Bank Holidays October 2024: ઓક્ટોબરમાં 15 દિવસ બેંક હોલી ડે, કેલેન્ડરમાં નોંધી લો કઇ કઇ તારીખ બેંક બંધ રહેશે

October 2024 Bank Holidays List: ઓક્ટોબરમાં 15 દિવસ બેંક બંધ રહેવાની છે આથી બેંક સંબંધિત કામકાજ વહેલાસર પતાવી દેજો. જુઓ ઓક્ટોબર મહિનાનું બેંક હોલી ડે કેલેન્ડર

October 2024 Bank Holidays List: ઓક્ટોબરમાં 15 દિવસ બેંક બંધ રહેવાની છે આથી બેંક સંબંધિત કામકાજ વહેલાસર પતાવી દેજો. જુઓ ઓક્ટોબર મહિનાનું બેંક હોલી ડે કેલેન્ડર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bank holidays | bank holidays october 2024 list | bank holidays october 2024 date | october bank holidays 2024 | October 2024 bank holidays list | bank close in october 2024 | rbi bank holiday calendar 2024 | gandhi Jayanti 2024 | dussehra 2024 | navratri 2024

Bank Holidays In October 2024 List: ઓક્ટોબર 2024 બેંક રજાની યાદી.

Bank Holidays In October 2024: ઓક્ટોબર 2024 માં પણ બેંક સંબંધિત કામકાજ પતાવવાની ઉતાવળ રાખવી પડશે. સપ્ટેમ્બરની જેમ ઓક્ટોબર મહિનામાં પણ ગાંધી જયંતી, નવરાત્રી, દશેરા સહિત ઘણા તહેવાર આવી રહ્યા હોવાથી બેંકમાં લગભગ 15 દિવસ રજા રહેશે. તહેવારોની સીઝનમાં બેંક બંધ રહેવાથી તમારું નાણાકીય કામકાજ અટકી શકે છે. ચાલો જાણીયે ઓક્ટોબર 2024માં કઇ કઇ તારીખે બેંક હોલી ડે છે

Advertisment

Banks 15 Day Closed In October 2024 : ઓક્ટોબરમાં 15 દિવસ બેંક બંધ રહેશે

ઓક્ટોબર મહિનાના આરંભ સાથે જ તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે. ઓક્ટોબર મહિનામાં ગાંધી જયંતી, નવરાત્રી, દશેરા, કરવા ચોથ, ધન તેરશ, દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. આરબીઆઈ મુજબ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. આ પ્રમાણે ઓક્ટોબર મહિનામાં બેંકો કુલ 15 દિવસ બંધ રહેવાની છે.

1 ઓકટોબર, મંગળવારજમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી
2 ઓક્ટોબર, બુધવારગાંધી જયંતિ
3 ઓક્ટોબર, ગુરુવારશારદીય નવરાત્રિ અને મહારાજા અગ્રસેન જયંતિ નિમિત્તે જયપુરમાં બેંક બંધ રહેશે
6 ઓક્ટોબર, રવિવારમહિનાનો પ્રથમ રવિવાર, સાપ્તાહિક રજા
10 ઓક્ટોબર, ગુરુવારનવરાત્રીની મહા સપ્તમી નિમિત્તે અગરતલા, ગૌહાટી, કોહિમા, કલકત્તામાં બેંક બંધ રહેશે
11 ઓક્ટોબર, શુક્રવારનવરાત્રીની મહાનવમી નિમિત્ત અગરતલા, બેંગ્લોર, ભૂવનેશ્વર, ચેન્નઇ, ગંગટોક, ગૌહાટી, ઇમ્ફાલ, ઇટાનગર, કોહીમા, કલકત્તા, પટના, રાંચી, શિલોંગમાં બેંક બંધ રહેશે
12 ઓક્ટોબર, શનિવારદશેરાના તહેવાર અને મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશની તમામ બેંકો બંધ રહેશે
13 ઑક્ટોબર, રવિવારમહિનાનો બીજો રવિવાર સાપ્તાહિક રજા
14 ઓક્ટોબર સોમવારદુર્ગા પૂજા (દસૈન) નિમિત્તે ગંગટોકમાં બેંક બંધ રહેશે
16 ઓક્ટોબર બુધવારલક્ષ્મી પૂજા નિમિત્તે અગરતલા અને કોલકાતામાં બેંક બંધ રહેશે
17 ઓક્ટોબર, ગુરુવારવાલ્મીકિ જયંતી નિમિત્તે બેંગ્લોર, ગૌહાટી, શિમલામાં બેંક હોલી ડે
20 ઑક્ટોબર, રવિવારમહિનાનો ત્રીજો રવિવાર સાપ્તાહિક રજા
26 ઓક્ટોબર, શનિવારમહિનાનો ચોથો શનિવાર અને Accession Day નિમિત્તે જમ્મુ કાશ્મિર શ્રીનગરમાં બેંક બંધ રહેશે
27 ઓક્ટોબર, રવિવારમહિનાનો ચોથો રવિવાર સાપ્તાહિક રજા
31 ઓક્ટોબર, ગુરુવારકાળી ચૌદશ, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે બેંક બંધ રહેશે
Advertisment

ઘરે બેઠાં મોબાઇલ વડે બેંક કામકાજ પતાવો

બેંકમાં ભલે રજા હોય પરંતુ તમે ઘરે બેઠાં તમારા મોબાઇલ કે લેપટોપ વડે બેંક સંબંધિત કામકાજ સરળતાથી પતાવી શકો છો. ટેકનોલોજીના યુગમાં બેંક ઓપ્લિકેશન, યુપીઆઈ સહિત અન્ય ડિજિટલ એપ વડે તમે તમારા બેંકના કામકાજ પતાવી શકો છો. એટીએમ વડે રોકડ પૈસા ઉપાડી શકાય છે.

બેંક આરબીઆઇ બિઝનેસ