Bangladesh India Trade: બાંગ્લાદેશ કટોકટી થી ભારતીય ઉદ્યોગ જગત પર સંકટના વાદળ, આ ચીજવસ્તુઓ થઇ શકે છે મોંઘી

Bangladesh Political Crisis Effect On India: બાંગ્લાદેશમાં કટોકટીની ભારતના ટેક્સટાઈલ, ઓટો, કૃષિ, મેટલ અને પ્લાસ્ટિક સહિત ઘણા ઉદ્યોગોને માઠી અસર થવાની ચિંતા સતાવી રહી છે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત્ રહેશે તો ભારતમાં પણ અનેક ચીજવસ્તુઓના ભાવ પર ગંભીર અસર પડી શકે છે.

Bangladesh Political Crisis Effect On India: બાંગ્લાદેશમાં કટોકટીની ભારતના ટેક્સટાઈલ, ઓટો, કૃષિ, મેટલ અને પ્લાસ્ટિક સહિત ઘણા ઉદ્યોગોને માઠી અસર થવાની ચિંતા સતાવી રહી છે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત્ રહેશે તો ભારતમાં પણ અનેક ચીજવસ્તુઓના ભાવ પર ગંભીર અસર પડી શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bangladesh political crisis effect on india | india bangladesh import export | Bangladesh India Trade | india bangladesh relations | India Export To Bangladesh | India Import From Bangladesh

Bangladesh Political Crisis Effect On India Trade: બાંગ્લાદેશ રાજકીય કટોકટીથી ભારતીય વેપાર ઉદ્યોગ પર ઉંડી અસર થવાની ચિંતા સતાવી રહી છે.

Bangladesh Political Crisis Effect On India Trade: ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. હિંસક વિરોધ બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને ભારત આવી ગયા છે. ભારત બાંગ્લાદેશ સાથે ઘણો વેપાર કરે છે. દેશમાં ફેલાયેલી હિંસાને કારણે ભારતના વેપાર-ધંધાને પણ અસર થવાની ધારણા છે. બંને દેશો ઘણી વસ્તુઓની આયાત અને નિકાસ કરે છે. વિરોધ પ્રદર્શન અને હિંસાને કારણે બાંગ્લાદેશમાં લાંબા સમયથી ઉદ્યોગો બંધ છે. તેઓ અન્ય દેશોમાં કોઈપણ માલ મોકલવાનું ટાળી રહ્યા છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારતમાં પણ અનેક ચીજવસ્તુઓના ભાવ પર ગંભીર અસર પડી શકે છે.

Advertisment

બાંગ્લાદેશ આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યો છે. ઉચ્ચ ફુગાવાને કારણે બાંગ્લાદેશના યુએસ ડૉલર ભંડારમાં ઘટાડો થયો છે, જે ભારત માંથી કૃષિ વસ્તુઓ, લોખંડ અને સ્ટીલ, વીજળી અને પ્લાસ્ટિક જેવી મહત્ત્વની ચીજોની આયાત કરવાની બાંગ્લાદેશની ક્ષમતાને મર્યાદિત કરે છે.

બાંગ્લાદેશ કટોકટીથી ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગ તણાવમાં

બાંગ્લાદેશ ઉચ્ચ ગુણવત્તાવાળા રેડીમેડ વસ્ત્રો તૈયાર કરવા માટે પ્રખ્યાત છે. અહીં મજૂરો અને કાચો માલ સસ્તા ભાવે મળે છે. એટલા માટે જ અહીં તૈયાર કરવામાં આવેલા કપડાની ફિનિશિંગ અને ક્વોલિટીને દુનિયામાં ખૂબ જ સારી માનવામાં આવે છે. ભારતની મોટી મોટી બ્રાન્ડ કાં તો બાંગ્લાદેશમાં કપડાં બનાવે છે અથવા તો ત્યાંથી રો મટિરિયલ મંગાવે છે અને પછી પોતાના દેશમાં માલ તૈયાર કરે છે.

Bangladesh Violence : બાંગ્લાદેશમાં હિંસા
Bangladesh Violence : બાંગ્લાદેશમાં હિંસા - photo - X

બાંગ્લાદેશમાં સોમવારનો વિકાસ એવા સમયે થયો છે જ્યારે દેશ આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યો છે. ઉચ્ચ ફુગાવાને કારણે ઢાકાના યુએસ ડૉલરના ભંડારમાં ઘટાડો થયો છે, જે ભારતથી કૃષિ વસ્તુઓ, લોખંડ અને સ્ટીલ, વીજળી અને પ્લાસ્ટિક જેવી મહત્ત્વની ચીજોની આયાત કરવાની દેશની ક્ષમતાને મર્યાદિત કરે છે.

Advertisment

ભારત બાંગ્લાદેશ માંથી આ ચીજવસ્તુઓ આયાત કરે છે

ભારત બાંગ્લાદેશથી માત્ર ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ જ નહીં, શણ, રબર, ખાદ્ય તેલ અને વનસ્પતિ તેલની પણ આયાત કરે છે. તો બીજી બાજુ ભારત બાંગ્લાદેશમાં ઘણી ચીજવસ્તુઓની નિકાસ કરે છે. જેમાં ચોખા, કપાસ, સુતરાઉ કાપડ, ઘઉં અને ઘઉંની પેદાશ, મસાલા, શાકભાજી, ખાંડ, ફળો અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતે બાંગ્લાદેશને 122 કરોડ ડોલરની નિકાસ કરી છે.

બાંગ્લાદેશ માંથી ભારતમાં આવતી ચીજવસ્તુઓની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2023-24માં 1154 વસ્તુઓની આયાત કરવામાં આવી હતી. જેનું મૂલ્ય લગભગ 2.02 અબજ ડોલર હતું. આ સાથે જ પાછલા નાણાકીય વર્ષમાં આ આંકડો માત્ર 1.97 અબજ ડોલર હતો.

bangladesh political crisis effect on india | india bangladesh import export | Bangladesh India Trade | india bangladesh relations | India Export To Bangladesh | India Import From Bangladesh
India Bangladesh Import Export Trade: બાંગ્લાદેશમાં હિંસાની ભારત અને બંગ્લાદેશ આયાત નિકાસ વેપાર પર ગંભીર અસર થઇ છે. (Photo: Freepik)

જો ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન બાંગ્લાદેશમાં આર્થિક ગતિવિધિઓ ધીમી રહી છે કારણ કે મે મહિનાની સરખામણીએ જૂનમાં ભારતમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાતમાં 8 ટકાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે બાંગ્લાદેશ દ્વારા ભારતમાંથી મસાલાની આયાતમાં 42 ટકા, ચોખામાં 54 ટકા, મેન મેડ યાર્નમાં 38 ટકા અને કોલસા અને ખનિજની આયાતમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો | કોણ છે શેખ હસીના, માતા-પિતા અને ત્રણ ભાઇઓની હત્યા, માનવામાં આવે છે ભારતની નજીક

ભારતીય રૂપિયામાં ભારત - બાંગ્લાદેશ વચ્ચે વેપાર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મજબૂત સંબંધોનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે બંને દેશોએ ભારતીય રૂપિયામાં વેપાર શરૂ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. ભારતમાં ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ ભારતની મુલાકાત લીધી હતી અને 22 જૂને પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન ઘણા કરારો પર પણ મહોર મારવામાં આવી હતી. તેમાં બંને દેશો વચ્ચે રૂપિયાના વેપારનો પણ સમાવેશ થાય છે.

bangladesh ટ્રેન્ડિંગ ન્યૂઝ india બિઝનેસ વિશ્વ