Best EV Scooters in India: ઓલા થી એથર સુધી ભારતના બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર, પાવરફુલ બેટરી અને આકર્ષક કિંમત

Best Electric Scooters in India: ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર લોકપ્રિય થઇ રહ્યા છે. અહીં ભારતમાં ઉપલબ્ધ ઓલા થી લઇ એથર સુધીના ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જાણકારી આપવામાં આવી છે.

Best Electric Scooters in India: ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર લોકપ્રિય થઇ રહ્યા છે. અહીં ભારતમાં ઉપલબ્ધ ઓલા થી લઇ એથર સુધીના ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જાણકારી આપવામાં આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ather 450 Apex | ola s1 pro |tvs iQube | Best EV Scooters in India | Best Electric Scooters in India | Top Electric Scooters In India

Best Electric Scooters in India: એથર 450 એપેક્સ, ઓલા એસ1 પ્રો અને ટીવીએસ આઇક્યૂબ ભારતના લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર છે. (Photo: Social Media)

Popular electric scooters in India: ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં ધીમે ધીમે લોકપ્રિય થઇ છે. ઘણી ઓટો કંપનીઓએ ભારતમાં બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. આ ઇવી સ્કૂટરમાં પાવરફુલ બેટરી, ફાસ્ટ ચાર્જિંગ, એડવાન્સ ટેકનોલોજી અને શાનદાર સેફ્ટી ફીચર્સ સાથે આવે છે, જે મુસાફરીને વધુ સરળ અને આરામદાયક બનાવે છે. અહીં ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જાણકારી આપવામાં આવી છે. જે તમને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવામાં મદદરૂપ થશે.

Advertisment

એથર 450S એપેક્સ (Ather 450 Apex Price)

એથર 450 એપેક્સ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જેમા 6.4 કિલો વોટની પાવરફુલ બેટરી આવે છે. તેમા બે અલગ અલગ બેટરી વિકલ્પ સાથે રેન્જ પણ અલગ અલગ મળશે. જેમાં મોટી બેટરીમાં 150 કિમી અને નાની બેટરીમાં 111 કિમી રેન્જ મલશે. આ બેટરી 5 કલાક 45 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે. એથર 450એક્સમાં 7 ઇંચની ટચ સ્ક્રીન ઇન્સ્ટુમેન્ટ કલેક્ટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી એવા એડવાન્સ ફીચર્સ આવે છે. એથ 450 એપેક્સની કિંમત 1.96 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ઓલા એસ1 પ્રો (Ola S1 Pro Price)

ઓલા એસ1 પ્રો હાલ ભારતમાં સૌથી વધુ રેન્જ ધરાવતું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. કંપનીએ આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં 195km અને 120kmph ટોપ સ્પીડનો દાવો કર્યો છે. Ola S1 Pro ની એક્સ શોરૂમ કિંમત 1.52 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં TFT ડેશ, મ્યુઝિક માટે સ્પીકર્સ, નેવિગેશન અને અન્ય ઘણા ફીચર્સ આવે છે.

ટીવીએસ આઈક્યુબ (TVS iQube Price)

ટીવીએસ આઈક્યુબ ભારતના પાવરફુલ ઇલેક્ટ્રિક સ્કૂટર માં સામેલ છે. ટીવીસ મોટર્સ કંપનીએ તાજેતરમાં નવી ડિઝાઇન અને લૂક સાથે ટીવીએસ આઈક્યુબના સેલિબ્રેશન વેરિયન્ટ લોન્ચ કર્યા હતા. ટીવીએસ આઇક્યુબ માત્ર 4.2 સેકન્ડમાં 0 થી 40 કિમીની સ્પીડ પકડી લે છે. આ બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક સ્કૂટર 150 કિમી રેન્જ આપે છે.

Advertisment

આ પણ વાંચો | ઓલા ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ, કિંમત, સ્પીડ સહિત તમામ વિગત જાણો

ટીવીએસ આઈક્યુબ મોડલના 5 મોડલ - 2.2kWh, 3.4 kWh,iQube S 3.4 kWh, iQube ST 3.4 kWh અને iQube ST 5.1 kWh ઉપલબ્ધ છે. ટીવીએસ આઈક્યુબના એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક સ્કૂટરની ઓન રોડ પ્રાઇસ 1.03 લાખ રૂપિયાથી શરૂઆત છે અને ટોપ મોડલની કિંમત 1.98 લાખ રૂપિયા છે.

electric vehicles Auto news બિઝનેસ