Bank Deposit: બેંક ફડચામાં જાય તો કેટલી થાપણ પરત મળે? ભારતમાં બેંક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ લિમિટ કેટલી છે? જાણો

Bank Deposit Insurance Limit In India: ભારતમાં DICGC દ્વારા બેંક થાપણોને એક મર્યાદા સુધી વીમા કવચ ઉપલબ્ધ છે. તાજેતરની બેંક કૌભાંડની ઘટનાઓ બાદ થાપણદારો તરફથી બેંક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કવર વધારવાની માંગણી ઉઠી છે.

Bank Deposit Insurance Limit In India: ભારતમાં DICGC દ્વારા બેંક થાપણોને એક મર્યાદા સુધી વીમા કવચ ઉપલબ્ધ છે. તાજેતરની બેંક કૌભાંડની ઘટનાઓ બાદ થાપણદારો તરફથી બેંક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કવર વધારવાની માંગણી ઉઠી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Bank Deposit Insurance Limit | Bank Deposit Insurance Limit In India | Bank | RBI | Bank Deposit

Bank Deposit Insurance Limit In India: ભારતમાં બેંક થાપણોને DICGC દ્વારા વીમા કવચ ઉપલબ્ધ છે. (Photo: Freepik)

Bank Deposit Insurance Limit In India: બેંક બચતના પૈસા રાખવાની સૌથી સુરક્ષિત જગ્યા હોવાનું મનાય છે. જો કે આ વાત સંપૂર્ણપણે સાચી નથી. ઘણી વખત બેંક પર ફડચામાં જાય છે, આવી સ્થિતિમાં તે બેંકના ખાતાધારકોની મહામૂલી બચતના પૈસા પરત મળશે કે કેમ તે વિશે શંકા હોય છે. ભારતમાં બેંક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ હેઠળ બેંકમાં રહેલી થાપણોને વીમા કવચ મળે છે, જો કે એક લિમિટ સુધી બેંક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કવર મળે છે. ચાલો જાણીયે ભારતમાં બેંક થાપણ પર કેટલી રકમ સુધી ઈન્સ્યોરન્સ કવર મળે છે.

Advertisment

Bank Deposit Insurance Limit In India : ભારતમાં બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ લિમિટ

ભારતમાં બેંક ડિપોઝિટ ઈન્સ્યોરન્સની જવાબદારી ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી (DICGC) ની છે, જે આરબીઆઈ હસ્તક આવે છે. ભારતમાં હાલ બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ લિમિટ 5 લાખ રૂપિયા છે. એટલે જો બેંક ફડચામાં જાય તો બેંકમાં રહેલી 5 લાખ રૂપિયા સુધીની થાપણ સુરક્ષિત રહે છે. DICGC એ વર્ષ 2020માં બેંક થાપણ વીમા લિમિટ 2 લાખથી વધારીને 5 લાખ કરી હતી. તાજેતરમાં મહારાષ્ટ્રમાં ન્યુ ઈન્ડિયા કો ઓપરેટિવ બેંકમાં કથિત કૌભાંડ બાદ બેંક થાપણ વીમા મર્યાદા વધારવાની માંગ ઉઠી છે.

રિઝર્વ બેંકના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2023-24માં DICGC દ્વારા 1432 કરોડ રૂપિયાના દાવાની પતાવત કરવામાં આવી છે. આ તમામ રકમ સહકારી બેંકોની હતી. DICGC પાસે રજિસ્ટર્ડ બેંકની સંખ્યા 31 માર્ચ, 2024 સુધી 1997 હતી. તેમા 140 કોમર્શિયલ બેંક અને 1857 સહકારી બેંક સામેલ છે.

Advertisment

હાલ 5 લાખ રૂપિયા સુધીની લગભગ 98 ટકા બેંક થાપણને વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવી છે. કોમર્શિયલ બેંકોની 41.9 ટકા થાપણ અને સહકારી બેંકોની 63.3 ટકા થાપણને વીમા કવચ ઉપલબ્ધ છે.

બેંક થાપણ વીમા મર્યાદા વધશે!

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ન્યુ ઈન્ડિયા કો ઓપરેટિવ બેંકમાં કથિત કૌભાંડ બાદ બેંક થાપણ વીમા મર્યાદા વધારવાની માંગ ઉઠી છે. નાણાં વિભાગના સચિવ એમ નાગરાજૂ એ 17 ફેબ્રુઆરીના રોજ કહ્યુ હતુ કે, સરકાર ડિપોઝિટ ઈન્સ્યોરન્સ લિમિટ હાલના 5 લાખ રૂપિયાથી વધારવા વિચાર કરી રહી છે. DICGC 5 લાખ રૂપિયા સુધીની બેંક થાપણ વીમા કવચ આપે છે.

બેંક આરબીઆઇ બિઝનેસ