Bajaj Freedom 125 CNG bike crash test Result: બજાજ ઓટોએ દુનિયાની પ્રથમ સીએનજી બાઇક બજાજ ફ્રીડમ 125 લોન્ચ કરીને ટૂ વ્હિલર સેક્ટરમાં ક્રાંતિ લાવી દીધી છે. આ સીએનજી બાઇકને 95,000 રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે, ટોપ મોડલની કિંમત 1.10 લાખ રૂપિયા સુધી જાય છે. કંપનીએ આ બાઇકને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરી છે, જેમાં સાત કલર ઓપ્શન બજારમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
બજાજ ફ્રીડમ 125 સીએનજી બાઇક પેટ્રોલ અને સીએનજી બંને ઇંધણ પર ચાલી શકે છે. આ બાઇકમાં 2 લીટરની ક્ષમતાની પેટ્રોલ ટેન્ક અને 2 કિલોની ક્ષમતાની સીએનજી ટેન્ક આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે ફુલ ટેન્ક પર 330 કિલોમીટરની કમ્બાઈન્ડ રેન્જ આપે છે.
બજાજ ઓટોએ ફ્રીડમ 125 ના ઇન્ટરનલ ક્રેશ ટેસ્ટના બે વીડિયો બહાર પાડ્યા
શાનદાર ફ્યૂઅલ ઇકોનોમી અને ઓછી રનિંગ કોસ્ટ હોવા છતાં કોઈપણ સીએનજી વાહન સલામતીના જોખમો સાથે આવે છે. તેથી, બજાજ માટે આ જોખમોનો સામનો કરવો મહત્વપૂર્ણ છે જેથી સંભવિત ખરીદદારો સીએનજી વાહન સાથે સંકળાયેલી સલામતીની ચિંતાઓ અને અવરોધોથી વિચલિત ન થાય. ગ્રાહકોની આ સલામતીની ચિંતાઓને દૂર કરવા માટે બજાજ ઓટોએ ફ્રીડમ 125 ના ઇન્ટરનલ ક્રેશ ટેસ્ટના બે વીડિયો બહાર પાડ્યા છે. સીએનજી મોટરસાયકલની વિશ્વસનીયતા ચકાસવા માટે ફ્રન્ટલ કોલિજન ટેસ્ટ અને ટ્રક ઓવરરન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
બજાજ ફ્રીડમ 125 સીએનજી ફ્રન્ટલ કોલિજન ટેસ્ટ
ફ્રન્ટલ કોલિઝન ટેસ્ટમાં બજાજ ફ્રીડમને 1.5 ટનની વસ્તુ સાથે ટક્કર આપવામાં આવી છે, જે સરેરાશ મધ્યમ કદની એસયુવીની સમકક્ષ હોય છે, જે તેની તરફ આગળ વધી રહી છે. આ બાઈક 60 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. ટક્કર દરમિયાન બાઇક પરની સીએનજી ટાંકી સ્થિર રહે છે. ટાંકી તેની સ્થિતિમાં અકબંધ રહે છે. તદુપરાંત, પ્રેશર ગેજ મૂળ સ્થિતિમાં જ રહે છે, જે દર્શાવે છે કે સીએનજી લીકેજ નથી.

આ પણ વાંચો – બજાજ ફ્રીડમ 125, CNG પ્લસ પેટ્રોલ, એક રૂપિયામાં 1 કિમી કરાવશે સફર
બજાજ ફ્રીડમ 125 સીએનજી ટ્રક રનઓવર ટેસ્ટ
ટ્રક ઓવરરન ટેસ્ટ વધુ ભયાનક હતો, જેના કારણે બજાજ ફ્રીડમ ઘણી વળી ગયું હતું અને આકારની બહાર જતું રહ્યું હતું. તેમ છતાં સીએનજી (CNG) ટાંકી પર કોઇ સ્ક્રેચ કે ડેન્ટ્સ દેખાતા ન હતા, જે સૂચવે છે કે ટાંકીને બધા પ્રભાવોથી અલગ રાખવામાં આવી છે. આ કિસ્સામાં પણ પ્રેશર ગેજ તેની મૂળ સ્થિતિમાં જ રહે છે, જે દર્શાવે છે કે સીએનજી લીકેજ નથી. બજાજે સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટ અને વર્ટિકલ ડ્રોપ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જે બંનેના પરિણામ સમાન આવ્યા હતા.

બજાજ ફ્રીડમ 125 સીએનજી ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
બજાજ ફ્રીડમ 125 રિવર્સ ફુલ એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, એલઇડી હેડલાઇટ, એલઇડી ટેલલાઇટ અને યુએસબી ચાર્જિંગ પોર્ટથી સજ્જ છે. સીએનજી (CNG) ટાંકી ટ્રેલિસ ફ્રેમની અંદર હોય છે અને જ્યારે સંપૂર્ણપણે ભરવામાં આવે છે ત્યારે તેનું વજન 18 કિગ્રા હોય છે. ફ્રેમ ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને લિંક્ડ રિઅર મોનોશોક્સ પર બેસે છે.
ફ્રીડમ 125ને પાવર આપતું એન્જિન 125સીસી સિંગલ-સિલિન્ડર એન્જિન છે, જે 8000 આરપીએમ પર 9.4 બીએચપી અને 5000 આરપીએમ પર 9.7 એનએમ પીક ટોર્ક આપે છે. આ એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. પેટ્રોલથી સીએનજી અને સીએનજીથી પેટ્રોલમાં ફેરવવા માટે હેન્ડલબારની જમણી બાજુની સ્વીચ આપવામાં આવી છે.





