Bank Holiday July 2024 | બેન્ક હોલી ડે 2024 : જુલાઈ મહિનામાં 12 દિવસ બેન્કો રહેશે બંધ, જોઈલો ધરમ ધક્કો નહીં પડે

Bank Holiday July 2024 : જુલાઈ 2024 માં કેટલાક રાજ્યોમાં અલગ-અલગ તહેવારો અને બીજો ચોથો શનિવાર સહિત ચાર રવિવારની રજાને લઈ 12 દિવસ બેન્કો બંધ રહેશે, તો 9 દિવસ શેર માર્કેટ બંધ રહેશે.

Written by Kiran Mehta
June 27, 2024 13:59 IST
Bank Holiday July 2024 | બેન્ક હોલી ડે 2024 : જુલાઈ મહિનામાં 12 દિવસ બેન્કો રહેશે બંધ, જોઈલો ધરમ ધક્કો નહીં પડે
જુલાઈ 2024 માં 12 દિવસ બેન્કો બંધ રહેશે (પ્રતિકાત્મક તસવીર - એક્સપ્રેસ)

Bank Holiday July 2024 : જુલાઈ મહિનામાં 12 દિવસ બેન્કો બંધ રહેશે. જો તમારે પણ બેન્કોને લગતા કામ હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. તમને જણાવી દઈએ કે, જુલાઈ મહિનામાં શનિવાર અને રવિવાર સહિત તહેવારોની રજા સહિત 12 દિવસ બેન્કો બંધ રહેશે. રોજ બરોજના બેન્કના કામ સમય સર પતાવી દેજો, તો જોઈએ ક્યારે બેન્કોમાં રજા છે, જેથી ધરમ ધક્કાથી બચી શકાય.

જુલાઈ મહિનામાં રથયાત્રા, મોહરમ સહિતના તહેવારો આવે છે, આ સિવાય બીજો અને ચોથો શનિવાર અને રવિવારની રજાઓની પણ ભરમાર છે. આ 12 રજાઓની વાત કરીએ તો, કેટલાક રાજ્યોમાં તહેવારને લઈ અલગ-અલગ દિવસે રજા હોય છે, તો આપણે બધા રાજ્યોની રજાઓની વાત કરીએ, તો જોઈએ કઈ તારીખે કયા રાજ્યમાં બેન્કોમાં રજા રહેશે.

બેન્ક રજા જુલાઈ 2024 લિસ્ટ

3 જુલાઈ 2024 (બુધવાર) – બેહદીનખલામ, મેઘાલયમાં તહેવાર હોય છે, જેથી આ રાજ્યમાં બેન્કોમાં રજા રહેશે

6 જુલાઈ 2024 (શનિવાર) – પ્રથમ શનિવાર છે પરંતુ, એમએચઆઈપી દિવસ હોવાથી મિઝોરમમાં બેન્કોમાં રજા રહેશે

7 જુલાઈ 2024 (રવિવાર) – રવિવાર હોવાથી પૂરા ભારતમાં બેન્કોમાં રજા રહેશે

8 જુલાઈ 2024 (સોમવાર) – કાંગ – રથયાત્રા હોવાથી મણિપુરમાં આ દિવસે બેન્કોમાં રજા રહેશે, તમને જણાવી દઈએ કે, ગુજરાત સહિત બધા રાજ્યોમાં 7 જુલાઈએ રથયાત્રાની ઉજવણી થશે.

9 જુલાઈ 2024 2024 (મંગળવાર) – દ્રુક્પા ત્શે જી નો તહેવાર હોવાથી સિક્કીમમાં આ દિવસે બેન્કોમાં રજા રહેશે

13 જુલાઈ 2024 (શનિવાર) – બીજો શનિવાર હોવાથી પૂરા ભારતમાં બેન્કોમાં રજા રહેશે

14 જુલાઈ 2024 (રવિવાર) – રવિવારની રજા હોવાથી પૂરા ભારતમાં બેન્કોમાં રજા રહેશે

16 જુલાઈ 2024 (મંગળવાર) – હરેલા નો તહેવાર હોવાથી ઉત્તરાખંડ, દહેરાદૂનમાં બેન્કોમાં રજા રહેશે.

17 જુલાઈ 2024 (બુધવાર) – મોહર્રમ, આશૂરા, યુ તિરોટ સંગ દિવસ હોવાથી અનેક રાજ્યોમાં બેન્કોમાં રજા રહેશે.

21 જુલાઈ 2024 (રવિવાર) – રવિવારની રજા હોવાથી પૂરા ભારતમાં બેન્કોમાં રજા રહેશે

27 જુલાઈ 2024 (શનિવાર) – બીજો શનિવાર હોવાથી પૂરા ભારતમાં બેન્કોમાં રજા રહેશે

28 જુલાઈ 2024 (રવિવાર) – રવિવારની રજા હોવાથી પૂરા ભારતમાં બેન્કોમાં રજા રહેશે

તમને જણાવી દઈએ કે, બેન્કોમાં રજા રહેશે, પરંતુ તમારે કેસ ઉપાડવા કે ભરવા માટેની વ્યવસ્થા, માટેના એટીએમ, સાથે ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ સહિતની સેવા ચાલુ રહેશે.

શેર માર્કેટમાં 9 દિવસ રજા રહેશે

બેન્કોની જેમ જુલાઈ મહિનામાં શેર માર્કેટમાં પણ 9 દિવસ રજા રહેશે, જેમાં ચાર શનિવાર અને ચાર રવિવાર સહિત 17 જુલાઈ 2024ના રોજ મોહર્રમની એક રજા એમ 9 દિવસ શેર માર્કેટમાં રજા રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ