Bank Holiday November 2025 : ઓક્ટોબરમાં ઘણા બધા તહેવારો બાદ હવે નવેમ્બર મહિનામાં પણ ઘણા મહત્વના તહેવારો આવી રહ્યા છે, જે દિવસ બેંક બંધ રહેશે. તમને જણાવી દઈએ કે આગામી મહિના એટલે કે નવેમ્બર 2025માં 2, 3 કે 4 દિવસ નહીં પણ 11 દિવસની બેંક રજા રહેશે. આ રજાઓમાં, જાહેર રજાઓ ઉપરાંત, બીજા-ચોથા શનિવાર અને રવિવારની રજા પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જો તમારે નવેમ્બર મહિનામાં બેંકમાં કોઈ કામ છે, તો પહેલા અહીં બેંક રજાની તારીખ જોઇ લો.
November 2025 Bank Holiday Date : નવેમ્બરમાં બેંક રજા ક્યારે છે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા જાહેર કરવામાં આવેલી બેંક રજાઓની યાદી મુજબ નવેમ્બર મહિનામાં 11 દિવસ બેંક બંધ રહેવાની છે. તેમા 5 દિવસની જાહેર રજાઓ, 4 રવિવાર અને 2 બીજો અને ચોથો શનિવાર સામેલ છે.
Bank Holiday Date In November 2025 : નવેમ્બર 2025 બેંક રજાની યાદી
તારીખ દિવસ રજા / તહેવાર ક્યા રાજ્ય, શહેરમાં બેંક બંધ રહેશે 1 નવેમ્બર 2025 શનિવાર કર્ણાટક રાજ્યોત્સવ/ ઇગાસ બગવાલ બેંગ્લોર, દહેરાદૂન 2 નવેમ્બર 2025 રવિવાર સાપ્તાહિક રજા સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે 5 નવેમ્બર 2025 બુધવાર ગુરુ નાયક જયંતિ/ કાતરક પૂનમ / દેવ દિવાળી આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ભૂવનેશ્વર, ચંડીગઢ, દહેરાદૂન, હૈદરાબાદ, ઇટાનગર, જયપુર, જમ્મુ કાશ્મીર, કાનપુર, કોહિમા, કલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર, દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા 6 નવેમ્બર 2025 ગુરુવાર નોમ્ક્રેમ ડાન્સ શિલોંગ 7 નવેમ્બર 2025 શુક્રવાર વાંગલા ફેસ્ટિવલ શિલોંગ 8 નવેમ્બર 2025 શનિવાર સાપ્તાહિક રજા નવેમ્બર મહિનાનો બીજો શનિવાર, સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે 9 નવેમ્બર 2025 રવિવાર સાપ્તાહિક રજા દેશભરની બેંકોમાં રજા રહેશે 16 નવેમ્બર 2025 રવિવાર સાપ્તાહિક રજા દેશભરની બેંકો બંધ રહેશે 22 નવેમ્બર 2025 શનિવાર સાપ્તાહિક રજા નવેમ્બર મહિનાના ચોથા શનિવારે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે 23 નવેમ્બર 2025 રવિવાર સાપ્તાહિક રજા દેશભરની બેંકોમાં રજા રહેશે 30 નવેમ્બર 2025 રવિવાર સાપ્તાહિક રજા સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે
ઓનલાઈન બેંક સેવા ચાલુ રહેશે
બેંક રજાના દિવસે પર ઓનલાઇન બેંક સેવા ચાલુ રહે છે. તમે બેંક રજા દરમિયાન એટીએમ, ઇન્ટરનેટ બેંકિંગ, યુપીઆઈ અને મોબાઈલ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓનો ઉપયોગ પણ કરી શકો છો, એટલે કે તમે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકશો.
તમને જણાવી દઈએ કે કેટલીક બેંક રજાઓ રાજ્યવાર હોય છે, જ્યારે દેશભરની બેંકો રાષ્ટ્રીય રજાના દિવસે ખુલતી નથી. આરબીઆઈએ રજાઓ ત્રણ કેટેગરીમાં વહેંચી છે. આમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ હોલિડેનો સમાવેશ થાય છે; રજાઓમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ અને રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડેઝનો સમાવેશ થાય છે.





