/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Bank-Holidays-List-In-February-2024.jpg)
Bank Holidays February 2024 : ફેબ્રુઆરીમાં બેંકોમાં 11 દિવસ રજા રહેશે. (Photo - ieGujarati
Bank Holidays List In February 2024 : ફેબ્રુઆરી મહિનો આ અઠવાડિયે ગુરુવારથી શરૂ થશે. આગામી મહિનામાં સરસ્વતી પૂજા, બસંત પંચમી, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા અનેક તહેવારો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ફેબ્રુઆરીમાં કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. તેમાં રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.
અમુક રજાઓ ચોક્કસ રાજ્યો માટે હોય છે. આથી જે તે રાજ્યોમાં સ્થાનિક મહત્વને ધ્યાનમાં રાખીને, બેંકો બંધ રહેશે. જો તમે આવતા મહિના માટે બેંક સંબંધિત મહત્વપૂર્ણ કામ મુલતવી રાખ્યું છે, તો બેંક રજાની યાદી એક વખત ધ્યાનથી જોઇ લો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/sbi.jpg)
ફેબ્રુઆરી 2024માં બેંક રજાની યાદી (Bank Holidays Date List In February 2024)
4 ફેબ્રુઆરી : મહિનાનો પ્રથમ રવિવાર
10 ફેબ્રુઆરી : મહિનાનો બીજો શનિવાર અને લોલપ જેમાં ગંગટોક બંધ રહેશે.
11 ફેબ્રુઆરી : મહિનો બીજો રવિવાર
14 ફેબ્રુઆરી : વસંત પંચમી/સરસ્વતી પૂજાને કારણે આ દિવસે અગરતલા, ભુવનેશ્વર, કલકત્તામાં બેંકો બંધ રહેશે.
15 ફેબ્રુઆરી : લુઇ-નગાઇ-નીના અવસર પર આ દિવસે ઇમ્ફાલમાં બેંકો બંધ રહેશે.
18 ફેબ્રુઆરી : મહિનાનો ત્રીજો રવિવાર
19 ફેબ્રુઆરી : છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના કારણે બેલાપુર, મુંબઈ, નાગપુરમાં આ દિવસે બેંકો બંધ રહેશે.
20 ફેબ્રુઆરી : રાજ્ય દિવસના કારણે, આ દિવસે આઇઝોલ અને ઇટાનગરમાં બેંકો બંધ રહેશે.
24 ફેબ્રુઆરી : મહિનાનો બીજો શનિવાર
25 ફેબ્રુઆરી : મહિનાનો રવિવાર
26 ફેબ્રુઆરી : ન્યોકુમ નિમિત્તે ઇટાનગરમાં બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો | ડેબિટ કાર્ડ યુઝર્સને મળે છે ફ્રી ઇન્શ્યોરન્સ કવચ, જાણો કેવી રીતે ક્લેમ કરવો
ઓનલાઇન બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ સર્વિસ ચાલુ રહેશે
ફેબ્રુઆરી મહિનામાં બેંકો 11 દિવસ બંધ રહેશે. જો કે આ દરમિયાન ઓનલાઇન બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ સર્વિસ ચાલુ રહેશે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી તમે તમારા બેંક સંબધિત મહત્વપૂર્ણ કામકાજ ઘરે બેઠા પતાવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us