/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Bank-Holiday-In-May-2025-1.jpg)
Bank Holiday In May 2025: મે મહિનાની બેંક રજાની યાદી.
Bank Holiday In May 2025: એપ્રિલ બાદ મે મહિનો આવે છે. મે મહિનો નાણાકીય વર્ષનો બીજો મહિનો હોય છે. જો તમારા બેંક સંબંધિત મહત્વપૂર્ણ કામકાજ હોય તો પતાવવામાં ઉતાવળ રાખ જો. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલી રજા યાદી મુજબ મે મહિનામાં કૂલ 12 દિવસ બેંક બંધ રહેશે. જો કે અલગ અલગ રાજ્યોમાં બેંક રજાનો દિવસ બદલાઇ શકે છે. અહીં વર્ષ 2025ના મે મહિનાની બેંક રજાની યાદી આપી છે.
આ તારીખે દેશભરની બેંકો બંધ રહેશે
4 મે 2025 - મહિનાો પ્રથમ રવિવાર
10 મે 2025 - મહિનાનો બીજો શનિવાર
11 મે 2025 - મહિનાનો બીજો રવિવાર
18 મે 2025 - મહિનાનો ત્રીજો રવિવાર
24 મે 2025 - મહિનાનો ચોથો શનિવાર
25 મે 2025 - મહિનાનો ચોથો રવિવાર
મે મહિનામાં કઇ તારીખે તહેવાર અને ખાસ દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે
| તારીખ | તહેવાર/દિવસ | ક્યા રાજ્યમાં બેંક બંધ રહેશે |
|---|---|---|
| 1 મે 2025 ગુરુવાર | મજૂર દિવસ/ મહારાષ્ટ્ર દિવસ/ ગુજરાત દિવસ | મહારાષ્ટ્ર, અસમ, બિહાર, ગોવા, ગુજરાત, મણિપુર, કર્ણાટક, કેરળ તમિલનાડુ, તેલંગાણા, બંગાળ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર અને દિલ્હી |
| 9 મે 2025 | ગુરુ રવીન્દ્રનાથ ટાગોર જયંતી | પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, જમ્મુ કાશ્મિર, દિલ્હી |
| 12 મે 2025 | બુદ્ધ પુર્ણિમા | અરુણાચલ જયંતી, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મિઝોરમ, ઓરિસ્સા, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, બંગાળ |
| 16 મે 2025 | સિક્કિમ રાજ્ય દિવસ | સિક્કિમ, ગંગટોક |
| 26 મે 2025 | કાઝી નઝરુલ ઇસ્લામ જયંતી | ત્રિપુરા, અગરતલા |
| 29 મે 2025 | મહારાણા પ્રતાપ જયંતી | શિમલા |
આમ પ્રત્યેક રવિવાર, બીજા અને ચોથા શનિવાર તેમજ વિવિધ તહેવાર અને ખાસ દિવસ સહિત મે મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેવાની છે. જો કે રજાના દિવસોમાં પણ બેંકોની ઓનલાઇન સર્વિસ ચાલુ રહેશે. બેંકની મોબાઇલ એપ્લિકેશન કે વેબસાઇટ પરથી ઓનલાઇન બેન્કિંગ કામકાજ પતાવી શકાય છે. ઇન્ટરનેટ બેન્કિંગ,મોબાઇલ બેન્કિંગ અને એટીએમ જેવી સુવિધા 24 કલાક ચાલુ હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us