Best Smartphone Under Rs 10000: ₹ 10000 થી સસ્તા શાનદાર સ્માર્ટફોન, રક્ષાબંધન પર બહેનને આપવા માટે બેસ્ટ ગીફ્ટ

Best Smartphone Under Rs 10000: રક્ષાબંધન પર બહેનને સ્માર્ટફોન ગીફ્ટ આપવા વિચારી રહ્યા છે, તો અહીં 10000થી ઓછી કિંમતના બજેટ સ્માર્ટફોનની યાદી રજૂ કરવામાં આવી છે.

Written by Ajay Saroya
August 06, 2024 14:25 IST
Best Smartphone Under Rs 10000: ₹ 10000 થી સસ્તા શાનદાર સ્માર્ટફોન, રક્ષાબંધન પર બહેનને આપવા માટે બેસ્ટ ગીફ્ટ
સ્માર્ટફોન પ્રતિકાત્મક તસવીર (Photo: Freepik)

Best Smartphone Under 10000 Rupee: સ્માર્ટફોન હવે જીવન જરૂરી વસ્તુ બની ગઇ છે. તહેવારોની સીઝન શરૂ થઇ ગઇ છે. જો તમે તમારી બહેનને રક્ષાબંધન પર સ્માર્ટફોન ગીફ્ટ આપવાનું વિચારો છો તો અહીં 10000 રૂપિયા થી ઓછી કિંમતના બેસ્ટ બજેટ સ્માર્ટફોન વિશે જાણકારી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન તમે ઓનલાઇન અને ઓફલાઇન આકર્ષક કિંમતે ખરીદી શકો છો.

Best Smartphone Under Rs 10000 In August 2024

આઈક્યુ ઝેડ9 લાઈટ 5જી : (iQOO Z9 Lite 5G)

આઈક્યુ ઝેડ9 લાઈટ 5જી સ્માર્ટફોન 6.56 ઇંચની એચડી + ડિસ્પ્લે સાથે આવે છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીન 840 નીટની પીક બ્રાઇટનેસ આપે છે. આઈક્યુનો આ ફોન મીડિયાટેક ડિમેન્સિટ 6300 ચિપસેટ સાથે આવે છે, જે 6nm પ્રોસેસ પર આધારિત છે. ગ્રાફિક્સ માટે ડિવાઇસમાં Mali G57 MC2 આવે છે. આ હેન્ડસેટમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે, સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Funtouch OS 14 સાથે આવે છે. સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5 એમએમ ઓડિયો જેક અને આઇપી64 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આઈક્યૂના આ હેન્ડસેટમાં 50 મેગાપિક્સલ પ્રાઈમરી અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

મોટો જી24 પાવર (Moto G24 Power)

મોટો જી24 પાવર સ્માર્ટફોન મીડિયાટેક હેલિયો જી85 પ્રોસેસર સાથે આવે છે. ગ્રાફિક્સ માટે Mali G 52 MP2 GPU આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

આ બજેટ મોટો સ્માર્ટફોનમાં 6.56 ઇંચની એચડી + આઇપીએસ એલસીડી ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 537 નીટ્સ છે. ડિસ્પ્લે પર સ્માર્ટફોનમાં પંચ હોલ નોચ ડિઝાઇન છે. આ ફોન IP52 સર્ટિફિકેશન સાથે આવે છે. કેમેરાની વાત કરીએ તો Moto G24 પાવરમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

રિયલમી સી53 : (Realme C53)

રિયલમી સી53 સ્માર્ટફોનમાં 6.74 ઇંચની 90Hz ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 90.3 ટકા અને પીક બ્રાઇટનેસ 90.3 ટકા છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 180 હર્ટ્ઝ છે. હેન્ડસેટમાં ઓક્ટા-કોર ચિપસેટ અને એઆરએમ માલી-જી57 જીપીયુ છે. આ રિયલમી સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. હેન્ડસેટમાં 108 મેગાપિક્સલનો અલ્ટ્રા ક્લિયર કેમેરા આપવામાં આવ્યો છે.

સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે Realme C53 સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો AI સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં આપવામાં આવેલા કેમેરામાં વીડિયો, પોટ્રેટ મોડ, બ્યૂટી મોડ, એચડીઆર જેવા મોડ્સ આપવામાં આવ્યા છે.

પોકો એમ6 પ્રો 5જી : (Poco M6 Pro 5G)

પોકો એમ6 પ્રો 5જી સ્માર્ટફોનમાં 6.79 ઇંચની ફુલએચડી + ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીન 240 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 4 જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 13 આધારિત MIUI 14 સાથે આવે છે.

પોકો એમ6 પ્રો 5જીમાં પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલ એઆઈ અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ડિસ્પ્લે પર પંચ-હોલમાં ફોનમાં 8 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે.

રેડમી 13સી (Redmi 13C)

રેડમી 13સી સ્માર્ટફોનમાં 6.74 એચડી + ડિસ્પ્લે છે જે 600 x 720 પિક્સલ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. સ્ક્રીનમાં રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે અને પીક બ્રાઇટનેસ 450 નિટ્સ છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો જી85 ચિપસેટ છે. ગ્રાફિક્સ માટે માલી-જી57 એમપી2 જીપીયુ છે. બજેટ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 8 જીબી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 256 જીબી સુધી સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.

આ પણ વાંચો | 9000 થી પણ સસ્તો અને શાનદાર સેમસંગ ગેલેક્સી લોન્ચ, 50 એમપી ટ્રિપલ કેમેરા, જાણો સ્માર્ટફોનની ખાસિયત

કેમેરાની વાત કરીએ તો રેડમી 13સી સ્માર્ટફોન માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ લેન્સ છે. આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ