/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/RBI-Bank-Merger.jpg)
RBI Bank Merger : આરબીઆઈ એ બેંક મર્જર ને મંજૂરી આપી છે. (Photo: Freepik)
RBI Bank Merger News : આરબીઆઈ એ 4 બેંકોના મર્જરને મંજૂરી આપી છે. સૌથી ખાસ વાત એ છે કે, મર્જર થનાર ચારેય બેંક ગુજરાતની સહકારી બેંકો છે. આ બેંક મર્જરની મંજૂરી અલગ અલગ નોટિફિકેશન દ્વારા આપી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ (Banking Regulation Act) 1949ની જોગવાઇ હેઠળ બેંક મર્જરને મંજૂરી આપવામા આવી છે. આ બેંક મર્જર 15 ડિસેમ્બર 2025થી લાગુ થયું છે.
ગુજરાતની બે સહકારી બેંકોના મર્જરને મંજૂરી
RBI એ આમોદ સ્થિત ધ આમોદ નાગરિક કો ઓપરેટિવ બેંક લિમિટેડ (The Amod Nagric Co-operative Bank) નું મર્જર ધ ભુજ મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ અમદાવાદમાં (The Bhuj Mercantile Co-operative Bank) થશે. આ બેંક મર્જર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 44A ની પેટાકલમ 4ના નિયમ 56 હેઠળ આપવામાં આવી છે. આ બેંક મર્જર યોજના લાગુ થયા બાદ હવે આમોદ નાગરિક કો ઓપરેટિવ બેંકની તમામ બેંક બ્રાન્ચ 15 ડિસેમ્બર 2025 થી ધ ભુજ મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેંકની બ્રાન્ચ તરીકે કામગીરી કરશે.
અમદાવાદની બે સહકારી બેંકો મર્જર થઇ
RBI એ એક અલગ આદેશમાં અમદાવાદ સ્થિત અમરનાથ કો ઓપરેટિવ બેંક (Amarnath Co-operative Bank) લિમિટેડ નું ધ કાલુપુર કોર્મર્શિયલ કો ઓપરેટિવ બેંક (Kalupur Commercial Co-operative Bank) લિમિટેડ અમદાવાદમાં સ્વૈચ્છિક મર્જર યોજનાને મંજૂરી આપી છે. આ બેંક મર્જર મજૂરી પણ બેંકિંગ રેગ્યુલેશન એક્ટની ઉપરોક્ત જોગવાઇઓ હેઠળ આપવામાં આવી છે. આ બેંક મર્જર યોજના 15 ડિસેમ્બર 2025થી અમલમાં આવી છે. આ બેંક મર્જર લાગુ થતા અમરનાથ કો ઓપરેટિવ બેંકની તમામ બ્રાન્ચો હવે ધ કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક બ્રાન્ચ તરીકે કામગીરી કરશે.
રિઝર્વ બેંક તરફથી જારી નોટિફિકેશન અમુસાર, આ ચારેય બેંક મર્જર સ્વૈચ્છિક છે અને સંબંધિત બેંકોની સહમતિથી કરવામાં આવ્યા છે. આ નિર્ણય સાતે ગુજરાતના સહકારી બેંકિગ ક્ષેત્રમાં માળખાગત ફેરફાર જોવા મળશે. 15 ડિસેમ્બર 2025થી આ બેંકોની તમામ બ્રાન્ચોએ નવી વ્યવસ્થા હેઠળ કામગીરી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો | હોમ લોન સસ્તી થઇ, સૌથી મોટી સરકારી બેંકે વ્યાજદર ઘટાડ્યા, ઘર ખરીદવાની સુર્વણ તક
બેંક મર્જર થી થાપણદારોને શું અસર થશે?
બેંક મર્જર થી થાપણદારોએ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, આ વિલયનો બેંકો કસ્ટમર પર કોઇ અસર થશે નહીં. તેમને પહેલાની જેમ જ બેંક સેવા મળતી રહેશે. માત્ર મર્જર થયેલી બેંકોનું નામ બદલાશે. આથી થાપણદારોએ તેમના ખાતામાં જમા થાપણની ચિંતા કરવાની જરૂર નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us