Post Saving Scheme For Child: બાળક માટે આ 6 પોસ્ટ ઓફિસ બચત યોજના શ્રેષ્ઠ, પાકતી મુદ્દતે ઉંચા વળતર સાથે મળશે મોટું ભંડોળ

Best Post Office Saving Scheme For Children: પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ બાળકના નામે બચત રોકાણ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં 6 બચત યોજના વિશે જાણકારી આપી છે, જેમા રોકાણ કરી તમારા વ્હાલસોયાને ભવિષ્યમાં નાણાકીય સલામતી પુરી પાડી શકો છો.

Best Post Office Saving Scheme For Children: પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ બાળકના નામે બચત રોકાણ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં 6 બચત યોજના વિશે જાણકારી આપી છે, જેમા રોકાણ કરી તમારા વ્હાલસોયાને ભવિષ્યમાં નાણાકીય સલામતી પુરી પાડી શકો છો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Children Saving Scheme | best saving tips for child

Children Saving Scheme Tips: બાળક માટે પોસ્ટ ઓફિસ બચત યોજનામાં રોકાણ કરી તેના નાણાકીય સુરક્ષા પુરી પાડી શકાય છે. (Photo: Freepik)

Best Post Office Saving Scheme For Children: બાળક માટે બચત અને નાણાકીય આયોજન કરવું જરૂરી છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરવાથી વર્તમાન અને ભવિષ્યમાં આર્થિક સુરક્ષાની ખાતરી કરી શકાય છે. બાળકોની નાણાકીય સુરક્ષાની જવાબદારી માતા પિતા અને તેમના વડીલની હોય છે. આ બાળ દિવસ પર તમે તમારા બાળકના નામે બચત રોકાણ કરીને તેનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. અહીં બાળકો માટેની પોસ્ટ ઓફિસની 6 બચત યોજનાઓ વિશે જાણકારી આપી રહ્યા છે, જેમાં રોકાણ કરી તમારા દિકરાનું આર્થિક સુરક્ષા આપી શકાય છે.

Advertisment

પોસ્ટ ઓફિસ બચત યોજના શું છે

પોસ્ટ ઓફિસ દ્વારા વિવિધ બચત યોજના ચલાવવામાં આવે છે, જેમા રોકાણ કરી તમે તમારા બાળકના ભવિષ્યને નાણાકીય સુરક્ષા પુરી પાડી શકો છો. આ બચત યોજનાઓ દેશભરમાં પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ છે, જે તમારા બાળકની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરે છે. બાળકના નામે નાની ઉંમરે બચત યોજનામાં રોકાણ કરવાથી ભવિષ્યમાં તેમના શિક્ષણ સહિત અને નાણાકીય જરૂરિયાતો સરળતાથી પુરી કરી શકાય છે.

છોકરા માટે 6 પોસ્ટ ઓફિસ યોજનાઓ

ભારતમાં, છોકરાઓ માટે વિવિધ પ્રકારની પોસ્ટ ઓફિસ યોજનાઓ છે . આ યોજનાઓ ભવિષ્યના શિક્ષણ માટે બચતને પ્રોત્સાહન આપવામાં અને નાણાકીય સુરક્ષાને સક્ષમ કરવામાં મદદ કરે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ભારત સરકાર સંચાલિત સૌથી લોકપ્રિય લાંબા ગાળાની રોકાણ યોજના છે. આ બચત યોજના કર લાભો અને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ સાથે નાણાકીય સુરક્ષા અને બચતને પ્રોત્સાહન આપે છે. માતા પિતા બાળકના નામે પીપીએફ એકાઉન્ટ ખોલાવી તેમા રોકાણ કરી શકે છે.

Advertisment

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) લોકપ્રિય સરકારી બચત યોજના છે. આ બચત યોજનામાં માતાપિતા તેમના છોકરા બાળક વતી રોકાણ કરી શકે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર પાકતી મુદ્દત પર નિર્ધારિત વ્યાજ સાથે નાણાકીય ભંડોળ મળે છે. દેશભરની પોસ્ટ ઓફિસ માંથી રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર સરળતાથી ખરીદી શકાય છે.

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD)

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ બાળક માટે ઉત્તમ બચત યોજના છે. માતા પિતા બાળકના નામે આ પોસ્ટ ઓફિસ બચત યોજનામાં રોકાણ કરી સારું વળતર મેળી શકે છે. આ બચત યોજનામાં રકમ જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી, આથી વ્યક્તિ પોતાની નાણાકીય ક્ષમતા મુજબ બચત કરી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના ખાસ છોકરીઓ માટે શરૂ કરવામાં આવેલી બચત યોજના છે. આ બચત યોજનાાં 10 વર્ષથી નાની ઉંમરની છોકરી માટે ખાતું ખોલાવી શકાય છે. તમે ઓછામાં ઓછા 250 રૂપિયા માસિક રોકાણ સાથે ખાતું ખોલવી શકાય છે અને વાર્ષિક રોકાણની મહત્તમ મર્યાદા 1.50 લાખ છે. દિકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે જરૂરી નાણાકીય ભંડોળ બનાવવા આ બચત યોજના ઉત્તમ વિકલ્પ છે.

કિસાન વિકાસ પત્ર (KVP)

કિસાન વિકાસ પત્ર પણ સરકાર દ્વારા સમર્થિત લોકપ્રિય બચત યોજના છે. આ બચત યોજનામાં પાકતી મુદ્દેત આકર્ષક વળતર મળે છે. ભારત સરકાર દ્વારા ખાતરીપૂર્વક વળતર સાથે રોકાણને સલામત અને સુરક્ષિત બનાવવા માટે આ બચત યોજના શરૂ કરી છે.

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS)

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના પણ બાળકના નામે બચત રોકાણ કરવાનો ઉત્તમ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસની આ બચત યોજના સરકાર દ્વારા સમર્થિત છે. વ્યક્તિને નિયમિત આવક પ્રદાન કરવા માટે આ બચત યોજના શરૂ કરવામાં આવી છે. આ બચત યોજનામાં 5 વર્ષની મુદ્દતે નિયમિત વ્યાજની ચૂકવણી ઓફર કરે છે, જે તેને લાંબા ગાળાના નાણાકીય આયોજન માટે સલામત અને અનુકૂળ વિકલ્પ બનાવે છે.

Investment બિઝનેસ