Best LargeCaps, MidCaps, SmallCaps : નિફ્ટીએ મે મહિનામાં તેની ગતિ ચાલુ રાખી અને માસિક ધોરણે 2.6 ટકા વધીને બંધ થઈ. આ સતત ત્રીજો મહિનો હતો જ્યારે નિફ્ટીમાં વધારો જોવા મળ્યો હતો. આ વર્ષે મેના અંત સુધી નિફ્ટીમાં 2.4 ટકાનો વધારો થયો છે. જો કે, બેન્ચમાર્ક ઇન્ડેક્સ હાલમાં તેની 18,888ની વિક્રમી ઊંચી સપાટીથી થોડો પાછળ ટ્રેડ થઈ રહ્યો છે. ગયા વર્ષે 22 ડિસેમ્બરે ઈન્ડેક્સે રેકોર્ડ હાઈ બનાવ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 6.2% MoM વૃદ્ધિ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં 5.1% MoM વૃદ્ધિ હતી. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ કહે છે કે, મેક્રો સ્થિતિ સારી થઈ રહી છે, ક્રૂડ રેન્જમાં છે, ફુગાવો નીચે આવી રહ્યો છે અને નાણાકીય બેલેન્સ શીટ મજબૂત થઈ છે. આવી સ્થિતિમાં માર્કેટમાં મોમેન્ટમ ચાલુ રહી શકે છે. કેટલાક લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ શેરો આગામી દિવસોમાં આઉટપરફોર્મ કરી શકે છે.
FIIનો સતત ત્રીજા મહિને ઈનફ્લો
FII મે 2023માં ચોખ્ખા ખરીદદારો હતા અને તેમણે $500 મિલિયનનું રોકાણ કર્યું હતું, જે સપ્ટેમ્બર 2022 પછી સૌથી વધુ છે. YTDએ બજારમાં 440 કરોડનો ચોખ્ખો ઇનફ્લો કર્યો છે. જોકે, DII મે મહિનામાં ચોખ્ખા વેચાણકર્તા હતા અને રૂ. 40 કરોડના શેર વેચ્યા હતા. તેમનો YTD ઇનફ્લો 1000 કોડ ડોલર હતો.
મોટા ભાગના મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધિ
મે મહિનામાં મોટા ભાગના મોટા સેક્ટરમાં વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન, ઓટોમોબાઈલ (+8%), રિયલ એસ્ટેટ (+8%), ઉપભોક્તા (+7%), ટેક્નોલોજી (+6%) અને ટેલિકોમ (+4%)માં વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે PSU બેન્ક (-3%) ઘટ્યો હતો.
નિફ્ટી ટોપ પરફોર્મિંગ માર્કેટમાં છે
નિફ્ટી મે 2023માં સૌથી વધુ પ્રદર્શન કરનારા માર્કેટમાં સામેલ છે. આ સમયગાળા દરમિયાન મજબૂત પ્રદર્શન કરતા બજારોમાં જાપાન (+7%), તાઈવાન (+6%), બ્રાઝિલ (+4%), કોરિયા (+3%), ભારત (+3%), રશિયા (+2%)નો સમાવેશ થાય છે, જ્યારે યુએસ (+0%) બજાર સપાટ રહ્યું છે. જ્યારે UK (-5%), ઇન્ડોનેશિયા (-4%), ચાઇના (-4%) અને MSCI EM (-2%) નબળા બંધ થયા. એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેક્સ (+7%) એ છેલ્લા 12 મહિનામાં MSCI ઈએમ ઈન્ડેક્સ (-11%) કરતાં વધુ સારો દેખાવ કર્યો છે.
4QFY23 માં કમાણી કેવી રહી
FY2023 ના માર્ચ ક્વાર્ટરમાં કંપનીઓની કમાણીમાં સુધારો થયો છે. ખાસ કરીને નાણાકીય અને ઓટો સેક્ટરે મજબૂત કમાણીના પરિણામો જાહેર કર્યા છે. MOFSL કવરેજ ધરાવતી કંપનીઓની કમાણીમાં 15% વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે નિફ્ટીની કમાણી વાર્ષિક ધોરણે 16% વધી છે. BFSI અને ઓટો સેક્ટરની કમાણીમાં 43% અને 115% YoY વૃદ્ધિ હતી. મેટલ્સની અર્નિંગમાં 45%નો વાર્ષિક ઘટાડો હતો. ટાટા સ્ટીલનો નફો વાર્ષિક ધોરણે 83% ઘટ્યો.
કયા સેક્ટર પર વધુ ઓવરવેટ
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, નિફ્ટીએ 11% EPS ગ્રોથ સાથે FY23 પૂરો કર્યો. આ વૃદ્ધિ ઊંચા આધાર પર આવી છે. નાણાકીય વર્ષ 22 માં 34% વૃદ્ધિ હતી. જોકે, FY23ની કમાણી મોટાભાગે BFSI અને ઓટો સેક્ટરમાંથી રહી છે. હાલમાં, મેક્રો સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, ક્રૂડના ભાવ રેન્જમાં રહ્યા છે અને નાણાકીય બેલેન્સ શીટમાં સુધારો થયો છે. મોંઘવારી પણ ઘટી રહી છે, જેના કારણે ભવિષ્યનો દૃષ્ટિકોણ સુધર્યો છે. બ્રોકરેજે ફાઇનાન્શિયલ, કેપેક્સ, ઓટો અને કન્ઝમ્પશન સેક્ટર પર ઓવરવેઇટ રેટિંગ આપ્યું છે. જ્યારે IT અને હેલ્થકેર સેક્ટર પર તટસ્થ અને મેટલ્સ, એનર્જી અને યુટિલિટીઝ પર અંડરવેઇટ રેટિંગ.
ટોપ બેસ્ટ લાર્જકેપ
ICICI બેંક, ITC, L&T, M&M, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ અને ONGC
ટોપ મિડકેપ અને સ્મોલકેપ
અશોક લેલેન્ડ, વેદાંત ફેશન, મેટ્રો બ્રાન્ડ્સ, એમએમએફએસ, એપીએલ એપોલો ટ્યુબ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને લેમન ટ્રી
(Disclaimer: સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઈન્ડિયન એક્સપ્રેસનો વ્યક્તિગત અભિપ્રાય નથી. બજારમાં જોખમ હોય છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતનો અભિપ્રાય લો.)