/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/bajaj-cng-bike.jpg)
બજાજ સીએઆઈ બાઈક ટેસ્ટિંગ દરમિયાન રોડ પર જોવા મળી છે. (Photo - RushLane)
Bajaj CNG Bike Photo Price And Features Details : સીએનજી પર ચાલતી બાઇકની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. તાજેતરમાં જ બજાજની સીએનજી બાઈક દેશના રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. આ પહેલા પણ ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની બજાજની આ બાઈક ઘણી વખત જોવા મળી છે. આગામી દિવસોમાં કંપની દ્વારા રજૂ કરવામાં આવનાર ખૂબ જ ખાસ CNG બાઇક દેશમાં આ પ્રકારનું પ્રથમ વ્હીકલ હશે.
તાજેતરમાં, બજાજ ઓટોના સીઇઓ એ આ વર્ષે સીએનજી ફ્યૂઅલ પર દોડતી દેશની પ્રથમ બાઇક લોન્ચ કરવાની વાત કરી હતી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બજાજની પ્રથમ CNG બાઇક નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે જૂન 2024 ની આસપાસ બજારમાં લોન્ચ કરવામાં આવશે. તેના લોન્ચિંગ સાથે CNG ક્રાંતિ નવી ઊંચાઈએ પહોંચશે.
સીએનજી બાઈકના સંભવિત ફીચર્સ
હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી સીએનજી બાઈક સંપૂર્ણપણે કવર કરાયેલી હતી. બજાજની અપકમિંગ સીએનજી બાઇકની ઘણી સ્પાઈ ઈમેજ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. એવું માનવામાં આવે છે કે પ્રથમ સીએનજી બાઇક ખૂબ જ ખાસ ડિઝાઇનમાં આવશે. બાઇકમાં ઉપલબ્ધ ફીચર્સ પણ ઘણા હશે. જેમાં એક મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક પણ સામેલ હશે.
ઇમેજ પ્રમાણે સીએનજી બાઇકમાં રાઉન્ડ હેડલેમ્પ છે. બાકીના વિઝ્યુઅલ્સની વાત કરીએ તો, બાઇકમાં સિંગલ-પીસ સીટ (single-piece seat), એક્ઝોસ્ટ મફલર (upswept exhaust muffler), રિયર ફેન્ડર (short rear fender), રિયર ટાયર હગર (rear tyre hugger), સિંગલ પીસ પિલિયન ગ્રેબ રેલ (single-piece pillion grab rail), અને એનઇડી ટર્ન ઈન્ડિકેટર્સ જોવા મળે છે. ઉપરાંત કોમ્પેક્ટ એન્જીન ગાર્ડ, બેલી પેન, એલોય વ્હીલ્સ, ફ્રન્ટ કાઉલ (small front cowl) અને હેન્ડગાર્ડ સાથે હેન્ડલબાર જેવા ફીચર્સ બાઇકની ઈમેજમાં જોઈ શકાય છે.
બજાજ સીએનજી બાઇક : એન્જિન સ્પેસિફિકેશન્સ
એન્જિન ને ફ્યૂઅલ ટેન્કની હિટિં એટલે કે ગરમીથી દૂર રખવા માટે CNG બાઇકમાં સ્લોપર જેવું એન્જિન આપવામાં આવ્યું છે. એવું અપેક્ષિત છે કે એન્જિનનું ડિસ્પ્લેમેન્ટ 100 - 125 સીસીની રેન્જમાં હશે. જો તમે ફોટો ધ્યાનથી જોશો, તો બાઇકના આગળના ભાગમાં ડિસ્ક બ્રેક સાથે એબીએસ રિંગ નથી. આ ફીચર્સની ગેરહાજરી સૂચવે છે કે એન્જિન ડિસ્પ્લેસમેન્ટ ચોક્કસપણે 125 સીસીથી ઓછું હશે.
બજાજ ઓટો ની CNG બાઇકને ડબલ ફ્યુઅલ સિસ્ટમ માટે સપોર્ટ મળવાની શક્યતા છે. જેનો અર્થ છે કે બાઇક પેટ્રોલ કે CNG અથવા બંને માંથી કોઇએ એકના ઉપયોગથી ચાલી શકે છે. આપણે જોઇએ તો પેટ્રોલની તુલનામાં સીએનજી ઓછો પાવર ડેન્સ છે, તેથી આ બાઈકનું એન્જિન પ્યોર ઇલેક્ટ્રિક એન્જિનની તુલનામાં થોડું ઓછું આઉટપુટ જનરેટ કરે તેવી અપેક્ષા છે. વધુમાં, CNG ટાંકી સીટની નીચે આવેલી હશે, જ્યારે પેટ્રોલ ટાંકી તેની સામાન્ય સ્થિતિમાં જોવા મળશે.
આ પણ વાંચો | ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાની ઉત્તમ તક, 50 હજાર સુધીની સરકારી સબસિડી, 30 જુલાઇ છેલ્લી તારીખ
બજાજ સીએનજી બાઇક : અંદાજિત નામ અને કિંમત
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બજાજ તેની સીએનજી બાઇકનું નામ Bruzer રાખી શકે છે. કંપની પાસે પહેલેથી જ ટ્રેડમાર્ક છે, પરંતુ તે જોવાનું બાકી છે કે જ્યારે તે થોડા મહિનામાં લોન્ચ થશે ત્યારે બાઇક કેવો આકાર લેશે. કિંમત વિશે વાત કરીએ તો, આ અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્પેશિયલ સેટઅપમાં આવનાર બજાજ CNG બાઈકની કિંમત લગભગ 80,000 રૂપિયા (એક્સ-શોરૂમ) હશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us