Bank Holidays October 2025: ઓક્ટોબરમાં બેંકોમાં મિનિ વેકેશન, આટલા દિવસ બેંક બંધ રહેશે, કેલેન્ડરમાં તારીખ નોંધી લો

Bank Holidays in October 2025 : ઓક્ટોબર 2025માં અલગ અલગ રાજ્યોમાં કુલ 21 દિવસ બેંક બંધ રહેવાની છે. ઓક્ટોબર મહિનામાં દશેરા, દિવાળી, છઠ્ઠ પૂજા, સરદાર વલ્લભભાઇ પટેલ જયંતી જેવા મુખ્ય તહેવારો નિમિત્તે બેંકમાં રજા રહેવાની છે.

Bank Holidays in October 2025 : ઓક્ટોબર 2025માં અલગ અલગ રાજ્યોમાં કુલ 21 દિવસ બેંક બંધ રહેવાની છે. ઓક્ટોબર મહિનામાં દશેરા, દિવાળી, છઠ્ઠ પૂજા, સરદાર વલ્લભભાઇ પટેલ જયંતી જેવા મુખ્ય તહેવારો નિમિત્તે બેંકમાં રજા રહેવાની છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bank holiday In October 2025 | October 2025 bank holiday date | RBI Bank Holidays Calendar 2025 | bank holiday calendar October 2025

Bank Holiday In October 2025 : ઓક્ટોબર 2025માં બેંક રજાની યાદી.

Bank Holidays in October 2025: ઓક્ટોબર મહિનામાં બેંક કામકાજ પતાવવામાં ઉતાવળ રાખવી પડશે. ઓક્ટોબર મહિનામાં જ દશેરા, દિવાળી, ગોવર્ધન પુજા જેવા મુખ્ય તહેવારો આવી રહ્યા છે, આથી આ દરમિયાન બેંકોમાં રજા રહેવાની છે. ઓક્ટોબર મહિનામાં અલગ અલગ રાજ્યોમાં કુલ 21 દિવસ બેંક બંધ રહેવાની છે. RBIના કેલેન્ડર મુજબ 4 રવિવાર અને બીજા - ચોથા શનિવાર સિવાય 15 દિવસ અલગ અલગ શહેરોમાં બેંકોમાં રજા રહેવાની છે.

Advertisment

ઓક્ટોબર મહિનામાં 21 દિવસ બેંક બંધ રહેશે

ઓક્ટોબર મહિનામાં અલગ અલગ રાજ્યોમાં કુલ 21 દિવસ બેંકમાં રજા રહેવાની છે. ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા, દશેરા, દિવાળી, ગાંધી જયંતી, દિવાળી લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા, ભાઇ બીજ, છઠ્ઠ પૂજા, સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી વગેરે છે. આ નિમિત્તે જે તે તારીખે બેંકમાં કામકાજ થશે નહીં.

ઉલ્લેખનિય છે કે, ભારતમાં તમામ રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકમાં રજા રહેશે. જો કે પ્રથમ અને ત્રીજા શનિવારે બેંકમાં કામકાજ થાય છે. અહીં રિઝર્વ બેંકના હોલી ડે કેલેન્ડર મુજબ ઓક્ટોબર મહિનામાં ક્યારે બેંક બંધ રહેશે તેની જાણકારી આપી છે.

તારીખતહેવારક્યા બેંક બંધ રહેશે
1 ઓક્ટોબરમહાનોમ, દુર્ગા પૂજાઆંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, અસમ, ઝારખંડ, સિક્કિમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ
2 ઓક્ટોબરગાંધી જયંતી, દશેરાસમગ્ર દેશમાં બેંક બંધ રહેશે
3 ઓક્ટોબરદુર્ગા પૂજાસિક્કિમ
4 ઓક્ટોબરદુર્ગા પૂજાસિક્કિમ
5 ઓક્ટોબરરવિવારદેશભરની બેંકોમાં રજા રહેશે
6 ઓક્ટોબરમહર્ષિ વાલ્મિકી જયંતી, શરદ પુનમકર્ણાટક, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા
10 ઓક્ટોબરકરવા ચોથહિમાચલ પ્રદેશ
11 ઓક્ટોબરબીજો શનિવારદેશભરની બેંકો બંધ રહેશે
12 ઓક્ટોબરબીજો રવિવારબેંકમાં જાહેર રજા
18 ઓક્ટોબરકાટી બિહુઅસમ
19 ઓક્ટોબરત્રીજો રવિવારબેંકમાં જાહેર રજા
20 ઓક્ટોબરકાળી ચૌદશ, નરક ચતુર્દશીગુજરાત, ત્રિપુરા, કર્ણાટક, મધ્યપ્રદેશ, હરિયાણા, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, અસમ, મણિપુર સહિત દેશના ઘણા રાજ્યોમાં બેંક બંધ રહેશે
21 ઓક્ટોબરદિવાળીમહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ, મણિપુર, જમ્મુ કાશ્મીર
22 ઓક્ટોબરનવા વિક્રમ સંવત આરંભ, ગોવર્ધન પૂજાગુજરાત સહિત દેશભરના મોટાભાગના રાજ્યોમાં બંધ રહેશ રહેશે
23 ઓક્ટોબરચોથો શનિવારદેશભરની બેંકોમાં જાહેર રજા
24 ઓક્ટોબરચોથો રવિવારતમામ બેંકો બંધ રહેશે
28 ઓક્ટોબરછઠ્ઠ પૂજાબિહાર અને ઝારખંડ
31 ઓક્ટોબરસરદાર વલ્લભભાઇ પટેલ જયંતીગુજરાત
Advertisment

ઓનલાઇન બેંક સુવિધા ચાલુ રહેશે

રવિવાર અને તહેવારોના દિવસે બેંક ભલે બંધ રહે પણ ઓનલાઇન બેંક સુવિધા ચાલુ હોય છે. આવી સ્થિતિમાં મોબાઇલ બેંક એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા તમારા બેંક કામકાજ સરળતાથી પતાવી શકાય છે.

બેંક આરબીઆઇ diwali બિઝનેસ