/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Bank-Holidays-in-September-2024.jpg)
Bank Holidays in September 2024: સપ્ટેમ્બર 2024માં 15 દિવસ બેંક બંધ રહેશે. (Photo: Freepik)
September Bank Holidays Calender 2024: સપ્ટેમ્બર 2024 પણ રવિવારથી શરૂ થઇ રહ્યો છે. ઓગસ્ટ જેમ સપ્ટમ્બરમાં ઘણા દિવસો એવા છે જ્યારે બેંક બંધ રહેશે. સપ્ટેમ્બરમાં બેંક 15 દિવસ બંધ રહેશે. રવિવારથી શરૂ થઇ રહેલા સપ્ટેમ્બર મહિનામાં સાપ્તાહિર રજા સહિત ઘણી રજા આવી રહી છે. સપ્ટેમ્બરમાં ગણેશ ચતુર્થ અને આનંદ ચૌદસ, મિલાદ ઉન નબી જેવા ઘણા તહેવારો છે. જે નિમિત્તે બેંક બંધ રહેશે. આરબીઆઈ દ્વારા બેંક હોલિડે કેલેન્ડર 2024 જારી કરવામાં આવ્યું છે. જુઓ સપ્ટેમ્બરમાં કઇ તારીખ ક્યા બેંક બંધ રહેશે.
સપ્ટેમ્બર 2024 - બેંક 15 દિવસ બંધ રહેશે (Bank Holidays in September 2024)
આરબીઆઈના હોલિડે કેલેન્ડર 2024 અનુસાર સપ્ટેમ્બર મહિનામાં બેંકો 15 દિવસ બંધ રહેશે, જેમાં તમામ રવિવાર તેમજ બીજો અને ચોથો શનિવાર સામેલ છે. સપ્ટેમ્બરમાં ગણેશ ચતુર્થી અને મિલાદ ઉન નબી જેવા તહેવારો આવી રહ્યા છે. ઘણી વખત અમુક રાજ્ય અને શહેર પુરતી બેંકમાં રજા રહેશે. જુઓ સપ્ટેમ્બર 2024માં કઇ તારીખ અને ક્યા બંધ રહેશે
1 સપ્ટેમ્બર : સપ્ટેમ્બર મહિનાના પ્રથમ રવિવાર પર દેશભરની તમામ બેંક બંધ રહેશે
4 સપ્ટેમ્બર : તિરુભવ તિથિ ઓફ શ્રીમંતા શંકરદેવા નિમિત્તે ગુવાહાટીમાં બેંક બંધ રહેશે
7 સપ્ટેમ્બર : ગણેશ ચુતર્થી તહેવાર નિમિત્તે મુંબઇ, નાગપુર, અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, હૈદારબાદ, પણજીમાં બેંકમાં રજા રહેશે
8 સપ્ટેમ્બર : સપ્ટેમ્બર મહિનાના બીજા રવિવાર પર સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે
14 સપ્ટેમ્બર : સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે દેશભરમાં બેંક બંધ રહેશે
15 સપ્ટેમ્બર : સપ્ટેમ્બર મહિનાના ત્રીજા રવિવાર પર ભારતમાં બેંક બંધ રહેશે
16 સપ્ટેમ્બર : 16 સપ્ટેમ્બર પર મિલાદ ઉન નબી / ઇદ એ મિલાદ / બારાવફાત છે. આ તારીખે અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, એઝવાલ, ચેન્નઇ, દેહરાદુન, હૈદારબાદ, ઇમ્ફાલ, જમ્મુ, કોચી, કાનપુર, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રાંચી, શ્રીનગર, તિરુવંતનપુરમ્માં બેંક હોલિડે છે.
17 સપ્ટેમ્બર : ઇદ એ મિલાદ નિમિત્તે ગંગટોક અને રાયપુરમાં બેંક બંધ રહેશે
18 સપ્ટેમ્બર : પંગ લહબસોલ નિમિત્તે ગંગટોકમાં બેંકમાં રજા રહેશે.
20 સપ્ટેમ્બર : ઇદ એ મિલાદ ઉલ નબી નિમિત્તે જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
21 સપ્ટેમ્બર : નારાયણ ગુરુ સમાધી દિવસ નિમિત્તે કોચી અને તિરુવનંતરપુરમમાં બેંકમાં રજા રહેશે
22 સપ્ટેમ્બર : રવિવારે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે
23 સપ્ટેમ્બર : મહારાજા હરિસિંહ જી જન્મજયંતિ નિમિત્તે જમ્મુ કાશ્મીરમાં બેંક બંધ રહેશે
28 સપ્ટેમ્બર : સપ્ટેમ્બર મહિનાના ચોથા શનિવાર નિમિત્તે બેંકમાં રજા રહેશે
29 સપ્ટેમ્બર : સપ્ટેમ્બર મહિનાનો પાંચમો રવિવાર બેંક બંધ રહેશે
આ પણ વાંચો | UPI યુઝર્સ સાવધાન, નહીંત્તર બેંક ખાતું ખાલી થઇ જશે, જાણો UPI ઓટોપે સ્કેમથી કેવી રીતે બચવું
ઓનલાઇન પેમેન્ટ અને બેંક એપથી નાણાકીય વ્યવહાર પતાવો
બેંકમાં રજા હોય તો ઘરે બેઠા સરળતાથી તમારા મોબાઇલ કે લેપટોપ વડે બેન્કિંગ કામકાજની પતાવટ કરી શકાય છે. હાલ મોટાભાગની બેંકોની સત્તાવાર બેંક એપ્લિકેશન, યુપીઆઈ અને ઓનલાઇન પેમેન્ટ એપ્લિકેશન છે જેના વડે તમે સરળતાથી બેન્ક કામકાજ પતાવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us