Bajaj Housing IPO Lisitng: બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર સોમવારે લિસ્ટિંગ થશે, નવા સપ્તાહે 7 આઈપીઓ ખુલશે

Bajaj Housing Share Lisitng IPO Open This Week: શેરબજારમાં નવા સપ્તાહે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ સહિત 13 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. ઉપરાંત નવા 7 આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે. જુઓ સંપૂર્ણ વિગત

Bajaj Housing Share Lisitng IPO Open This Week: શેરબજારમાં નવા સપ્તાહે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ સહિત 13 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. ઉપરાંત નવા 7 આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે. જુઓ સંપૂર્ણ વિગત

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market IPO: આઈપીઓ રોકાણથી કમાણીની તક, આ સપ્તાહે 11 IPO ખુલશે, નવા 14 શેર લિસ્ટિંગ થશે, જુઓ યાદી

Businessman presses button ipo Initial Public Offering network on chart

Bajaj Housing Share Lisitng IPO Open This Week: શેરબજાર આઈપીઓ રોકાણકારો 16 સપ્ટેમ્બર 2024 થી શરૂ થનાર નવા સપ્તાહ બહુ ખાસ રહેવાનો છે. નવા સપ્તાહે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર સહિત 13 કંપનીઓના સ્ટોક શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે. ઉપરાંત નવા 7 આઈપીઓ પણ ખુલી રહ્યા છે. ઘણા વર્ષો બાદ બજાજ ગ્રૂપની નવી કંપની શેરબજારમા લિસ્ટિંગ થઇ રહી છે, જેને લઇ રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. ઉપરાંત ગત સપ્તાહે ખુલેલા 5 આઈપીઓમાં રોકાણ કરવાની હવે છેલ્લી તક મળશે, જેમા સોધાની એકેડમી,પોપ્યુલર ફાઉન્ડેશન, ડેક્કન ટ્રાન્સકોન લિઝિંગ, એન્વાર્યરોટેક સિસ્ટમ, વેસ્ટર્ન કેરિયર્સ આઈપીઓ સામેલ છે.

Advertisment
bajaj housing finance ipo | bajaj housing finance ipo Date | bajaj housing finance ipo issue price | bajaj housing finance ipo listing date | bajaj housing finance ipo allotment date | bajaj group ipo | upcoming ipo news | ipo news | share market news
Bajaj Housing Finance IPO: બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ માટે 11 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે.

7 આઈપીઓ ખુલશે

Pelatro IPO : પેલાટ્રો આઈપીઓ

પેલાટ્રો કંપનીનો આઈપીઓ 16 સપ્ટેમ્બર ખુલશે અને 19 સપ્ટેમ્બર બંધ થવાનો છે. 55.98 રોડ રૂપિયાના આઈપીઓ માટે શેર દીઠ ઇસ્યુ પ્રાઇસ 190 થી 200 રૂપિયા રાખવામાં આવી છે. આ લોટ સાઇઝ 600 રૂપિયા છે. પેલાટ્રો કંપનીનો શેર એનએસઇ એસએમઇ પર 24 સપ્ટેમ્બર લિસ્ટિંગ થશે.

Northern Arc Capital IPO : નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ આઈપીઓ

નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ આઈપીઓ 16 સપ્ટેમ્બર ખુલી રહ્યો છે. કંપની આઈપીઓ ઇસ્યુ દ્વારા 777 કરોડ રૂપિયા ઉભા કરશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 249 થી 263 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ 19 સપ્ટેમ્બર બંધ થશે. પબ્લિક ઓફરમાં 500 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરશે અને 277 કરોડ રૂપિયાના શેર OFS એટલે ઓફર ફોર સેલ હેઠળ વેચશે.ૉ

Advertisment

Osel Devices IPO : ઓસેલ ડિવાઇસિસ આઈપીઓ

ઓસેલ ડિવાઇસિસ આઈપીઓ 16 સપ્ટેમ્બર ખુલી 19 સપ્ટેમ્બર બંધ થવાનો છે. 70.66 કરોડ રૂપિયાના આઇપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 155 થી 160 રૂપિયા નક્કી કરી છે. આઈપીઓ શેર લોટ સાઇઝ 800 શેર છે. ઓસેલ ડિવાઇસિસ કંપનીનો શેર 24 સપ્ટેમ્બર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે.

ipo | initial public offering | ipo investment | share market news | ipo date | ipo share listing | stock market news
IPO: આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર દ્વારા કંપનીઓ મૂડીબજારમાંથી ભંડોળ એક્ત્ર કરે છે. (Photo: Freepik)

Arkade Developers IPO : આર્કેડ ડેવલપર્સ આઈપીઓ

આર્કેડ ડેવલપર્સ કંપનીનો આઈપીઓ 16 સપ્ટેમ્બર ખુલશે અને 19 સપ્ટેમ્બર બંધ થશે. મેનબોર્ડ આઈપીઓની સાઇઝ 410 કરોડ રૂપિયા છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 121 થી 128 રૂપિયા નક્કી કરી છે. આર્કેટ ડેવલપર્સ કંપનીનો શેર 24 સપ્ટેમ્બર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થશે.

Paramount Speciality Forgings IPO : પારામાઉન્ટ સ્પેશિયાલિટી ફોર્જિંગ્સ આઈપીઓ

પારામાઉન્ટ સ્પેશિયાલિટી ફોર્જિંગ્સ આઈપીઓ 17 સપ્ટેમ્બર ખુલશે અને 19 સ્પટેમ્બર બંધ થવાનો છે. આઈ 32.34 કરોડ રૂપિયાના પબ્લિક ઇસ્યુ માટે આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 57 - 59 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આઈપીઓ લોટ સાઇઝ 2000 શેર છે. પારામાઉન્ટ સ્પેશિયાલિટી ફોર્જિંગ્સ લિમિટેડનો શેર 24 સપ્ટેમ્બર એનએસઇ એસએમઇ પર લિસ્ટિડે થવાનો છે.

BikeWo GreenTech IPO : બાઈકવો ગ્રીનટેક આઈપીઓ

બાઈકવો ગ્રીનટેક આઈપીઓ 18 સપ્ટેમ્બર ખુલશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 59 થી 62 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 24.09 કરોડ રૂપિયાના આઈપીઓની લોટ સાઇઝ 2000 શેર છે. આ આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર છે. બાઈકવો ગ્રીનટેક કંપનીનો શેર 25 સપ્ટેમ્બર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થવાનો છે.

SD Retail Logo IPO : એસડી રિટેલ લોગો આઈપીઓ

એસટી રિટેલ લોગો આઈપીઓ 20 સપ્ટેમ્બર ખુલી 24 સપ્ટેમ્બર બંધ થવાનો છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 124 થી 131 રૂપિયા છે. આઈપીઓ સાઇઝ 64.98 કરોડ રૂપિયા છે. આઈપીઓ લોટ સાઇઝ 1000 શેર છે. આ કંપનીનો શેર 27 સપ્ટેમ્બર એનએસઇ એસએમઇ પર લિસ્ટેડ થવાનો છે.

IPO | IPO price date | IPO Investment | Initial public offering | upcoming ipo list | ipo listing date | share market ipo investment | ipo issue price vs listing price | stock market ipo
IPO : આઈપીઓ (Photo: Freepik)

13 કંપનીના શેર લિસ્ટિંગ થશે

શેરબજારમાં 16 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવા સપ્તાહમાં મેઇનબોર્ડ બીએસઇ અને એનએસઇ તેમજ એસએમઇ પ્લેટફોર્મ પર 13 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર લિસ્ટિંગને લઇ રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ શેર એલોટમેન્ટ થઇ ગયું છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર 16 સપ્ટેમ્બરના રોજ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થવાનો છે.

ઉપરાંત 16 સપ્ટેમ્બરના રોજ ક્રોસ લિમિટેડ, ટોલિન્સ ટાયર્સ કંપનીના શેર મેઇનબોર્ડ બીએસઇ અને એનએસઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે. ગજાનંદ ઈન્ટરનેશનલ, શુભશ્રી બાયોફ્યુઅલ એનર્જી, આદિત્ય અલ્ટ્રા સ્ટીલ શેર એનએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થશે. તો શેર સમાધાન કંપનીનો શેર બીએસઇ એસએમઇ પર લિસ્ટ થશે.

17 સપ્ટેમ્બરના રોજ ટ્રાફિકસોલ આઇટીએસ ટેક્નોલોજીસ શેર બીએસઇ એસએમઇ પર, એસપીપી પોલીમર્સ શેર એનએસઇ એસએમઇ તેમજ પી એન ગાડગિલ જ્વેલર્સ શર બીએસઇ એસએમઇ પર લિસ્ટેડ થવાનો છે.
18 સપ્ટેમ્બરના રોજ એનએસઇ એસઇએમ પર ઇનોમેટ એડવા્સ્ડ મટિરીયલ્સ શેર લિસ્ટ થવાનો છે.
19 સપ્ટેમ્બર એક્સિલન્ટલ વાયર્સ એન્ડ પેકેજિંગનો શેર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થવાનો છે.
20 સોધની એકેડમી ઓફ ફિનટેકનો શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાનો છે.

આઈપીઓ બિઝનેસ Investment શેર બજાર