January 2026 Bank Holiday: જાન્યુઆરીમાં 16 દિવસ બેંક બંધ રહેશે; જુઓ તમારા શહેરમાં ક્યારે બેંકમાં રજા છે?

January 2026 RBI Bank Holiday List : જાન્યુઆરી 2206માં અડધા મહિનાથી વધારે દિવસ બેંક રજા રહેવાની છે, આથી તમારા બેંક સંબંધિત કામકાજની પતાવટમાં ઉતાવળ રાખવી પડશે. જાણો જાન્યુઆરીમાં કઇ તારીખે તમારા શહેરમાં બેંક બંધ રહેવાની છે.

January 2026 RBI Bank Holiday List : જાન્યુઆરી 2206માં અડધા મહિનાથી વધારે દિવસ બેંક રજા રહેવાની છે, આથી તમારા બેંક સંબંધિત કામકાજની પતાવટમાં ઉતાવળ રાખવી પડશે. જાણો જાન્યુઆરીમાં કઇ તારીખે તમારા શહેરમાં બેંક બંધ રહેવાની છે.

author-image
Ajay Saroya
New Update
January 2026 RBI Bank Holiday List | Bank Holiday List January 2026

Bank Holiday In January 2026 : જાન્યુઆરી 2026ની બેંક રજાની યાદી Photograph: (IE Gujarati)

Bank Holiday List in January 2026 : 2026ના પ્રથમ મહિના જાન્યુઆરીમાં ઘણી રજા આવી રહી છે. આ સ્થિતિમાં તારે બેંક સંબંધિત કામકાજની પતાવટમાં ઉતાવળ રાખવી પડશે. જાન્યુઆરી 2026માં મકરસંક્રાતિ, પ્રજાસત્તાક જેવા તહેવારો આવી રહી છે. ઉપરાંત મહિનાના બધા રવિવાર તેમજ બીજા અને ચોથા શનિવારે પણ બેંકમાં રજા રહે છે. આમ જાન્યુઆરી 2026માં 16 દિવસ બેંકમાં રજા રહેવાની છે. નોંધનિય છે કે, રાજ્યવાર બેંક રજામાં ફેરફાર થઇ શકે છે.

Advertisment

જાન્યુઆરી 2026માં બેંક 16 દિવસ બંધ રહેશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલ 2026 ની બેંક રજાઓની યાદી અનુસાર, વિવિધ શહેરોની બેંક શાખાઓ જાન્યુઆરીમાં કુલ 10 દિવસ બંધ રહેશે. વધુમાં, હંમેશની જેમ, બેંકો ચાર રવિવાર અને બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે. આનો અર્થ એ થયો કે બેંકો જાન્યુઆરીમાં કુલ 16 દિવસ બંધ રહેશે.

તેથી, ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ મહત્વપૂર્ણ બેંકિંગ વ્યવહારો કરતા પહેલા તેમના શહેરની રજાઓની યાદી તપાસે. આ સાવધાની તમને બિનજરૂરી ઝંઝટથી બચાવી શકે છે, ખાસ કરીને જ્યારે રોકડ વ્યવહારો, ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ્સ માટે બેંક બ્રાન્ચની મુલાકાત લેવાનો વિચાર હય.

તમારા વિસ્તારમાં બેંકો ક્યારે બંધ રહેશે?

જાન્યુઆરી 2026 માં બેંકો બંધ રહેશે તે તારીખો અને શહેરોની સંપૂર્ણ યાદી ચકાસીને તમે સરળતાથી તમારા બેંકિંગનું અગાઉથી આયોજન કરી શકો છો.

Advertisment

1 જાન્યુઆરી, 2026

નવા વર્ષ/ગાન-નગાઈના અવસર પર આઈઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ઈમ્ફાલ, ઈટાનગર, કોહિમા, કોલકાતા અને શિલોંગમાં બેંકો બંધ રહેશે.

2 જાન્યુઆરી, 2026

નવા વર્ષની ઉજવણી/મન્નમ જયંતિના કારણે આઈઝોલ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

3 જાન્યુઆરી, 2026

હઝરત અલીના જન્મદિવસ નિમિત્તે લખનૌમાં બેંકો બંધ રહેશે.

4 જાન્યુઆરી, 2026

જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.

10 જાન્યુઆરી, 2026

જાન્યુઆરી મહિનાના બીજા શનિવારે બેક રજા રહેશે.

11 જાન્યુઆરી, 2026

જાન્યુઆરી મહિનાના બીજા રવિવારે દેશભરની બેંકમાં રજા રહેશે.

12 જાન્યુઆરી, 2026

સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કલકત્તામાં બેંકો બંધ રહેશે.

14 જાન્યુઆરી, 2026

અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી અને ઇટાનગરમાં મકરસંક્રાંતિ/માઘ બિહુ અવસર પર બેંકો બંધ રહેશે.

15 જાન્યુઆરી, 2026

ઉત્તરાયણ પુણ્યકાલ/પોંગલ/માઘે સંક્રાંતિ/મકરસંક્રાંતિના કારણે બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, હૈદરાબાદ અને વિજયવાડામાં બેંકો બંધ રહેશે.

16 જાન્યુઆરી, 2026

તિરુવલ્લુવર દિવસ નિમિત્તે ચેન્નાઈમાં બેંકો બંધ રહેશે.

17 જાન્યુઆરી, 2026

ઉઝાવર થિરુનલના કારણે ચેન્નાઈમાં બેંકો બંધ રહેશે.

18 જાન્યુઆરી, 2026

જાન્યુઆરી મહિનાના ત્રીજા રવિવારે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.

23 જાન્યુઆરી, 2026

અગરતલા, ભુવનેશ્વર અને કલકત્તામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતી/સરસ્વતી પૂજા (શ્રી પંચમી)/વીર સુરેન્દ્ર સાંઈ જયંતિ/બસંત પંચમીના અવસરે બેંકો બંધ રહેશે.

26 જાન્યુઆરી, 2026

જાન્યુઆરી મહિનાના ચોથો શનિવારે દેશભરની બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે,

25 જાન્યુઆરી, 2026

જાન્યુઆરી મહિનાના અંતિમ રવિવારે દેશની તમામ બેંકોમાં રજા રહેવાની છે.

26 જાન્યુઆરી, 2026

ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરની બેંકોમાં રજા રહેશે.

31 જાન્યુઆરી, 2026

જાન્યુઆરી મહિનાના અંતિમ રવિવારે દેશની તમામ બેંકો બંધ રહેવાની છે.

આરબીઆઇ બેંક બિઝનેસ