/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Bank-Holidays-List.jpg)
RBIના હોલીડે કેલેન્ડર અનુસાર જાન્યુઆરી 2024માં બેંકોમાં 16 દિવસ જેટલી રજા રહેશે. (Photo - ieGujarati.com)
Bank Holidays List in January 2024: નવા વર્ષ 2024ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં બેંકોમાં અડધા મહિના જેટલી રજાઓ આવશે. જો તમારે બેંક સબંધિત મહત્વપૂર્ણ કામકાજ છે તો વહેલાસર પતાવી લેજો, નહીંત્તર મુશ્કેલ પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના બેંક હોલીડે કેલેન્ડર 2024 અનુસાર જાન્યુઆરી 2024 દરમિયાન બેંકોમાં 16 દિવસ માટે બંધ રહેશે. આ રજાઓ રવિવાક, બીજો અને ચોથો શનિવાર તેમજ અમુક જાહેર રજાઓનો સમાવેશ થાય છે.
જાન્યુઆરી 2024ના તહેવારોની યાદી (January 2024 Festival List Date)
જાન્યુઆરીમાં 2024ના સ્વામી વિવેકાનંદ જયંતિ, ગુરુ ગોવિંદ સિંહ જયંતિ, પ્રજાસત્તાક દિવસ, મકરસંક્રાંતિ, પોંગલ જેવા ઘણા તહેવારો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આખા મહિનાના 50 ટકા દિવસ દરમિયાન બેંકોમાં કામકાજ થઇ શકશે નહીં. જો કે, કેટલીક બેંક રજાઓ રાજ્યો અનુસાર હોય છે. અહીંયા જાન્યુઆરી 2024ની બેંક હોલીડને યાદી આપવામાં આવી છે, જે તમને તમારા બેંક સંબંધિત કામકાજની પતાવટ કરવામાં મદદરૂપ બનશે.
જાન્યુઆરી 2024 બેંક હોલી-ડેની યાદી (Bank Holidays List in January 2024)
1 જાન્યુઆરી 2024 - નવા વર્ષ નિમિત્તે સોમવારે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
11 જાન્યુઆરી 2024 - મિશનરી ડે નિમિત્તે ઉત્તર પૂર્વના રાજ્ય મિઝોરમમાં તમામ બેંકો બંધ રહેશે.
12 જાન્યુઆરી 2024 - સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે પશ્ચિમ બંગાળની તમામ બેંકો બંધ રહેશે.
15 જાન્યુઆરી 2024 - પોંગલ અને તિરુવલ્લુર દિવસના નિમિત્તે તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં તમામ બેંકો બંધ રહેશે.
16 જાન્યુઆરી 2024 - ટુસુ પૂજાના નિમિત્તે પશ્ચિમ બંગાળ અને આસામની તમામ બેંકો બંધ રહેશે.
17 જાન્યુઆરી 2024 - ગુરુ ગોવિંદ સિંહ જયંતિ નિમિત્તે યંડીગઢ, ચેન્નઇ સહિત ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
23 જાન્યુઆરી 2024 - નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
25 જાન્યુઆરી 2024 - રાજ્ય દિવસ, આ દિવસે હિમાચલ પ્રદેશની તમામ બેંકો બંધ રહેશે.
26 જાન્યુઆરી 2024 - ગણતંત્ર દિવસ અને રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
31 જાન્યુઆરી 2024 - મી-ડામ-મી-ફી નિમિત્તે આસામની તમામ બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો | લોનની અરજી વારંવાર રિજેક્ટ થાય છે? આ પગલાં અનુસરો, તમારા ક્રેડિટ સ્કોરની સાથે સાથે લોન મંજૂરી થવાની શક્યતા વધી જશે
શનિવાર અને રવિવારમાં બેંકો 6 દિવસ બંધ રહેશે
7 જાન્યુઆરી 2024 રવિવાર - આ દિવસે સાપ્તાહિક રજા છે, તેથી દેશભરની તમામ ખાનગી અને સરકારી બેંકો રવિવારે બંધ રહેશે.
13 જાન્યુઆરી 2024, બીજો શનિવાર - લોહરી નિમિત્તે પંજાબ અને અન્ય રાજ્યોની બેંકો બંધ રહેશે.
14 જાન્યુઆરી 2024 રવિવાર - આ વખતે મકરસંક્રાંતિ - ઉત્તરાયણનો તહેવાર રવિવારે આવી રહ્યો છે. આથી રવિવારે દેશભરની તમામ ખાનગી અને સરકારી બેંકો બંધ રહેશે.
21 જાન્યુઆરી 2024 રવિવાર - આ દિવસે સાપ્તાહિક રજા છે, તેથી દેશભરની તમામ ખાનગી અને સરકારી બેંકો રવિવારે બંધ રહેશે.
27 જાન્યુઆરી 2024 શનિવાર - જાન્યુઆરી મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
28 જાન્યુઆરી 2024 રવિવાર - આ દિવસે સાપ્તાહિક રજા છે, તેથી દેશભરની તમામ ખાનગી અને સરકારી બેંકો રવિવારે બંધ રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us