ફેબ્રુઆરી મહિનામાં દેશની ખાનગી અને સરકારી બેંકો લગભગ 10 દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની યાદી અનુસાર ફેબ્રુઆરી મહિનામાં બેન્કોની રજાઓની જાણકારી આપવામાં આવી છે. બેંકોની આ રજાઓમાં રાજ્યના તહેવારો અને વિકેન્ડનો પણ સમાવેશ થાય છે. નોંધનિય છે કે, દેશમાં રવિવાર ઉપરાંત પ્રત્યેક મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહે છે. આ રજાઓ ભારતની મધ્યસ્થ બેંક RBIના ત્રણ નિયમો – નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અને રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને ક્લોઝિંગ ઓફ એકાઉન્ટ ઓફ બેંક હેઠળ નક્કી કરવામાં આવી છે.
બેંકોની રજાઓની યાદીમાં કેટલીક રજાઓ રાજ્ય અનુસાર હોય છે, એટલે કે કેટલાંક ખાસ કિસ્સાઓાં અમુક રાજ્યોમાં બેંક બંધ રહે છે. ઉપરાંત પ્રત્યેક મહિનાના તમામ રવિવારો તેમજ બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહે છે. જાન્યુઆરી મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહી હતી. વર્ષ 2015માં RBIએ જાહેરાત કરી હતી કે તમામ ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો પ્રત્યેક મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે. મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય અન્ય શનિવારના દિવસે બેન્કો સામાન્ય દિવસોની જેમ સમગ્ર દિવસ દરમિયાન કામકાજ માટે ખુલ્લી રહેશે. દેશની તમામ બેંકોમાં રવિવારના દિવસે રજા હોય છે.
18 ફેબ્રુઆરી 2023 – અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, દેહરાદૂન, હૈદરાબાદ-આંધ્રપ્રદેશ, હૈદરાબાદ-તેલંગાણા, જમ્મુ, કાનપુર, કોચી, લખનૌ, મુંબઈ, નાગપુર, રાયપુરમાં કેટલાક સ્થળોએ મહાશિવરાત્રી બેંકો તરીકે ઓળખાતા તહેવારને કારણે રાંચી, શિમલા, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બંધ રહેશે.
ફેબ્રુઆરીમાં ક્યાં દિવસે બેંકો બંધ રહેશે
- 5 ફેબ્રુઆરી 2023 – રવિવાર
- 11 ફેબ્રુઆરી 2023 – બીજો શનિવાર
- 12 ફેબ્રુઆરી 2023 – રવિવાર
- 15 ફેબ્રુઆરી 2023 – લુઇ-ન્ગાઇ-ની તહેવારને કારણે, દેશના ઉત્તર-પૂર્વીય પ્રદેશ મણિપુર (ઇમ્ફાલ)માં બેંકો બંધ રહેશે.
- 18 ફેબ્રુઆરી 2023 – મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે બેન્કોમાં રજા રહેશે
- 19 ફેબ્રુઆરી 2023 – રવિવાર
- 20 ફેબ્રુઆરી 2023 – મિઝોરમ (આઈઝોલ) માં રાજ્ય સ્થાપના દિવસને કારણે બેંકો બંધ રહેશે.
- 21 ફેબ્રુઆરી 2023 – સિક્કિમ (ગંગટોક)માં બેંકો બંધ રહેશે.
- 25 ફેબ્રુઆરી 2023 – ચોથો શનિવાર
- 26 ફેબ્રુઆરી 2023 – રવિવાર