July Bank holidays: જુલાઈમાં 13 દિવસ બેંકો બંધ રહેશે, કેલેન્ડરમાં નોંધી લો તારીખ

Bank holidays in July 2025: જુલાઈ મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે. તેમા રવિવાર, બીજા અને ચોથા શનિવાર તેમજ વિવિધ રાજ્યોના તહેવારો અને પ્રાદેશિક તહેવારોની રજાઓનો સમાવેશ થાય છે.

Written by Ajay Saroya
June 30, 2025 12:34 IST
July Bank holidays: જુલાઈમાં 13 દિવસ બેંકો બંધ રહેશે, કેલેન્ડરમાં નોંધી લો તારીખ
Bank holidays in July 2025 : જુલાઇ 2025 મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેવાની છે.

Bank holidays in July 2025: જુલાઇ વર્ષ 2025નો સાતમો મહિનો છે. જો તમે જુલાઈમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છો, તો ઉતાવળ રાખવી પડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જુલાઈ 2025 માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. જુલાઇ મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે – જેમાં રવિવાર, બીજા અને ચોથા શનિવાર તેમજ વિવિધ રાજ્યોના તહેવારો અને પ્રાદેશિક તહેવારો પર રજાઓનો સમાવેશ થાય છે. તેથી, એ મહત્વનું છે કે તમે અગાઉથી તપાસ કરો કે જે દિવસે તમે બેંકની મુલાકાત લેવા જઈ રહ્યા છો તે દિવસે તમારી બેંક બ્રાન્ચ ચાલુ છે કે નહીં.

ડિજિટલ બેંકિંગના યુગમાં, નેટ બેંકિંગ, મોબાઇલ એપ અને UPI જેવી સુવિધાઓની મદદથી મોટાભાગનું કામ ઘરેથી કરી શકાય છે, પરંતુ ઘણી સેવાઓ છે જેના માટે હજુ પણ બેંક બ્રાન્ચની મુલાકાત લેવી પડે છે. જેમ કે: KYC અપડેટ, રોકડ જમા/ઉપાડ, લોકરનો ઉપયોગ, ખોટા વ્યવહારની ફરિયાદ, અથવા ખાતું બંધ કરવું. આવી સ્થિતિમાં, બેંક શાખામાં જતા પહેલા રજાઓની યાદી તપાસવાથી તમારી મુશ્કેલી ઓછી થઈ શકે છે.

જુલાઈ 2025માં બેંક રજાઓ નીચે મુજબ રહેશે

તારીખતહેવાર
3 જુલાઈ (ગુરુવાર)ત્રિપુરામાં ખારચી પૂજા
5 જુલાઈ (શનિવાર)જમ્મુ અને શ્રીનગરમાં ગુરુ હરગોવિંદજીનો જન્મદિવસ
6 જુલાઈ (રવિવાર)દેશભરમાં સાપ્તાહિક રજા
12 જુલાઈ (શનિવાર)બીજો શનિવાર, દેશભરમાં બેંક બંધ રહેશે
13 જુલાઈ (રવિવાર)દેશભરમાં સાપ્તાહિક રજા
14 જુલાઈ (સોમવાર)મેઘાલયમાં બેહ દિનખલામ તહેવાર
16 જુલાઈ (બુધવાર)ઉત્તરાખંડમાં હરેલા તહેવાર
17 જુલાઈ (ગુરુવાર)મેઘાલયમાં યૂ તિરોત સિંહની પુણ્યતિથિ
19 જુલાઈ (શનિવાર)ત્રિપુરામાં કેર પૂજા
20 જુલાઈ (રવિવાર)દેશભરમાં સાપ્તાહિક રજા
26 જુલાઈ (શનિવાર)ચોથો શનિવાર, સમગ્ર દેશમાં બેંક રજા
27 જુલાઈ (રવિવાર)દેશભરમાં સાપ્તાહિક રજા
28 જુલાઈ (સોમવાર)સિક્કિમમાં દ્રુક્પા ત્શે-જી પર્વ

બેંક બંધ હોય ત્યારે શું કરવું?

રજાઓ દરમિયાન તમે બેંક શાખાની મુલાકાત લઈ શકતા નથી, પરંતુ ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI અને ATM જેવી સેવાઓ હંમેશા ઉપલબ્ધ છે. પૈસા ટ્રાન્સફર કરવાનું હોય, બિલ ભરવાનું હોય કે બેલેન્સ ચેક કરવાનું હોય – આ સુવિધાઓ સાથે, તમે તમારા મોટાભાગના કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકો છો. યાદ રાખો, UPI સેવાઓ રજાઓના દિવસે પણ કાર્યરત રહે છે, તેથી વ્યવહારોમાં કોઈ સમસ્યા નહીં આવે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ