Bank Holidays In December 2024: ડિસેમ્બરમાં બેંક 16 દિવસ બંધ રહેશે, કેલેન્ડરમાં નોંઘી લો આ તારીખ, નહીંત્તર ધક્કો પડશે

December 2024 Bank Holidays Date List: ડિસેમ્બર 2024 વર્ષનો છેલ્લો મહિનો છે. ડિસેમ્બરમાં 5 રવિવાર અને ક્રિસમસ નાતાલ જેવા તહેવારો આવી રહ્યાં છે. આથી ડિસેમ્બરમાં કુલ 16 દિવસ બેંક બંધ રહેવાની છે.

December 2024 Bank Holidays Date List: ડિસેમ્બર 2024 વર્ષનો છેલ્લો મહિનો છે. ડિસેમ્બરમાં 5 રવિવાર અને ક્રિસમસ નાતાલ જેવા તહેવારો આવી રહ્યાં છે. આથી ડિસેમ્બરમાં કુલ 16 દિવસ બેંક બંધ રહેવાની છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Rule Change In December 2024: એલપીજી સિલિન્ડર, OTP થી ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બર થી આ 5 નિયમ બદલાશે, તમારા ખિસ્સા પર અસર થશે

December 2024 Bank Date List: ડિસેમ્બર 2024માં બેંકમાં 16 દિવસ રજા રહેવાની છે. (Photo: Canva)

December 2024 Bank Holidays Date List: ડિસેમ્બર મહિનો વર્ષ 2024નો છેલ્લો મહિનો છે. નવેમ્બરમાં સંખ્યાબંધ રજાઓ બાદ હવે ડિસેમ્બરમાં પણ ઘણી રજાઓ આવી રહી છે. આ તારીખો દરમિયાન બેંક બંધ રહેશે. ડિસેમ્બર 2024 મહિનામાં બેંક 16 દિવસ બંધ રહેવાની છે. આથ બેંક સંબંધિત કોઇ કામકાજ હોય તો વહેલાસર પતાવી લેજો નહીંત્તર મુશ્કેલી પડી શકે છે. અહીં ડિસેમ્બર મહિનામાં કઇ તારીખે બેંક બંધ રહેશે તેના વિશે જાણકારી આપવામાં આવી છે.

Advertisment

Bank Holidays InDecember 2024 : ડિસેમ્બર 2024 માં બેંકો 16 દિવસ બંધ રહેશે

2024ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં બેંકો 16 દિવસ બંધ રહેવાની છે. જેમા મહિનાના બીજા અને ચોથા શનિવાર અને તમામ રવિવાર તેમજ જાહેર રજાઓ સામેલ છે. ડિસેમ્બરમાં ક્રિસમસ નાતાલ, ગોવા લિબરેશન દિવસ જેવા તહેવારના દિવસે બેંક બંધ રહેવાની છે. તમને જણાવી દઇયે કે, આ વખતે ડિસેમ્બર મહિનો રવિવારથી શરૂ થઇ રહ્યો છે અને 5 રવિવાર આવી રહ્યા છે.

  • 1 ડિસેમ્બર, રવિવાર : ડિસેમ્બર મહિનાના પ્રથમ રવિવારે દેશભરની તમામ બેંકો બંધ રહેશે. વિશ્વ એઇડ્સ દિવસ.
  • 3 ડિસેમ્બર, મંગળવાર : ગોવામાં બેંક બંધ રહેશે. ગોવામાં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર નિમિતે બેંક બંધ રહેશે.
  • 8 ડિસેમ્બર, રવિવાર : ડિસેમ્બર મહિનાના બીજો રવિવારે તમામ બેંકમાં રજા રહેશે.
  • 12 ડિસેમ્બર, ગુરુવાર : પા-ટોગન નેંગમિન્જા સંગમા નિમિતે સિલોંગમાં બેંક બંધ રહેશે.
  • 14 ડિસેમ્બર, શનિવાર : ડિસેમ્બર મહિનાના બીજા શનિવારે દેશભરની તમામ બેંકમાં રજા રહેશે.
  • 15 ડિસેમ્બર, રવિવાર : ડિસેમ્બર મહિનાના ત્રીજો રવિવારે તમામ બેંકમાં રજા રહેશે.
  • 19 ડિસેમ્બર , ગુરુવાર : ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવામાં બેંક બંધ રહેશે.
  • 22 ડિસેમ્બર, રવિવાર : ડિસેમ્બર મહિનાના ચોથા રવિવારે દેશભરની બધી બેંકમાં રજા રહેશે.
  • 24 ડિસેમ્બર, મંગળવાર : Christmas Eve નિમિતે સિલંગો, આઈઝોલ અને કોહિમામાં બેંકો બંધ રહેવાની છે.
  • 25 ડિસેમ્બર, બુધવાર : નાતાલ ક્રિસમલ તહેવાર નિમિત્તે દેશભરની તમામ બેંકમાં રજા રહેશે.
  • 26 ડિસેમ્બર, ગુરુવાર : નાતાલ ક્રિસમલ તહેવારની ઉજવણી નિમિત્તે સિલંગો, આઈઝોલ અને કોહિમામાં બેંકો બંધ રહેશે.
  • 27 ડિસેમ્બર, શુક્રવાર : નાતાલ ક્રિસમલ તહેવારની ઉજવણી નિમિત્તે કોહિમામાં બેંકો બંધ રહેશે.
  • 28 ડિસેમ્બર, શનિવાર : ડિસેમ્બર મહિનાના ચોથા શનિવાર નિમિત્તે દેશભરની તમામ બેંકમાં રજા રહેશે.
  • 29 ડિસેમ્બર, રવિવાર : ડિસેમ્બર મહિનાના પાંચમાં રવિવારે દેશભરની બધી બેંકમાં રજા રહેશે.
  • 30 ડિસેમ્બર, સોમવાર : યુ કિઆંગ નાંગબાહ અવસર પર સિલોંગમાં બેંક બંધ રહેશે.
  • 31 ડિસેમ્બર, મંગળવાર : વર્ષના અંતિમ દિવસની ઉજવણી અને નવ વર્ષની પૂર્વ સંધ્યાએ ગંગટોક અને આઇઝોલમાં બેંક બંધ રહેવાની છે.
Advertisment

ઘરે બેઠાં ઓનલાઇન બેંક કામકાજ પતાવો

બેંકમાં રજા હોવા છતાં બેંક મોબાઇલ એપ્લિકેશન, બેંક વેબસાઇટ કે ઓનલાઇન પેમેન્ટ મારફતે તમે તમે ઘરે બેઠાં તમામ બેંક કામકાજ સરળતાથી પતાવી શકો છો.

બેંક આરબીઆઇ બિઝનેસ