Bajaj Freedom 125 : બજાજ ફ્રીડમ 125, CNG પ્લસ પેટ્રોલ, એક રૂપિયામાં 1 કિમી કરાવશે સફર

Bajaj Freedom 125 CNG with Petrol : બજાજ કંપનીએ તેનું પ્રથમ સીએનજી અને પેટ્રોલ બંને સાથે ચાલી શકે તેવું બાઈક રજૂ કર્યું છે, તેની કિંમત, તે કેટલી એવરેજ માઈલેજ આપે છે, તથા તેના કેવા ફિચર્સ છે, જોઈએ બધુ જ.

Written by Kiran Mehta
July 07, 2024 13:26 IST
Bajaj Freedom 125 : બજાજ ફ્રીડમ 125, CNG પ્લસ પેટ્રોલ, એક રૂપિયામાં 1 કિમી કરાવશે સફર
બજાજ પ્રીડમ 125 - કિંમત, ફિચર્સ અને માઈલેજ

Bajaj CNG Bike : બજાજ ઓટોએ તેની પ્રથમ CNG બાઇક – બજાજ ફ્રીડમ 125 લોન્ચ કરી દીધી છે. પેટ્રોલ અને CNG એમ બે વિકલ્પ સાથે આવતી આ બાઇકની કિંમત 95000 રૂપિયાથી શરૂ થાય છે. બાઇક ઉત્પાદક તરફથી આ પ્રકારની પ્રથમ બાઇક છે. કંપનીનો દાવો છે કે, બજાજ ફ્રીડમ દેશ અને દુનિયાની પ્રથમ CNG બાઇક છે. તેમાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

કંપનીનો દાવો છે કે બજાજની નવી બાઇક વાહન માલિકોને સસ્તી મુસાફરી પ્રદાન કરવામાં સક્ષમ હશે. જો તમે આ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે અહીં બજાજ ફ્રીડમ સાથે સંબંધિત 5 સુવિધાઓ વિશે જાણીને નિર્ણય લઈ શકો છો.

Bajaj CNG Bike : કિંમત કેટલી છે

કંપનીએ તેની બજાજ ફ્રીડમ બાઇકને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરી છે. કિંમતની વાત કરીએ તો, દિલ્હીમાં બજાજ ફ્રીડમ 125ના ટોપ વેરિઅન્ટ NG04 ડિસ્ક LEDની કિંમત 1.10 લાખ રૂપિયા છે, મિડ વેરિઅન્ટ NG04 Drum LEDની કિંમત 1.05 લાખ રૂપિયા અને બેઝ વેરિઅન્ટ NG04 Drumની કિંમત 95,000 રૂપિયા છે. બજાજ ફ્રીડમ બાઇક માટે અહીં દર્શાવેલ તમામ કિંમતો એક્સ-શોરૂમ છે.

બજાજ ફ્રીડમ 125 CNG: ડબલ ફ્યુઅલ સેટઅપથી સજ્જ

બજાજ ફ્રીડમ બાઇક એક પ્રકારની સીએનજીથી ચાલતી બાઇક છે. તેમાં CNGની સાથે પેટ્રોલના ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. CNG નો ઉપયોગ કરવાથી આ બાઇક ચલાવવાનો ખર્ચ પેટ્રોલથી ચાલતા વાહનોની સરખામણીમાં ઓછો થશે અને ખિસ્સા પરનો બોજ પણ ઓછો થશે.

આ બજાજ બાઈક સેગમેન્ટમાં સૌથી લાંબી સીટ (785MM) ધરાવે છે, જે આગળના ભાગમાં ઈંધણની ટાંકીને ઘણી હદ સુધી આવરી લે છે. આ બાઈકની સીટની નીચે સીએનજી સિલિન્ડર મૂકવામાં આવ્યું છે. આ CNG બાઇક 125cc એન્જિન સાથે આવે છે.

બજાજ ફ્રીડમ 125 CNG: ફ્યુઅલ ઇકોનોમી

બજાજ ફ્રીડમ બાઇકમાં પેટ્રોલ ટેન્ક અને CNG સિલિન્ડર ફીટ કરવામાં આવ્યા છે. પેટ્રોલ ટાંકીની ક્ષમતા 2 લિટર અને CNG સિલિન્ડરની ક્ષમતા 2 કિલો છે. બજાજ ઓટો અનુસાર, પેટ્રોલથી ચાલતી 125cc બાઇકની સરખામણીમાં ફ્રીડમ CNG બાઇક ટ્રાવેલ ખર્ચમાં 50 ટકા બચાવે છે. સીએનજી મોડમાં, બજાજ ફ્રીડમ બાઇક 2 કિલો સીએનજીનો ઉપયોગ કરીને 200 કિલોમીટરથી વધુની રેન્જ આપવામાં સક્ષમ છે.

બજાજનો દાવો છે કે, પેટ્રોલ મોડમાં ફ્રીડમ બાઇક 2 લીટર ઇંધણનો ઉપયોગ કરીને 130 કિમીથી વધુ ચાલશે. આ રીતે, બજાજ ફ્રીડમ બાઇક 2 કિલો સીએનજી અને 2 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 330 કિમીની રેન્જ આપી શકશે. આ બાઇક એક કિલો સીએનજીમાં 102 કિમીની મુસાફરી કરશે.

એક રૂપિયામાં 1 કિમીની મુસાફરી કેવી રીતે કરવી

દિલ્હીમાં, જો કોઈ રાઈડર બજાજ ફ્રીડમ ખરીદે અને વર્તમાન ઈંધણના દર મુજબ બે લિટર પેટ્રોલ અને 2 કિલો સીએનજી ભરે. તેને ટાંકી અને સિલિન્ડર ફુલ કરાવવા માટે 344 રૂપિયા ખર્ચવા પડે છે. આવી સ્થિતિમાં, જ્યારે બજાજ ઓટો 330 કિમીની રેન્જનો દાવો કરી રહી છે, તો તેના હિસાબે, બજાજ ફ્રીડમ એક કિમી ચલાવવાની કિંમત લગભગ 1 રૂપિયા છે. પેટ્રોલની તુલનામાં, CNG 26.7 ટકા ઓછું CO2 ઉત્સર્જન કરે છે. તે સારી રેન્જ સાથે ઇકો-ફ્રેન્ડલી બાઇક પણ છે.

બજાજ ફ્રીડમ 125 CNG: એન્જિન સ્પેસિફિકેશન

CNG સંચાલિત બજાજ ફ્રીડમ બાઇકમાં એર-કૂલ્ડ ટેક્નોલોજી પર આધારિત 125cc સિંગલ-સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 5-સ્પીડ ટ્રાન્સમિશન વિકલ્પ સાથે 9.4bhp પાવર અને 9.7Nm ટોર્ક જનરેટ કરે છે.

તો ફ્રીડમ 125 બાઇક બજાજની પેટ્રોલ 125 સીસી બાઇક કરતાં લગભગ 2 થી 2.5 bhp ઓછી પાવર જનરેટ કરે છે.

બજાજ ફ્રીડમ 125 CNG: હાર્ડવેર

ફ્રીડમ 125 બાઇકમાં ફ્રન્ટ ટેલિસ્કોપિક ફોર્ક અને મોનો-શોક રિયર સસ્પેન્શન છે. આ બાઇક મજબૂતાઇ માટે ટ્રેલીસ ફ્રેમથી સજ્જ છે. તેમાં ફ્રન્ટમાં 17-ઇંચ વ્હીલ્સ અને 240mm ડિસ્ક બ્રેક છે, જ્યારે પાછળના ભાગમાં 16-ઇંચ વ્હીલ આપવામાં આવ્યું છે. વેરિઅન્ટના આધારે પાછળના ભાગમાં ડ્રમ અથવા 130mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. બજાજ ફ્રીડમ 125 CNGનું વ્હીલબેઝ 1,340 mm, સીટની ઊંચાઈ 825 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm છે.

આ પણ વાંચો – Samsung Galaxy Book4 Ultra: સેમસંગ ગેલેક્સી બુક4 લેપટોપ લોન્ચ, AI સાથે પાવરફુલ ફીચર્સ, જાણો કિંમત

બજાજ ફ્રીડમ 125 CNG: આ ફીચર્સ બાઇકમાં ઉપલબ્ધ છે

ફ્રીડમ 125 બાઇકમાં હેડલાઇટ અને ટેલ લાઇટ સહિત એલઇડી લાઇટિંગ છે. હેલોજન હેડલાઇટ બેઝ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. બજાજ CNG બાઇક LCS ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરથી સજ્જ છે. આ ક્લસ્ટરને બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે અને તે કૉલ અને SMS ચેતવણીઓ પ્રદાન કરે છે. આ ક્લસ્ટર કન્સોલ બાઇક સંબંધિત વિવિધ અપડેટ્સ જેમ કે સ્પીડોમીટર, ઓડોમીટર, ફ્યુઅલ ગેજ, ગિયર ઇન્ડિકેટર અને રિયલ ટાઇમ અને ફ્યુઅલ ઇકોનોમી એવરેજ પ્રદાન કરવામાં મદદ કરે છે. આ બાઇક પેટ્રોલિયમ અને CNG બંને મોડમાં ચલાવી શકાય છે. આ માટે કંપનીએ હેન્ડલબાર પર સ્વિચ આપી છે. જેમાં મોડ બદલવા માટે એક બટન છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ