 87,924 રૂપિયા110.98.1 પીએસ8.70 એનએમ63 kmpl

Yamaha Fascino

Yamaha Fascino
Yamaha Fascino

યામાહા ફાસિનો 125 હાઇબ્રિડ તેની સ્ટાઇલિશ ડિઝાઇન અને વધુ સારી માઇલેજને કારણે આ યાદીમાં ચોથા ક્રમે છે.

મોડલકિંમત (એક્સ-શોરૂમ)એન્જીનપાવરપીક ટોર્કમાઇલેજ (ARAI)
યામાહા ફાસિનો 125 એફઆઈ હાઇબ્રિડ74,454-95,042 રૂપિયા125 સીસી8.2 પીએસ10.3 એનએમ68.75

Yamaha RayZR

Yamaha RayZR
Yamaha RayZR

યામાહા RayZR હાઇબ્રિડને ભારતમાં સૌથી વધુ માઇલેજ આપતું સ્કૂટર માનવામાં આવે છે.

મોડલકિંમત (એક્સ-શોરૂમ)એન્જીનપાવરપીક ટોર્કમાઇલેજ (ARAI)
યામાહા RayZR 125 એફઆઈ હાઇબ્રિડ74,869-87,413 રૂપિયા124 સીસી8.2 પીએસ10.3 એનએમ71.33 kmpl

ઓટો એક્સપર્ટ સલાહ

જો તમે સ્કૂટર ખરીદતી વખતે ફ્યુઅલ ઇકોનોમીને પ્રાથમિકતા આપો છો તો આ ટોપ 5 હાઇ માઇલેજ સ્કૂટર તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાંથી યામાહા રેઝેડઆર અને ફાસિનો સૌથી વધુ માઇલેજ ઓફર કરે છે, જ્યારે હોન્ડા એક્ટિવા અને ટીવીએસ જ્યુપિટર લાંબા સમયથી ગ્રાહકોની પસંદગી બન્યા છે.

Auto news બિઝનેસ