/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Bank-Account-Freeze.jpg)
Bank Account Freeze : બેંક એકાઉન્ટ ફ્રીઝ થવાથી નાણાંકીય લેવડદેવડ થઇ શકતી નથી.
Bank Account Freeze : કોંગ્રેસે શુક્રવારે સવારે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગ દ્વારા તેમનું યુથ કોંગ્રેસ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. એ અલગ વાત છે કે પછી ખબર પડી કે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું નથી. માત્ર તપાસની વાત થઈ છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હવે હવે મુદ્દે રાજનીતિ થઇ રહી છે, પરંતુ આ ખાતું ફ્રીઝ કરવાનો શું અર્થ? છેવટે, તમારું એકાઉન્ટ કોણ ફ્રીઝ કરી શકે છે? કયા સંજોગોમાં એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/js-RBI-1-1.jpg)
બેંક એકાઉન્ટ ફ્રીઝ થવું શું છે, શું અસર થાય છે? (Bank Account Freeze Meaning)
હવે જ્યારે પણ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે, તે સ્થિતિમાં સામાન્ય નાણાંકીય લેવડદેવડ થઇ શકતી નથી. જો ફ્રીજ એકાઉન્ટના નામે કોઇ ચેક પણ આપવામાં આવે તો તે બાઉન્સ થઇ જશે. આ સ્થિતિમાં ખાતાધારક પોતાના ખાતામાં પૈસા ઉમેરી શકે છે પરંતુ ઉપાડી શકતા નથી. હવે ઘણા કારણોસર એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. જો ક્યારેય કોઈના બેંક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થાય અથવા કોઈ પ્રકારની ગેરરીતિની શંકા હોય તો એકાઉન્ટ ફ્રીઝ કરી શકાય છે.
આ પણ વાંચો | Paytm બેલેન્સનું શું થશે, વોલેટ, ફાસ્ટેગ અને યુપીઆઈ ચાલુ રહેશે? અહીં મેળવો તમારા તમામ પ્રશ્નોના જવાબ
હવે જો એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવી રહ્યું છે તો તમે એટીએમમાંથી પણ પૈસા ઉપાડી શકશો નહીં, જો તમે ચેક આપશો તો પણ તમને રોકડ નહીં મળે. તમારા ખાતામાં જે પણ ભંડોળ જમા થશે, તમે તેને ઉપાડી શકશો નહીં. હવે સમજવા જેવી વાત એ છે કે જ્યારે પણ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે, તે અંગે કોઇ પૂર્વ સૂચના આપવામાં આવતી નથી. તેના બદલે એકાઉન્ટ ફ્રીઝ થયા પછી નોટિસ આપવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us