Bank Strike: 12 ફેબ્રુઆરી દેશભરમાં બેંક હડતાળ; SBI, IDBI સહિત ઘણી બેંકોમાં કામકાજ નહીં થાય

Bank Strike On 12 February, 2026 : બેંક સંગઠનો દ્વારા 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી બેંક હડતાળનું એલાન કર્યું છે. જો કે RBI તરફથી આ તારીખે કોઇ સત્તાવાર રજા જાહેર કરાઇ નથી પરંતુ બેંક કર્મચારીઓ હડતાળ પર હોવાથી બેંક બ્રાન્ચમાં રોકડ ઉપાડ જમા અને ચેક ક્લિયરિંગમાં વિલંબ થઇ શકે છે.

Bank Strike On 12 February, 2026 : બેંક સંગઠનો દ્વારા 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી બેંક હડતાળનું એલાન કર્યું છે. જો કે RBI તરફથી આ તારીખે કોઇ સત્તાવાર રજા જાહેર કરાઇ નથી પરંતુ બેંક કર્મચારીઓ હડતાળ પર હોવાથી બેંક બ્રાન્ચમાં રોકડ ઉપાડ જમા અને ચેક ક્લિયરિંગમાં વિલંબ થઇ શકે છે.

author-image
Ajay Saroya
New Update
Strike | Bank Strike

Bank Strike : બેંક હડતાળ, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)

Bank Strike On 12 February, 2026 : દેશમાં 12 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ બેંક હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. બેંક હડતાળના પગલે એસબીઆઈ, આઈડીબીઆઈ સહિત દેશની ઘણી અગ્રણી બેંકોમાં કામકાજ બંધ રહી શકે છે અને બેંક કામકાજ પ્રભાવિત થશે. રોઇટર્સ અને અન્ય સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ SBI અને IDBI જેવી અગ્રણી બેંકોને બેંક યુનિયનો તરફથી બેંક હડતાળની નોટિસ મળી છે.

Advertisment

જો કે RBI તરફથી આ તારીખે કોઇ સત્તાવાર રજા જાહેર કરાઇ નથી અને બેંક બ્રાન્ચ ખુલી રહેશે. પરંતુ બેંક કર્મચારીઓ હડતાળ પર હોવાથી બેંક બ્રાન્ચમાં રોકડ ઉપાડ જમા અને ચેક ક્લિયરિંગમાં વિલંબ થઇ શકે છે.

12 ફેબ્રુઆરીની દેશવ્યાપી બેંક હડતાળમાં ઓળ ઈન્ડિયા બેંક એમ્પ્લોયઝ એસોસિએશન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા જેવા મોટા બેંક કર્મચારી સંગઠનોએ તેમના સભ્યોને હડતાળમાં ભાગ લેવા અપિલ કરી છે. 

બેંક હડતાળ કેમ?

આ દેશવ્યાપી બેંક હડતાળ પાછળનું સૌથી મોટું કારણ કેન્દ્ર સરકારના ચાર નવા લેબર કોડ છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયઝ એસોસિએશન (AIBEA) અને અન્ય અગ્રણી સંગઠનોની દલીલ છે કે, આ નવો શ્રમ કાયદો 29 જુના શ્રમ કાયદાનું સ્થાન લેશે, જેમા શ્રમિક અને કર્મચારીઓના મૌલિક અધિકારો નબળાં વડે છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે, આ લેબર કોડ લાગુ થવાથી ટ્રેડ યુનિયનોનું રજિસ્ટ્રેશન મુશ્કેલ બનશે અને કંપની મેનેજમેન્ટને કર્મચારીઓ સાથે મનમાની કરવાની છુટ મળી જશે.

Advertisment

5 ડે વર્ક વીક સાથે વર્ક લાઇફ બેલેન્સની માંગ

માત્ર લેબર કોડ જ નહીં, પરંતુ બેંક કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી 5 ડે વર્ક વીક (શનિવાર રજા) ની માંગણી કરી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે, વધતા માનસિક તણાવ અને કામના દબાણ વચ્ચે સુસંગત વર્ક લાઇફ બેલેન્સ માટે સપ્તાહમાં બે દિવસ રજા હોવી જરૂરી છે. ઉપરાંત વેતન વિસંગતતા અને ખાલી જગ્યા પર નવી ભરતી જેવા મુદ્દાઓએ પણ હડતાળમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

હડતાળથી બેંક કામકાજ અને ગ્રાહકો પર શું અસર થશે?

બેંત ઓફ બરોડા એ સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં સ્પષ્ટ કર્યું છે કે, કામકાજને સુવ્યવસ્થિત સંચાલિત કરવાની કોશિશ કરશે, પરંતુ હડતાળના કારણે ચેક ક્લિયરિંગ, કેશ ડિપોઝિટ અને અન્ય બેંકિંગ કામકાજમાં વિલંબ થઇ શકે છે. 

હડતાળ દરમિયાન કઇ બેંક સેવા ચાલુ રહેશે?

હડતાળ દરમિયા પણ બેંકોની ઓનલાઇન સેવા અવરોધ વગર સંચાલિત થશે. એટલે કે ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર, યુપીઆઈ સર્વિસ, નેટ બેન્કિંગ જેવી ડિજિટલ બેંક સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આરબીઆઇ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક બિઝનેસ