/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Best-Smartphones-under-15000-Rs.jpg)
Best Smartphones under 15000 Rs: 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનની ખૂબ માંગ રહે છે
Best Smartphones under 15000 Rs, 15 હજાર રૂપિયાથી સસ્તા ફોન : 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનની ખૂબ માંગ રહે છે. આ એફોર્ડેબલ ફોનમાં મિડ રેન્જ ફીચર્સ આપવામાં આવ્યા છે અને સૌથી સારી વાત એ છે કે રેડમી, રિયલમી, પોકો અને વીવો જેવી કંપનીઓ આ કિંમતમાં આકર્ષક ડિવાઇસ ઓફર કરે છે. જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો અને બજેટ 15000 રૂપિયાથી પણ ઓછું છે, તો અમે તમને બજારમાં ઉપલબ્ધ ટોપ ઓપ્શન્સ વિશે જણાવી રહ્યા છીએ.
Poco M7 Pro 5G
પોકો એમ7 પ્રો 5જીમાં રેડમી નોટ 14ના તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે. બંને હેન્ડસેટમાં લગભગ સમાન સ્પેસિફિકેશન્સ છે. આ ફોનમાં 6.67 ઇંચની 1080 પિક્સલ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે અને પીક બ્રાઇટનેસ 2100 નીટ્સ છે. ડિવાઇસમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 સુરક્ષા છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 7025 અલ્ટ્રા પ્રોસેસર, 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોન એન્ડ્રોઇડ 14 પર ચાલે છે, જેમાં શાઓમી હાયપરઓએસ સાથે આવે છે.
ફોટોગ્રાફી માટે પોકોના આ હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનું સોની એલવાયટી-600 પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં પાવર આપવા માટે 5110mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. એમ 7 પ્રોમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વિકલ્પ આપવામાં આવ્યો છે. બંને સ્ટોરેજ મોડલને અનુક્રમે 14,999 રૂપિયા અને 16,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Realme 14x 5G
Realme 14X 5G સ્માર્ટફોનમાં 6.67 ઇંચની 120Hz એલસીડી ડિસ્પ્લે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 625 નિટ્સ છે. Realme 14X 5Gમાં IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફોન એસજીએસ મિલિટરી-ગ્રેડ શોક રેઝિસ્ટન્ટ સાથે આવે છે. આ ડિવાઇસમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર, 8 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 પર ચાલે છે, જે રિયલમી યુઆઇ 5.0 સાથે આવે છે. ફોનને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે, ડિવાઇસમાં એપર્ચર એફ/1.8 સાથે 50-મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Realme 14x ની 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 14,999 રૂપિયામાં લઈ શકાય છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજવાળા ટોપ-મોડેલને 15,999 રૂપિયામાં લઈ શકાય છે.
CMF Phone 1
સીએમએફ ફોન 1માં 6.67 ઇંચની એલટીપીએસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1080pxનું રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીન 200 નીટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ ફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 7300 પ્રોસેસર અને 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. બેટરી 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પાછળના ભાગમાં 50MP પ્રાઇમરી અને 2 મેગાપિક્સલના ડેપ્થ સેન્સર છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટ નથિંગ ઓએસ 2.6 પર આધારિત એન્ડ્રોઇડ 14 સાથે આવે છે.
સીએમએફ ફોન 1 સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.
આ પણ વાંચો - ધૂમ મચાવવા આવી ગયો 6000mAh મોટી બેટરી અને 50MP કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો કિંમત
Redmi 13 5G
રેડમી 13 5જીમાં 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.78 ઇંચની 1080 એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 550 નીટ્સની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. રેડમી 13 સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 4 જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં શાઓમીનો હાઇપરઓએસ આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ ક્વોલકોમ સ્નેપડ્રેગન 4 જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ફોટોગ્રાફી માટે રેડમી 13 5જીમાં 108 મેગાપિક્સલનું સેમસંગ એચએમ6 પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ પણ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5030mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. રેડમી 135જીની કિંમત 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 13,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 15,499 રૂપિયા છે.
Vivo T3x 5G
Vivo T3X 5Gમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.72 ઇંચની 1080p એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1000 નીટ્સ છે. હેન્ડસેટમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 જેન 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 14 પર ચાલે છે.
આ ફોનને પાવર આપવા માટે વીવોમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો અને બે 2 મેગાપિક્સલના સેન્સર આપવામાં આવ્યા છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Vivo T3x સ્માર્ટફોન IP64 રેટિંગ સાથે આવે છે.
ડિવાઇસના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,499 રૂપિયા, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,499 રૂપિયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us