/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Smartphone-Tips.jpg)
Best Mobiles Under ₹30,000 this Diwali 2024: દિવાળી પર 30000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનની યાદી. (Photo: Feerpik)
Best Smartphones Under 30K, Diwali 2024: સ્માર્ટફોન ખરીદવા માટે હાલ બેસ્ટ સમય છે. દિવાળી તહેવાર નિમિત્તે ફેસ્ટિવલ સેલ હેઠળ મોટા ડિસ્કાઉન્ટ આકર્ષક કિંમતે સ્માર્ટફોન ખરીદી શકાય છે. સ્માર્ટફોન બજારમાં મિડ રેન્જ સેગમેન્ટમાં ઘણા વેલ્યૂ ફોર મની ફોન ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે મિડ રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટ ફ્લેગશિપ પર્ફોર્મન્સ, બિલ્ડ અને કેમેરા કરતા ઘણા ડિવાઇસ સાથે જબરદસ્ત સ્પર્ધા કરી રહ્યા છે. એવી સ્થિતિમાં એક દમદાર પાવરફુલ સ્માર્ટફોન શોધવો મુશ્કેલ બની જાય છે, જે શાનદાર ફોટો અને વીડિયા, પાવરફુલ બેટરી સાથે બેસ્ટ પર્ફોર્મન્સ આપે છે.
જો તમે બજારમાં એક કેમરા સેન્ટ્રિક સ્માર્ટફોન ખરીદવા માંગો છો પરંતુ વધારે રૂપિયા ખર્ચવા નથી, તો અહીં રિયલમી, સેમસંગ સહિત અન્ય કંપનીના સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ, જે તમે 30000 રૂપિયા સુધીની કિંમતમાં ખરીદી શકો છો.
Motorola Edge 50 Neo : મોટોરોલા એજ 50 નિયો
મોટોરોલા એજ 50 નિયો સ્માર્ટફોન 25000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ એક શાનદાર મોબાઇલ ફોન છે. આ સ્માર્ટફોન ડાયમેન્સિટી 7300 ચિપસેટથી સજ્જ છે, જે ઓપ્પો રેનો 12 પ્રો અને સીએમએફ ફોન (1)ને ટક્કર આપે છે. આ ફોનમાં 6.4 ઇંચ LTPO p-OLED સ્કીન સાથે આવે છે અને MIL STD 810H પ્રોટેશન અને IP68 ડસ્ટ વોટર રેઝિસ્ટન્ટ ધરાવે છે.
મોટોરોલા એજ 50 નિયો સ્માર્ટફોનમાં લોઅર મિડ રેન્જ સેગમેન્ટમાં ટેલીફોટો લેન્સ સાથે ઉપલબ્ધ એક ખાસ ફોન છે. એજ 50 નિયોમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં 50 એમપી પ્રાયમરી કેમેરા, 13 એમપી અલ્ટ્રાવાઇડ સેન્સર અને 3X ઓપ્ટિકલ ઝૂમ સાતે 10 એમપી ટેલીફોટો લેન્સ આવે છે. મોટોરોલા એજ 50 નિયો સ્માર્ટફોન 8 જીબી અને 256 જીબી સ્ટોરેજ સાથે ફ્લિપકાર્ટ પર 24000 રૂપિયાથી ઓછી કિંમતે ખરીદી શકાય છે.
Realme 12 Pro Plus : રિયલમી 12 પ્રો પ્લસ
રિયલમી 12 પ્રો પ્લસ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 7s Gen 2 ચિપસેટ સાથે આવે છે. તેમા 120Hz 6.7 ઇંચ કવ્ર્ડ AMOLED સ્ક્રીન આવે છે અને એન્ડ્રોઇડ 14 બેઝ્ડ RealmeUI 5.0 સાથે આવે છે. આ સ્માર્ટફોન એક મોટા ફોક્સ લેધર બેંક સાથે આવે છે, જે ફોનની પકડને સરળ બનાવે છે. તેમાં વચ્ચે એક મોટું સરક્યુલર કેમેરા આઈલેન્ડ છે, જેમાં 3 લેંસ આવે છે. તેના 50એમપી પ્રાયમરી શૂટર તમામ કન્ડિશન્સમાં ડિસેન્ટ ફોટોઝ અને વીડિયો કેપ્ચર કરે છે. પરંતુ 60એમપી પેરિસ્કોપ ટેલીફોટો લેંસ જે 3x ઓપ્ટિકલ ઝૂમ ઓફર કરે છે. મોટાભાગના મિડ રેન્જ જેમ તેનો 8એમપી અલ્ટ્રાવાઇડ શૂટર એવરેજ છે. આ સ્માર્ટફોનના બેઝ વર્ઝનને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે એમેઝોન પર 27000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.
Honor 200 : ઓનર 200
ઓનર 200 સ્માર્ટફોન લેટેસ્ટ મિડ રેન્જ ડિવાઇસ એક કર્વ્ડ ડિઝાઇન ઓફર કરે છે, જે પકડવામાં સરળતા અનુભવે છે અને પ્રીમિયમ ફીલ આવે છે. ડિવાઇસમાં સ્નેપડ્રેગન 7s Gen 3 પ્રોસેસર અને 6.7 ઇંચ 120Hz OLED સ્ક્રીન સાથે આવે છે. MagicOS 8 સાથે આવે છે જે એન્ડ્રોઇડ 14 બેઝ્ડ છે. તેમા એક 5200mAh બેટરી આવે છે જે 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. 50 એમપી પ્રાયમરી કેમેરા, 12 એમપી અલ્ટ્રાવાઇડ શુટર અને 2.5 એક્સ ઓપ્ટિકલ જૂમ સાથે 50 એમપી ટેલીફોટો લેન્સ આવે છે. ઓનર 200 સ્માર્ટફોન 8GB રેમ અને 256 GB સ્ટોરેજ સાથે 27000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.
OnePlus Nord 4 : વનપ્લસ નોર્ડ 4
વનપ્લસ નોર્ડ 4 એક આકર્ષક ડ્યૂઅલ ટોન ડિઝાઇન અને એલ્યુમિનિયમ ફ્રેમ સાથે આવે છે. તેમા સ્નેપડ્રેગન 7+ Gen 3 ચીપસેટ છે અને OxygenOS 14.1 પર વર્ક કરે છે, જે Android 14 બેઝ્ડ છે. તેમા 6.74 ઇંચ AMOLED પેનલ અને 5500mAh બેટરી છે, જે 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમા 50 એમપી પ્રાયમરી કેમેરા 8 એમપી અલ્ટ્રાવાઇડ કેમેરા આવે છે. વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર 30000 રૂપિયા સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે.
Samsung Galaxy S23 FE : સેમસંગ ગેલેક્સી એસ32 એફઇ
સેમસંગ ગેલેક્સી એસ32 એફઇ સ્માર્ટફોન 59999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં કિંમત નોંધપાત્ર ઘટી ગઇ છે. સેમસંગ ગેલેક્સી S23 FE સ્માર્ટફોનમાં Exynos 2200 ચિપસેટ, 6.4 ઇંચ 120Hz AMOLED સ્ક્રીન અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 સપોર્ટ મળે છે. આ સ્માર્ટફોનમાં 4500mAh બેટરી છે, જે 25W ચાર્જિંગ સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમ 50 એમપી પ્રાયમરી કેમેરા, 12 એમપી અલ્ટ્રાવાઇડ સેન્સર અને 8એમપી ટેલીફોટો લેન્સ આવે છે, જે 3x ઓપ્ટિકલ ઝૂમ ઓફર કરે છે. સેમસંગ ગેલેક્સી એસ23 એફઇ બેઝ વેરિયન્ટ સ્માર્ટફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે ફ્લિપકાર્ટ પરથી 30000 રૂપિયાથ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us