Bank Holiday August 2023 List: ઓગસ્ટ મહિનો તહેવારનો મહિનો ગણાય છે. આ મહિનામાં ઘણા બધા તહેવારો આવતા હોવાથી બેન્કોમાં પણ તે દિવસે જાહેર રજાઓ હોય છે. આથી તમારે બેન્ક સંબંધિત કામકાજ બને તેટલા વહેલા પતાવી લેજો. ઓગસ્ટ મહિનામાં 14 દિવસ બેન્કોમાં રજા રહેશે અને તે દરમિયાન કોઇ બેન્કિંગ કામકાજ થઇ શકશે નહીં. આથી કેલેન્ડરમાં ઓગસ્ટ મહિનામાં ક્યા દિવસે બેંકો બંધ રહેશે જે નોંધી લેજો
ઓગસ્ટ એટલે તહેવારોનો મહિનો
ઓગસ્ટમ મહિનો એટલે તહેવારોનો મહિનો ગણાય છે અને તે મહિનામાં રાષ્ટ્રીય જાહેર રજાઓ ઉપરાંત વિવિધ રાજ્યોમાં પણ સ્થાનિક સ્તરે રજાઓ રહેતી હોય છે. ઓગસ્ટ મહિનામાં 15 ઓગસ્ટ, રક્ષાબંધન, પારસી નવુ વર્ષ, રક્ષાબંધન જેવા તહેવારો આવી રહ્યા છે. આથી આથી ચાર રવિવાર અને બે શનિવાર સાથે ઓગસ્ટ મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે.
બેંકો ઓગસ્ટમાં કઇ-કઇ તારીખે બંધ રહેશે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બેંક હોલિડે કેલેન્ડર અનુસાર ઓગસ્ટ મહિનામાં બેંકોમાં નીચે જણાવેલી તારીખે રજા રહેશે
- 6 ઓગસ્ટ, 2023 – ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર, દેશભરની તમામ બેંકોમા રજા
- 8 ઓગસ્ટ, 2023 – તેન્દોંગ લ્હો રમ ફાલ નિમિત્તે માત્ર ગંગટોકમાં ખાતે બેંકોમાં રજા રહેશે
- 12 ઓગસ્ટ, 2023 – ઓગસ્ટ મહિનાનો બીજો શનિવાર, સમગ્ર દેશમાં બેંક હોલીડે
- 13 ઓગસ્ટ,2023 – ઓગસ્ટ મહિનાનો બીજો રવિવાર, સમગ્ર દેશમાં બેંક હોલીડે
- 15 ઓગસ્ટ, 2023 – સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં જાહેર રજા
- 16 ઓગસ્ટ, 2023 – પારસી નવ વર્ષ, બેલાપુર, મુંબઇ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે
- 18 ઓગસ્ટ, 2023 – શ્રીમંત શંકરદેવ તિથિ નિમિત્તે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે
- 20 ઓગસ્ટ, 2023 – ઓગસ્ટ મહિનાનો ત્રીજો રવિવાર, દેશભરની બેંકોમાં રજા
- 26 ઓગસ્ટ, 2023 – ઓગસ્ટ મહિનાનો ચોથો શનિવાર, દેશભરની બેંકોમાં રજા
- 27 ઓગસ્ટ, 2023 – ઓગસ્ટ મહિનાનો ચોથો રવિવાર, દેશભરની બેંકોમાં રજા
- 28 ઓગસ્ટ, 2023 – પ્રથમ ઓણમ તહેવાર નિમિત્ત કોચી અને તિરૂવંતપુરમમાં બેંકોમાં રજા રહેશે
- 29 ઓગસ્ટ, 2023 – તિરુઓણમ નિમિત્તે કોચી અને તિરૂવંતપુરમમાં બેંકોમાં રજા રહેશે
- 30 ઓગસ્ટ, 2023 – રક્ષાબંધનના તહેવારે જયપુર અને શિમલામાં બેંકો બંધ રહેશે
- 31 ઓગસ્ટ, 2023 – નારાયણ ગુરુ જંયતી/ પંગ લહબસોલ નિમિત્તે દહેરાદૂન, ગંગટોક, કોનપુર, કોચી, લખનઉ અને તિરુવંતપુરમમાં બેંકોમાં રજા રહેશે
આ પણ વાંચોઃ પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ બંનેમાંથી કયું બેસ્ટ છે? ટ્રાન્ઝેક્શન વખતે કઇ વાતો ધ્યાનમાં રાખવી
તમને જણાવી દઈએ કે રજાઓના કારણે બેંકો ચોક્કસપણે બંધ રહેશે, પરંતુ તમે નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અથવા UPI જેવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમારા બેન્કિંગ કામકાજ મુશ્કેલી વગર ઘરે બેસી પતાવી શો છો.ઉપરાંત તમે સરળતાપૂર્વક ATMમાંથી રોકડ પણ ઉપાડી શકો છો.





