/indian-express-gujarati/media/media_files/2026/01/06/bharat-coking-coal-ipo-2026-01-06-15-05-30.jpg)
Bharat Coking Coal IPO : ભારત કોકિંગ કોલ લિમિટેડનો આઈપીઓ 9 જાન્યુઆરી ખુલવાનો છે. Photograph: (Freepik)
Bharat Coking Coal IPO GMP : ભારત કોકિંગ કોલ કંપનીનો આઈપીઓ ખુલવાની પહેલા જ ગ્રે માર્કેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત કોકિંગ કોલ લિમિટેડ સરકારી માલિકીની કોલ ઈન્ડિયાની પેટા કંપની છે. મિની રત્ન કંપની ભારત કોકિંગ કોલ લિમિટેડ દેશમાં કોકિંગ કોલસાનું ઉત્પાદન કરનાર સૌથી મહત્વપૂર્ણ કંપનીઓ પૈકીની એક છે. આઈપીઓ ખુલવાની પહેલા જ ભારત કોકિંગ કોલના શેરમાં 70 ટકા જેટલું GMP બોલાઇ રહ્યું છે.
Bharat Coking Coal IPO Date : ભારત કોકિંગ કોલ આઈપીઓ ક્યારે ખુલશે?
ભારત કોકિંગ કોલ લિમિટેડનો આઈપીઓ 9 જાન્યુઆરી ખુલશે. રોકાણકારો 13 જાન્યુઆરી સુધી આઈપીઓ સબ્સક્રિપ્શન કરી શકશે. શેર એલોટમેન્ટ બાદ 16 જાન્યુઆરીના રોજ BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે.
Bharat Coking Coal IPO Size : ભારત કોકિંગ કોલ આઈપીઓ કદ
ભારત કોકિંગ કોલ કંપનીના આઈપીઓનું કુલ કદ 1071 કરોડ રૂપિયા છે. આ આઈપીઓ બુક બિલ્ટ ઇશ્યૂ છે અને તે સંપૂર્ણપણે 46.57 કરોડ શેર વેચવામાં આવશે. એટલે કે આઈપીઓ માંથી ભારત કોકિંગ કોલ કંપનીને કોઇ મૂડી મળશે નહીં, કારણ કે તેની પેરન્ટ કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા શેર વેચવામાં આવશે. આઈપીઓ પહેલા કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 10,711 કરોડ રૂપિયા છે.
Bharat Coking Coal IPO Issue Price : ભારત કોકિંગ કોલ આઈપીઓ પ્રાઇસ બેન્ડ
ભારત કોકિંગ કોલ કંપનીના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 21 થી 23 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. નાના રોકાણકારો માટે આઈપીઓ લોટ સાઇઝ 600 શેર છે. કંપનીએ જણાવ્યું છે કે, આઈપીઓના લગભગ 50 ટકા ઇક્વિટી શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યા છે. તો 35 ટકા શેર નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 15 ટકા શેર નાના રોકાણકારો માટે અનામત છે.
Bharat Coking Coal IPO GMP : ભારત કોકિંગ કોલ આઈપીઓ જીએમપી
ભારત કોકિંગ કોલ લિમિટેડ આઈપીઓ ખુલવાની પહેલા ગ્રે માર્કેટમાં શેરમાં પ્રીમિયમ વધ્યું છે. ગ્ર માર્કેટને ટ્રેક કરનાર પ્લેટફોર્મ મુજબ ભારત કોકિંગ કોલ લિમિટેડના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 70 ટકા સુધી પહોંચી ગયું છે. ઇનવેસ્ટરગેન આ શેરનું GMP 16 રૂપિયા દર્શાવે છે. આઈપીઓ વોચ એ પણ GMP 70 ટકા પહોચ્યાની જાણકારી આપી છે.
BCCL પાસે 32 ઓપરેશનલ માઇન્સનું નેટવર્ક
ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપની નાણાકીય વર્ષ 2025માં દેશમાં સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરનાર કંપની હતી. વર્ષ 2025માં 30 સપ્ટેમ્બર સુધીના છ માસિકગાળામાં કંપનીએ 1.57 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કર્યું છે. એક વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં તેણે 1.90 કરોડ ટન ઉત્પાદન કર્યું હતું. કંપની પાસે 34 ઓપરેશનલ માઇન્સનું નેટવર્ક છે, તેમા 4 અંડરગ્રાઉન્ડ માાઇન્સ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us