Bajaj Housing Finance IPO: બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનો આઈપીઓ 9 સપ્ટેમ્બર ખુલી રહ્યો છે. ડાયવર્સિફાઇડ એનબીએફસી બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિસ્ટેડ બજાજ ફાઈનાન્સની માલિકી હક ધરાવતી કંપની છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓને લઇ રોકાણકારો ઉત્સાહિત છે. કંપનીનો શેર બીએસઇ અને એનએસઇ પર 16 સપ્ટેમ્બરે લિસ્ટિંગ થવાનો છે. જો તમે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓમાં રોકાણ કરવા માંગો છો, તો સૌથી પહેલા કંપનીના સારા અને નબળા પાસાં જાણી લેવા જોઇએ.
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ (Bajaj Housing Finance IPO Date)
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ 9 સપ્ટેમ્બર સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 11 સપ્ટેમ્બર બંધ થશે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સના 6560 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 66 થી 70 રૂપિયા નક્કી કરી છે અને લોટ સાઇઝ 214 શેર છે.
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીની સારી બાબત (Bajaj Housing Finance)
બેસ્ટ ઈન ક્લાસ એસેટ કવોલિટી
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનો પોર્ટફોલિયો મજબૂત છે. AAA રેટિંગ તેની તંદુરસ્તી નાણાકીય સ્થિતિ દર્શાવે છે.
મજબૂત બજાજ બ્રાન્ડનો ફાયદો
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીને પેરેન્ટ ગ્રૂપ બજાજ બ્રાન્ડની પ્રતિષ્ઠા અને સદ્ધતાનો ફાયદ મળશે
ડાઇવર્સ અને ઓછો ખર્ચાળ ભંડોળ સ્ત્રોત
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ પાસે ખર્ચ અસરકારક ઋણની એક્સેસ છે, જે તેની કાર્યક્ષમતાને મદદ કરે છે.
સ્થિર રિસ્ક મેનેજમેન્ટ
પરંપરાગત બજાજ હાઉસિંગ લોનમાં ઘટાડો થવા છતાં રિસ્ક વેટેડ એસેટ્સ ટુ AUM રેશિયો સ્થિર રહેલો છે.
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીની નબળાઇ
ચોખ્ખા વ્યાજ માર્જિન (NIM) માં ઘટાડો
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ ઉંચા યીલ્ડ વાળા પોર્ટફોલિયોમાં વૃદ્ધિ છતાં વધતા ધિરાણ ખર્ચને કારણે તાજેતરના ત્રિમાસિકમાં NIM ઘટ્યો છે.
રિજનલ કોન્સ્ટ્રેશન
કંપનીની AUM એટલે કે એસેટ્સ અંડર મેનેજમેન્ટનો એક મોટો હિસ્સો 69.5 ટકા માત્ર 3 રાજ્યમાંથી આવે છે. જે તેને ક્ષેત્રિય આર્થિક જોખમને પગલે અસુરક્ષિત બનાવે છે.
નિયમ પાલન સંબંધિત મુદ્દા
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીમાં ભવિષ્યમાં RBI રેગ્યુલેશન પાલન ન કરવા અને ઇન્ટરનલ ઓડિટ ખામીઓ જેવા મુદ્દાઓ ઉભા થઇ શકે છે.
આ પણ વાંચો | શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો આઈપીઓ 9 સપ્ટેમ્બર બંધ થશે, GMP 17 રૂપિયા, જાણો કંપની ઉપર કેટલું દેવુ છે
હરિફ ફાઈનાન્સ કંપની
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ માર્કેટમાં ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. માર્કેટમાં એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને કેનકિન હોમ્સ જેવા હરિફ છે. તે જોતા બજાજ હાઉસિંગ ફાઈનાન્સે પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે ઇનોવેશન અને કોસ્ટ મેનેજમેન્ટ ચાલુ રાખવું પડશે.





