Best Midcap Mutual Funds Scheme for 2024: વર્ષ 2023માં ઇક્વિટી સેગમેન્ટમાં મિડકેપ સ્ટોક્સે દમદાર દેખાવ કર્યો છે. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ 1 વર્ષમાં 45 ટકાથી વધુ વધ્યો છે. જ્યારે મિડકેપ શેરમાં તેજી જોવા મળી છે, ત્યારે મિડકેપ મ્યુચ્યુઅલ ફંડ્સે પણ આ સમયગાળા દરમિયાન જંગી વળતર આપ્યું છે. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે મેક્રો સ્તરે સેન્ટિમેન્ટ્સ વધુ સારા છે, સ્થાનિક અર્થતંત્રની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે, ગ્રોથ ઇન્ડેક્સ સારા સંકેતો બતાવી રહ્યા છે, તેથી ભવિષ્યમાં પણ મિડકેપ્સનું પ્રદર્શન વધુ સારું રહેવાનું છે. કોઈપણ રીતે, મિડકેપ હંમેશા સ્થાનિક રોકાણકારો માટે પસંદગી રહી છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે બજારમાં લાંબી તેજી હોય છે, ત્યારે તેઓ લાર્જ કેપ્સ કરતાં વધુ વળતર આપે છે.
આવી સ્થિતિમાં, જો તમે ઊંચું વળતર ઇચ્છતા હોવ, પરંતુ મિડકેપ શેરોમાં સીધા નાણાંનું રોકાણ કરવાનું ટાળતા હોવ, તો તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં એવી ઘણી સ્કીમ્સ છે જે મિડકેપ શેરોમાં નાણાંનું રોકાણ કરે છે, જે સતત ઉંચુ વળતર આપે છે. અહીં અમે કેટલાક એવા મિડકેપ ફંડ્સ વિશે જાણકારી આપી છે જેમણે 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષમાં ઊંચું વળતર આપ્યું છે. તમને જણાવી દઈએ કે મિડકેપ ફંડ્સ દ્વારા તમારા નાણાંનું અલગ-અલગ મિડકેપ શેર્સમાં રોકાણ કરવામાં આવે છે. પોર્ટફોલિયોમાં ઘણા શેર રાખવાથી જોખમ ઓછું થાય છે.
3 વર્ષમાં બેસ્ટ રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડ
ક્વોન્ટ મિડ કેપ: 36%મોતીલાલ ઓસ્વાલ મિડકેપ: 35.60%નિપ્પોન ઇન્ડ ગ્રોથ: 32.63%મહિન્દ્રા મનુલાઇફ મિડ કેપ: 32%એચડીએફસી મિડ-કેપ ઓપ: 32%
5 વર્ષમાં બેસ્ટ રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડ
ક્વોન્ટ મિડ કેપ: 30%પીજીઆઈએમ ઇન્ડ મિડકેપ ઓપ: 26.60%નિપ્પોન ઇન્ડ ગ્રોથ: 25.87%મોતીલાલ ઓસ્વાલ મિડકેપ: 25.70%એડલવાઈસ મિડ કેપ: 25.33%
10 વર્ષમાં બેસ્ટ રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડ
કોટક Emrgng ઇક્વિટી: 24%એડલવાઈસ મિડ કેપ: 23.84%HDFC મિડ કેપ ઓપ: 23%ઇન્વેસ્કો ઇન્ડ મિડકેપ: 22.58%ટાટા મિડકેપ ગ્રોથ: 22.29%
મિડકેપ ફંડ્સ શું છે? (What It Is Midcap Mutual Funds)
મિડ-કેપ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડ્સની એવી કેટેગરી છે, જે મિડ સાઇઝની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. આમાં સામાન્ય રીતે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ટોચની 100 પછી 101 થી 250 ક્રમાંક ધરાવતી કંપનીઓનો સમાવેશ થાય છે. આમાં લાર્જ કેપ્સ કરતાં વધુ જોખમ હોય છે, પરંતુ તેઓ સ્મોલ કેપ્સ કરતાં બજારની વધઘટને વધુ સારી રીતે એડજેસ્ટ કરી શકે છે. આ ફંડ સામાન્ય રીતે લાર્જ-કેપ ફંડ્સ કરતાં વધુ સારું વળતર આપે છે પરંતુ તે કરતાં વધુ અસ્થિર હોય છે. બીજી તરફ, તેઓ સ્મોલ-કેપ ફંડ્સ કરતાં વધુ સ્થિર છે પરંતુ તેમાં ઓછું વળતર હોઈ શકે છે.
મિડકેપમાં કોણે રોકાણ કરવું જોઈએ?
મિડકેપ ફંડ્સ લાંબા ગાળામાં ઊંચું વળતર આપે છે, જેના કારણે નિષ્ણાતો માત્ર એવા રોકાણકારોને જ તેમાં રોકાણ કરવાની સલાહ આપે છે, જેમનું લક્ષ્ય ઓછામાં ઓછા 3 થી 5 વર્ષ માટે હોય છે. મિડકેપ ફંડ્સ એવા રોકાણકારો માટે પણ યોગ્ય છે કે જેઓ તેમના પોર્ટફોલિયોમાં વિવિધ ક્ષેત્રોની લાર્જકેપ તેમજ મિડકેપ કંપનીઓના શેર સાથે વૈવિધ્યીકરણ કરવા માગે છે. આનાથી તેમને ઊંચું વળતર મળવાની શક્યતા વધી જાય છે.
ટેક્સના નિયમ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બે રીતે વળતર આપે છે – ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન (મૂડી લાભ). ઇક્વિટી ફંડ્સની જેમ લાર્જ-કેપ ફંડ્સ પર ટેક્સ વસૂલવામાં આવે છે.
ડિવિડન્ડ પર ટેક્સ
બજેટ 2020 સુધી, લાર્જ-કેપ ફંડ્સમાં રોકાણમાંથી મળેલ ડિવિડન્ડ કરમુક્ત હતા કારણ કે ફંડ હાઉસે રોકાણકારોને જરૂરી ડિવિડન્ડ ચૂકવતા પહેલા ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (DDT) ચૂકવવો પડતો હતો. પરંતુ બજેટ 2020માં આ નિયમ બદલવામાં આવ્યો હતો. હવે ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ દ્વારા ચૂકવવામાં આવેલ ડિવિડન્ડ તેમની કુલ આવકમાં ઉમેરવામાં આવે છે અને આવકવેરા સ્લેબ મુજબ કર લાદવામાં આવે છે. હાલમાં, નાણાકીય વર્ષમાં રૂ. 10 લાખ સુધીનું ડિવિડન્ડ કરમુક્ત છે.
આ પણ વાંચો | લોનની અરજી વારંવાર રિજેક્ટ થાય છે? આ પગલાં અનુસરો, તમારા ક્રેડિટ સ્કોરની સાથે સાથે લોન મંજૂરી થવાની શક્યતા વધી જશે
કેપિટલ ગેઇન ઉપર ટેક્સ
જો ઇક્વિટી ફંડનો હોલ્ડિંગ સમયગાળો 12 મહિના કરતાં ઓછો હોય, તો તેના પર મેળવેલો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (ટૂંકા ગાળાના મૂડી લાભ) હોય છે અને 15 ટકાના ફ્લેટ દરે ટેક્સ વસૂલવામાં આવશે. 12 મહિનાથી વધુ સમય સુધી હોલ્ડિંગ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ મળશે અને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કર મુક્ત છે. 1 લાખ રૂપિયાથી વધુના લોંગ ટર્મ કેપિટલ ગેઇન 10 ટકાના દરે કરપાત્ર છે અને તેના પર કોઈ ઇન્ડેક્સેશન બેનિફિટ મળતો નથી.