Best Smartphones Under 10000 In India : સ્માર્ટફોન હાલ એક જીવન જરૂરી ચીજ બની ગઇ છે. સ્માર્ટફોન વડે ઘરે બેઠાં ઘણા બધા કામકાજ થઇ જાય છે. ભારતમાં વિવિધ કંપનીઓના સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેમા અમુક ઓછી કિંમતના અને કેટલાક મોંઘા હોય છે. ભારતમાં 10000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનની ભારે માંગ છે. અને આ જ કારણ છે કે સ્માર્ટફોન કંપનીઓ સતત આ ભાવ સેગમેન્ટમાં નવા મોબાઇલ ફોન લોન્ચ કરે છે.
સૌથી મહત્વની વાત એ છે કે હવે 10000 રૂપિયાથી ઓછી કિંમતે પણ ગ્રાહકોને લાંબી બેટરી લાઇફ, શાનદાર પર્ફોર્મન્સ, મોટી ડિસ્પ્લે અને પાવરફુલ કેમેરા જેવા ફીચર્સ મળે છે. પોકો, રેડમી, લાવા, ઇન્ફિનિક્સ અને સેમસંગ જેવી બ્રાન્ડ્સ ઘણા સ્માર્ટફોન આ પ્રાઇસ સેગમેન્ટમાં વેલ્યુ ફોકસ્ડ હાર્ડવેર સાથે આકર્ષક ભાવે ઓફર કરી રહી છે.
જો તમે પણ 10000 થી ઓછા ભાવે 5G ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બજારમાં ઘણા વિકલ્પો છે. આજે અમે તમને સેમસંગ ગેલેક્સી એમ 06 5 જી, પોકો એમ 7 5 જી, રેડમી એ 4 5 જી અને લાવા બોલ્ડ એન 1 5 જી જેવા ટોપ 4 સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે તે બધા 5G કનેક્ટિવિટી સાથે આવે છે અને તેની કિંમત 10000 રૂપિયાથી પણ ઓછી છે. આ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.
10000 રૂપિયાથી ઓછી કિંમતના બેસ્ટ 5જી સ્માર્ટફોન
Poco M7 5G Price : પોકો એમ7 5જી
પોકો એમ7 5જી સ્માર્ટફોનમાં 6.88-ઇંચની એચડી + (720 x 1,640 પિક્સેલ) ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે 240Hz ટચ સેમ્પલિંગ અને 600 nits સુધીની બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. સ્ક્રીન લો બ્લુ લાઇટ માટે, ફ્લિકર ફ્રી પર્ફોર્મન્સ માટે TÜV Rheinland સર્ટિફિકેશન સપોર્ટ કરે છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 14 બેઝ્ડ HyperOS છે. સ્માર્ટફોનમાં Snapdragon 4 Gen 2 ચિપસેટ છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
ફોટોગ્રાફી માટે, પોકો એમ7 5જી ફોનમાં 50 મેગાપિક્સલનું સોની IMX852 પ્રાયમરી અને એક વધારાનો રિયર સેન્સર છે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટને પાવર આપવા માટે, એક મોટી 5160 એમએએચની બેટરી આપવામાં આવી છે જે 18W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં 5 જી, ડ્યુઅલ 4 જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફીચર્સ છે. ફોનની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે, IP52 રેટિંગ. આ ડિવાઇસનું માપ 171.88×77.8×8.22 mm છે અને તેનું વજન 205.39 ગ્રામ છે.
Poco M7 5G Price : પોકો એમ7 5જી કિંમત
પોકો એમ7 5જી ફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. આ પોકો સ્માર્ટફોન મિન્ટ ગ્રીન, ઓશન બ્લુ અને સાટિન બ્લેક શેડ્સ કલરમાં ઉપલબ્ધ છે.
Samsung Galaxy M06 5G : સેમસંગ ગેલેક્સી એમ06 5જી
સેમસંગ ગેલેક્સી એમ06 5જી સ્માર્ટફોનમાં 6.7-ઇંચની HD+ (720×1,600 પિક્સેલ) ડિસ્પ્લે અને મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ OneUI સાથે આવે છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો વાઇડ એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી એમ06 5જી ફોનની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. સરળ ફાઇલ ટ્રાન્સફર માટે ફોનમાં ક્વિક શેર છે. આ સિવાય સેમસંગ વોલેટ ગેલેક્સી એમ 16 5 જીમાં ટેપ એન્ડ પે સપોર્ટ સાથે પણ હાજર છે. આ ફોનને પાવર આપવા માટે 5000 એમએએચની મોટી બેટરી આપવામાં આવી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનની જાડાઈ 8 મીમી છે.
Samsung Galaxy M06 5G Price : સોમસુંગ ગેલેક્સી એમ06 5જી કિંમત
સેમસંગ ગેલેક્સી એમ06 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,499 રૂપિયા છે. ફોનને બ્લેઝિક બ્લેક અને સેજ ગ્રીન કલરમાં ખરીદી છે.
Redmi A4 5G : રેડમી એ4 5જી
રેડમી એ4 5જી સ્માર્ટફોનમાં 6.88-ઇંચની HD+ (720×1640 પિક્સેલ્સ) LCD ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 4 એનએમ સ્નેપડ્રેગન 4s Gen 2 પ્રોસેસર, 4 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ HyperOS સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી અને સેકન્ડરી સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર પણ આપવામાં આવ્યો છે.
રેડમીના આ બજેટ ફોનમાં 5160mAh બેટરી છે, જે 18W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.0, જીપીએસ, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર તેમજ વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP52 રેટિંગ ધરાવે છે. આ ડિવાઇસનું માપ 171.88×77.80×8.22 એમએમ છે અને તેનું વજન 212.35 ગ્રામ છે.
Redmi A4 5G Price : રેડમી એ4 5જી કિંમત
રેડમી એ4 5જી મોબાઇલના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા છે. તો 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,499 રૂપિયા છે. 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળો આ ફોન 9,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનને સ્પાર્કલ પર્પલ અને સ્ટારી બ્લેક કલરમાં ખરીદી શકાય છે.
Lava Bold N1 5G : લાવા બોલ્ડ એન1 5જી
લાવા બોલ્ડ એન1 સ્માર્ટફોનમાં 6.75-ઇંચની એચડી + એલસીડી સ્ક્રીન છે જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનમાં Unisoc T765 ચિપસેટ, 4જી જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને 5 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર આપવામાં આવ્યો છે. હેન્ડસેટને પાવર આપવા માટે, એક મોટી 5000mAh બેટરી આપવામાં આવી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ 4.2, ઓટીજી, યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી જેવા ફીચર્સ છે. ફોન IP54 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે.
Lava Bold N1 5G Price in India : ભારતમાં લાવા બોલ્ડ એન1 5જી ભાવ
લાવા બોલ્ડ એન1 5જી સ્માર્ટફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 7,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તો 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7,999 રૂપિયા છે. આ ફોન શેમ્પેઇન ગોલ્ડ અને રોયલ બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે.





