Bank Holidays: ડિસેમ્બરમાં બેંકો માત્ર 13 દિવસ ચાલુ રહેશે, કેલેન્ડરમાં નોંધ કરી લો કઇ-કઇ તારીખે બેંકોમાં રજા રહેશે

Bank Holidays List In December 2023: વર્ષ 2023ના છેલ્લા મહિના ડિસેમ્બર મહિનામાં બેંકોમાં 18 દિવસ રજા રહેશે. જેમા બેંક કર્મચારીઓ 6 દિવસ હડતાળ રાખશે. ડિસેમ્બરમાં બેંકો કઇ-કઇ તારીખે બંધ રહેશે આજે જ કેલેન્ડરમાં નોંધી લો

Bank Holidays List In December 2023: વર્ષ 2023ના છેલ્લા મહિના ડિસેમ્બર મહિનામાં બેંકોમાં 18 દિવસ રજા રહેશે. જેમા બેંક કર્મચારીઓ 6 દિવસ હડતાળ રાખશે. ડિસેમ્બરમાં બેંકો કઇ-કઇ તારીખે બંધ રહેશે આજે જ કેલેન્ડરમાં નોંધી લો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Bank holidays | Bank holidays List | Bank holidays in December 2023 | RBI Bank holidays List

ડિસેમ્બર 2023ની બેંક હોલી ડેની રજા (Photo - ieGujarati)

Bank Holidays List In December 2023 : ડિસેમ્બર વર્ષ 2023નો છેલ્લો મહિનો છે. ડિસેમ્બર મહિનામાં તમારે તમારા બેંક સંબંધિત કામકાજની પતાવટ માટે ઉતાવળ રાખવી પડશે, કારણ ડિસેમ્બરમાં બેંકો 18 દિવસ બંધ રહેશે. રવિવાર, બીજો અને ચોથો શનિવાર, ક્રિસમસ તેમજ હડતાળના કારણે ડિસેમ્બર મહિના દરમિયાન બેંકોમાં બહુ ઓછા દિવસ કામકાજ થશે. આવી સ્થિતિમાં તમારે બને તેટલા વહેલા બેન્કિંગ કામકાજ પતાવી પડશે, નહીંત્તર મોટી મુશ્કેલી પણ સર્જાઇ શકે છે. તો ચાલો જાણીયે ડિસેમ્બરમાં બેંકો કઇ - કઇ તારીખે બંધ રહેશે.

Advertisment

ડિસેમ્બરમાં બેંકો 18 દિવસ બંધ રહેશે (Banks close 18 days in December 2023)

ડિસેમ્બર મહિનામાં બેંકો 18 દિવસ બંધ રહેશે. બીજા શબ્દોમાં કહીયે તો ડિસેમ્બરમાં બેંકો માત્ર 13 દિવસ જ ખુલશે. રિઝર્વ બેંકની હોલીડે લિસ્ટ અનુસાર ઘણી રજાઓ રાષ્ટ્રીય સ્તરે છે તો અમુક રજાઓ પ્રાદેશિક સ્તરે રહેશે. આ દરમિયાન બેંક કર્મચારીઓની રાષ્ટ્રીય વ્યાપી 6 દિવસના હડતાળના લીધે પણ બેંકોમાં કામકાજ થઇ શકશે નહીં.

ડિસેમ્બરમા કઇ -કઇ તારીખે બેંકો બંધ રહેશે

01 ડિસેમ્બર - અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સ્થાપના દિવસ નિમિત્તે બંને રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
03 ડિસેમ્બર - રવિવાર
04 ડિસેમ્બર - સેંટ ફ્રાંસિસ જેવિયર ફેસ્ટિવલન નિમિત્તે ગોવામાં બેંકો બંધ રહેશે
09 ડિસેમ્બર - ​​મહિનાનો બીજો શનિવાર, દેશભરમાં બેંકો બંધ રહેશે.
10 ડિસેમ્બર - મહિનાનો બીજો રવિવાર
12 ડિસેમ્બર - મેઘાલયમાં સ્થાનિક રજાના કારણે બેંકો બંધ રહેશે.
13 ડિસેમ્બર - ​​સિક્કિમમાં બેંક હોલી ડે.
14 ડિસેમ્બર - સિક્કિમમાં બેંક હોલીડે.
17 ડિસેમ્બર - મહિનાનો ત્રીજો રવિવાર
18 ડિસેમ્બર - મેઘાલયમાં બેંક હોલી ડે.
19 ડિસેમ્બર - ​ગોવા મુક્તિ દિવસ નિમિત્તે રાજ્યમાં બેંકો બંધ રહેશે.
23 ડિસેમ્બર - મહિનાનો ચોથો શનિવાર
24 ડિસેમ્બર - મહિનાનો ચોથો રવિવાર
25 ડિસેમ્બર - નાતાલ, ​​ક્રિસમસ તહેવાર નિમિત્તે દેશભરની બેંકોમાં જાહેર રજા રહેશે.
26 ડિસેમ્બર - ​​મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં નાતાલની ઉજવણી નિમિત્તે બેંકોમાં રજાઓ રહેશે.
27 ડિસેમ્બર - ​​નાગાલેન્ડમાં બેંક હોલી ડે.
30 ડિસેમ્બર - ​​મેઘાલયમાં યોગીયો નગવા નિમિત્તે બેંકો બંધ રહેશે.
31 ડિસેમ્બર - મહિનાનો પાંચમો રવિવાર.

Advertisment

બેંક કર્મચારીઓની 6 દિવસની હડતાળ (Banks 6 Days Strike in December 2023)

ડિસેમ્બરમાં બેંક કર્મચારીઓના યુનિયન દ્વારા પણ છ દિવસની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. જેમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોના કર્મચારીઓ 4થી 11 ડિસેમ્બર દરમિયાન અલગ - અલગ તારીખે હડતાળ રાખી કામકાજથી અળગા રહેશે.

આ પણ વાંચો | કેટલા ક્રેડિટ સ્કોરને શ્રેષ્ઠ ગણાય છે? ઉંચા ક્રેડિટ સ્કોરથી લોન અને વ્યાજદરમાં કેવી રીતે ફાયદો કરાવે છે? જાણો

04 ડિસેમ્બર - ​​સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB)ની હડતાળ
05 ડિસેમ્બર - ​​બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયાની હડતાળ
06 ડિસેમ્બર - ​​કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની હડતાળ
07 ડિસેમ્બર - ​​ઇન્ડિયન બેંક અને યુકો બેંકની હડતાલ
08 ડિસેમ્બર - ​​યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રની હડતાળ
11 ડિસેમ્બર - ​​હડતાળને લીધે તમામ ખાનગી બેંકો બંધ રહેશે.

બેંક આરબીઆઇ બિઝનેસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા