December 2025 Bank Holiday Date : ડિસેમ્બર વર્ષ 2025નો છેલ્લો મહિને છે. જો તમારે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામકાજ હોય તો તે ફટાફટ પતાવવા પડશે. ડિસેમ્બર 2025માં બેંકો 18 દિવસ બંધ રહેવાની છે. જેમા નાતાલ ક્રિસમસ જેવા તહેવારો, મહિનાના બધા રવિવાર અને બીજો અને ચોથો શનિવાર સામેલ છે. અહીં ડિસેમ્બર 2025ના બેંક રજાની સંપૂર્ણ માહિતી આપી છે. ડિસેમ્બર 2025માં બેંકમાં કઇ તારીખે અને કેમ બંધ છે તેની વિગત આપી છે.
ડિસેમ્બર 2025માં 18 દિવસ બેંકમાં રજા રહેશે
RBIના હોલીડે કેલેન્ડર 2025 મુજબ ડિસેમ્બર 2025માં બેંકોમાં 28 દિવસ રજા રહેવાની છે, જે રાજ્ય અને શહેર મુજબ અલગ અલગ હોઇ શકે છે.
- 1 ડિસેમ્બર 2025, સોમવાર : ઇન્ડિનિજસ ફેથ ડે નિમિત્ત અરુણાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
- 3 ડિસેમ્બર 2025, બુધવાર : સેન્ટ ફ્રાંસિસ જેવિયર નિમિત્ત ગોવાની બેંકોમાં રજા રહેશે.
- 7 ડિસેમ્બર 2025, રવિવાર : મહિનાના પ્રથમ રવિવારે તમામ બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
- 12 ડિસેમ્બર 2025, શુક્રવાર : પા તોગન નેંગમિંજા સંગમા દિવસ નિમિત્તે મેઘાલયમાં બેંકો બંધ રહેવાની છે.
- 13 ડિસેમ્બર 2025, શનિવાર : મહિનાના બીજા શનિવારે બેંકો બંધ રહેશે.
- 14 ડિસેમ્બર 2025, રવિવાર : મહિનાના બીજા રવિવાર દેશભરન બેંકોમાં જાહેર રજા રહેશે.
- 18 ડિસેમ્બર 2025, ગુરુવાર : ગુરુ ઘાસીદાસ જયંતી નિમિત્તે છત્તીસગઢ અને યૂ સોસો થ ની પુણ્યતિથિ નિમિત્તે મેઘાલયમાં બેંક બંધ રહેવાની છે.
- 19 ડિસેમ્બર 2025, શુક્રવાર : ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવાની બેંકમાં રજા રહેવાની છે.
- 21 ડિસેમ્બર 2025, રવિવાર : મહિનાના ત્રીજા રવિવારે દેશની તમામ બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
- 24 ડિસેમ્બર 2025, બુધવાર : ક્રિસમસ ઇવ નિમિત્તે મેઘાલય, મિઝોરમમાં બેંક બંધ રહેવાની છે.
- 25 ડિસેમ્બર 2025, ગુરુવાર : નાતાલ, ક્રિસમસ તહેવાર નિમિત્તે દેશભરની બેંકોમાં રજા રહેશે.
- 26 ડિસેમ્બર 2025, શુક્રવાર : ક્રિસમસ સેલિબ્રેશન નિમિત્તે મેઘાલય, મિઝોરમ અને તેલંગાણામાં બેંકમાં રજા રહેવાની છે.
- 27 ડિસેમ્બર 2025, શનિવાર : મહિનાના ચોથા શનિવારે દેશની બધી બેંકો બંધ રહેશે.
- 28 ડિસેમ્બર 2025, રવિવાર : મહિનાના ચોથા રવિવારે દેશની તમામ બેંકોમાં રજા રહેશે.
- 30 ડિસેમ્બર 2025, મંગળવાર : યૂ કિયાંગ નાંગબાહ દિવસ નિમિત્તે મેંઘાલય અને સિક્કમમાં બેંકો બંધ રહેશે.
- 31 ડિસેમ્બર 2025, બુધવાર : નવા વર્ષની પૂર્વ સંધ્યા એ મિઝોરમ અને મણિપુરમાં બેંકમાં રજા રહેવાની છે.
બેંક રજાના દિવસે ઓનલાઇન સર્વિસ ચાલુ રહેશે
બેંક રજાના દિવસે પણ બેંકોની ઓનલાઇન સર્વિસ ચાલુ હોય છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. ઉપરાંત અન્ય થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશન દ્વારા પણ તમામ બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન પેમેન્ટ કરી શકાય છે.





