/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/bajaj-housing-finance-ipo-1.jpg)
Bajaj Housing Finance IPO Lisitng: બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર આઈપીઓ 16 સપ્ટેમ્બર સોમવારના રોજ બીએસઇ એનએસઇ પર લિસ્ટિંગ. થયો હતો.
Bajaj Housing Finance IPO GMP: બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. આ આઈપીઓ 9 સપ્ટેમ્બર સોમવારે ખુલ્યા છે. આઈપીઓ ખુલ્યાના માત્ર 4 કલાકમાં સંપૂર્ણ સબ્સક્રાઇબ થઇ ગયો હતો. આઈપીઓ ખુલ્યાના પ્રથમ દિવસે જ 2 ગણો ભરાયો છે. આઈપીઓમાં રોકાણ કરવા માટે આજે બીજો દિવસ છે. આઈપીઓ સબ્સ્ક્રાઇબ કરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર છે.
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ પ્રથમ દિવસે 2 ગણો ભરાયો : Bajaj Housing Finance IPO Subscription
બજાર હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ પ્રથમ દિવસે જ 2.02 ગણો ભરાયો છે. ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે રિઝર્વ હિસ્સો 1.07 ગણો, નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો રિઝવ પોર્શન 4.35 ગણો અને રિટેલ રોકાણકાર માટેનો રિઝર્વ હિસ્સો 1.51 ગણો ભરાયો છે. એમ્પ્લોઇઝ માટેનો રિઝર્વ પોર્શન 0.32 ગણો સબ્સક્રાઇબ થયો છે.
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ (Bajaj Housing Finance IPO Date)
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 66 થી 70 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 214 શેર છે. આઈપીઓ ખુલવાની પહેલા જ બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપની એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 1758 કરોડ રૂપિયા એક્ત્ર કરી ચૂકી છે. આઈપીઓ બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 12 સપ્ટેમ્બર થશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/bajaj-housing-finance-ipo.jpg)
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ મારફતે કુલ 6560 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આઈપીઓ હેઠળ 3560 કરોડ રૂપિયાના 50.86 કરોડ રૂપિયાન નવા શેર જારી કરવામાં આવશે. સાથે જ 3000 કરોડ રૂપિયાના 42.86 કરોડ શેરનું ઓફર ફોર સેલ (OFS) રહેશે.
બજાજ હાઉસિગં ફાઈનાન્સ આઈપીઓ લિસ્ટિંગ : Bajaj Housing Finance Share IPO Listing
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જે જોતા શેર લિસ્ટિંગ ધમાકેદાર રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર આઈપીઓ 16 સપ્ટેમ્બર સોમવારના રોજ બીએસઇ એનએસઇ પર લિસ્ટિંગ થશે.
મનીકન્ટ્રોલના એક રિપોર્ટમ મુજબ બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર લિસ્ટિંગ પર રોકાણકારોને જંગી કમાણી કરાવી શકે છે. કંપનીનો શેર ગ્રે માર્કેટમાં આઈપીઓ અપર પ્રાઇસ બેન્ડ 70 રૂપિયાની ઉપર 57 રૂપિયા કે 81 ટકા થી વધુ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આ ધોરણે શેર 127 રૂપિયાના ભાવની આસપાસ શેરબજારમાં લિસ્ટ થઇ શકે છે.
ફાઈનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનો અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 55 થી 56 ના ભાવે જોવા મળી રહ્યો છે. તે અપર પ્રાઇસ બેન્ડ રૂ. 70ના ધોરણે 80 ટકા પ્રીમિયમ દર્શાવે છે. જે દર્શાવે છે કે, શેરનું લિસ્ટિંગ 80 ટકાના પ્રીમિયમ પર થઈ શકે છે.
આ પણ વાંચો | IPO રોકાણ માટે સોનેરી તક, આ સપ્તાહે 13 આઈપીઓ ખુલશે, 8 શેર લિસ્ટેડ થશે
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ: કંપનીની નાણાકીય સદ્ધરતા
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીનો FY24 Q4માં નફો (PAT) રૂ. 381 કરોડ હતો. વાર્ષિક ધોરણે તે 26 ટકા વધ્યો છે. તો કંપનીની ચોખ્ખી વ્યાજની આવક વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 629 કરોડ થઈ છે. કંપનીની AUM વાર્ષિક ધોરણે 32 ટકા વધીને રૂ. 91,370 કરોડ થઈ છે. કંપનીની ચોખ્ખી કુલ આવક 14 ટકા (YoY) વધીને રૂ. 717 કરોડ થઈ છે. કંપનીના લોન વિતરણમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી અને તે વધીને રૂ. 11,393 કરોડ થઈ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us