જો તમે બેંક સંબંધિત તમારા કામકાજ આગામી જૂન મહિનામાં કરવાનું નક્કી કર્યુ છે, તો સાવધાન થઈ જાવ કારણ કે આ વર્ષે જૂન મહિનામાં દેશભરની તમામ સરકારી અને ખાનગી બેંકોમાં કામકાજ 10 કરતા વધુ દિવસ માટે અટકી જવાના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની બેંક હોલીડેની યાદી અનુસાર, વર્ષ 2023ના જૂન મહિનામાં બેંકો કુલ 12 દિવસ દરમિયાન બંધ રહેશે. બેંક રજાની આ યાદીમાં દર મહિનાના તમામ રવિવાર સહિત બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે.
દેશભરના જુદા જુદા રાજ્યો માટે બેંકોમાં રજાના દિવસોની સંખ્યા અલગ અલગ પણ હોઈ શકે છે. બેંક હોલીડની યાદી અનુસાર, પ્રાદેશિક તહેવારોના કિસ્સામાં, તે દિવસે માત્ર સંબંધિત રાજ્યમાં બેંકિંગ કામગીરી થઇ શકશે નહીં. જો કે ઓનલાઈન બેંકિંગ સેર્વિસ, એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા લોકો માટે રજાઓના દિવસો તેમજ કામકાજના દિવસોમાં ઉપલબ્ધ રહેશે.
જૂન મહિનામાં રવિવાર તેમજ બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે
- 4 જૂન, 2023 – રવિવારની સાપ્તાહિક રજા
- 10 જૂન, 2023 – મહિનાના બીજા શનિવારે રજા
- 11 જૂન, 2023 – રવિવારની સાપ્તાહિક રજા
- 18 જૂન, 2023 – રવિવારની સાપ્તાહિક રજા
- 24 જૂન, 2023 – મહિનાના ચોથા શનિવારે રજા
- 25 જૂન, 2023 – રવિવારની સાપ્તાહિક રજા
જૂન મહિનામાં તહેવારો નિમિત્તે બેંકોમાં રજાની યાદી
- 15 જૂન, 2023 – ગુરુવાર : વીરવાર, રાજા સંક્રાંતિના દિવસે ઓડિશા અને મિઝોરમમાં બેંકો બંધ રહેશે.
- 20 જૂન, 2023- મંગળવાર : જગન્નાથ રથયાત્રા,આ તહેવારના દિવસે ઓડિશા અને મણિપુરમાં બેંકો બંધ રહેશે.
- 26 જૂન, 2023- સોમવાર : ત્રિપુરામાં ખાર્ચી પૂજાના દિવસે બેંકો બંધ રહેશે.
- 28 જૂન, 2023- બુધવાર : જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને કેરળમાં ઈદ-ઉલ-અઝહાના દિવસે બેંકો બંધ રહેશે.
- 29 જૂન, 2023- ગુરુવાર : ઈદ-ઉલ-અઝહાના દિવસે દેશભરની તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે.
- 30 જૂન 2023- શુક્રવાર : મિઝોરમ અને ઓડિશામાં રીમા-ઈદ-ઉલ-અઝહાના દિવસે બેંકો બંધ રહેશે.