/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/bank-holidays-august-2025-date.jpg)
Bank Holidays In August 2025 : ઓગસ્ટ 2025માં બેંક 15 દિવસ બંધ રહેવાની છે.
August 2025 Bank Holidays Date : ઓગસ્ટ 2025 મહિનામાં તમારે બેંક સંબંધિત કામકાજ પતાવવામાં ઉતાવળ રાખવી પડશે. ઓગસ્ટ મહિનામાં લગભગ 15 દિવસ બેંકો બંધ રહેવાની છે. ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, 15મી ઓગસ્ટ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા મુખ્ય તહેવારો આવી રહ્યા છે, જે નિમિત્તે બેંકોમાં રજા રહે છે. આમ ઓગસ્ટ 2025માં શનિ રવિ સહિત કુલ 15 દિવસ બેંક બંધ રહેવાની છે. ચાલો જાણીયે ઓગસ્ટ મહિનામાં કઇ તારીખે બેંકમાં રજા રહેશે.
નોંધનિય છે કે, રિઝર્વ બેંકના નિયમ મુજબ પ્રત્યેક મહિનાના તમામ રવિવાર સહિત બીજા અને ચોથા રવિવારે બેંક બંધ રહે છે. આ નિયમ સરકારી બેંક, ખાનગી બેંક અને સહકારી બેંક સહિત તમામ બેંકોને લાગુ પડે છે. અહીં RBI કેલેન્ડર મુજબ ઓગસ્ટ 2025ની બેંક રજાની સંપૂર્ણ યાદી આપી છે.
August 2025 Bank Holidays Date : ઓગસ્ટ મહિનાની બેંક રજાની યાદી
| તારીખ | દિવસ અને તહેવાર |
|---|---|
| 3 ઓગસ્ટ, રવિવાર | મહિનાનો પ્રથમ રવિવાર, બેંકોમાં જાહેર રજા |
| 8 ઓગસ્ટ, શુક્રવાર | Tendong Lho Rum Faat નિમિત્તે ગંગટોકમાં બેંક બંધ રહેશે |
| 9 ઓગસ્ટ, શનિવાર | રક્ષાબંધન નિમિતે દેશભરની બેંકોમાં રજા રહેશે |
| 10 ઓગસ્ટ, રવિવાર | જાહેર રજાનો દિવસ |
| 13 ઓગસ્ટ, બુધવાર | Patriot’s Day નિમિત્તે ઇમ્ફાલની બેંકોમાં રજા રહેશે |
| 15 ઓગસ્ટ, શુક્રવાર | ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરની બેંકોમાં જાહેર રજા |
| 16 ઓગસ્ટ, શનિવાર | જન્માષ્ટમી નિમિતે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે |
| 17 ઓગક્ટ, રવિવાર | જાહેર રજા |
| 19 ઓગસ્ટ, મંગળવાર | અગરતલામાં મહારાજ વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરની જયંતી નિમિત્તે બેંકમાં રજા રહેશે |
| 23 ઓગસ્ટ, શનિવાર | ઓગસ્ટ મહિનો ચોથો શનિવાર, દેશભરમાં બેંકો બંધ રહેશે |
| 24 ઓગસ્ટ, રવિવાર | જાહેર રજા |
| 25 ઓગસ્ટ, સોમવાર | શ્રીમંત શંકર દેવની તિથિ નિમિત્તે ગુવાહાટીમાં બેંકમાં રજા રહેશે |
| 27 ઓગસ્ટ, બુધવાર | ગણેશ ચતુર્થી નિમિત્તે અમદાવાદ, બેંલાપુર, મુંબઇ, નાગપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નઇ, હૈદરાબાદ, પણજી, વિજયવાડામાં બેંક બંધ રહેવાની છે. |
| 28 ઓગસ્ટ, ગુરુવાર | ભુવનેશ્વર અને પણજીમાં બેંકમાં રજા રહેશે |
| 31 ઓગસ્ટ, રવિવાર | બેંકમાં જાહેર રજા |
રજાના દિવસે બેંક સેવાનો આ રીતે લાભ ઉઠાવો
રજાઓ દરમિયાન તમે બેંક શાખાની મુલાકાત લઈ શકતા નથી, પરંતુ ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI અને ATM જેવી સેવાઓ હંમેશા ઉપલબ્ધ છે. પૈસા ટ્રાન્સફર કરવાનું હોય, બિલ ભરવાનું હોય કે બેલેન્સ ચેક કરવાનું હોય – આ સુવિધાઓ સાથે, તમે તમારા મોટાભાગના કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકો છો. યાદ રાખો, UPI સેવાઓ રજાઓના દિવસે પણ કાર્યરત રહે છે, તેથી વ્યવહારોમાં કોઈ સમસ્યા નહીં આવે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us