/indian-express-gujarati/media/media_files/2026/01/19/bccl-ipo-listing-share-price-2026-01-19-10-03-08.jpg)
Bharat Coking Coal IPO Listing Share Price : ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપનીના શેર બમણા ભાવે લિસ્ટિંગ થયા છે. Photograph: (Freepik)
Bharat Coking Coal IPO Listing Share Price : ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) કંપની આઈપીઓનું શેર લિસ્ટિંગ ધમાકેદાર થયું છે. બીસીસીએલ કંપનીના આઈપીઓ રોકાણકારોને શેર લિસ્ટિંગ પર બમણો નફો મળ્યો છે. આજે બીએસઇ પર કંપનીનો શેર 45.21 રૂપિયાના ભાવ લિસ્ટેડ થયો છે, જે આઈપીઓની અપર ઇશ્યૂ પ્રાઇસ 23 રૂપિયાથી 96 ટકા ઉંચો ભાવ છે. સરળ શબ્દોમાં કહીયે તો ભારત કોકિંગ કોલના આઈપીઓ રોકાણકારોને 96 ટકા વળતર મળ્યું છે.
NSE પર ભારત કોકિંગ કોલ કંપનીનો શેર 45 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયો છે, જે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી 96 ટકા પ્રીમિયમ દર્શાવે છે. જો કે ધમાકેદાર લિસ્ટિંગ બાદ શેર ઘટ્યા હતા અને 42 રૂપિયાની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યા હતા.
ભારત કોકિંગ કોલ IPO 147 ગણો ભરાયો
ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપનીનો 1071.11 કરોડ રૂપિયાનો આઈપીઓ 147 ગણો ભરાયો હતો. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 21 થી 23 રૂપિયા પ્રતિ શેર હતી. આ બીએસઇ એનએસઇ પર શેર લિસ્ટિંગ કરનાર વર્ષ 2026નો પ્રથમ મેઇનબોર્ડ આઈપીઓ છે.
BCCL કંપનીએ કુલ આઈપીઓના લગભગ 50 ટકા ઇક્વિટી શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખ્યા હતા. તો 35 ટકા શેર નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 15 ટકા શેર નાના રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા હતા.
BCCL પાસે 32 ઓપરેશનલ માઇન્સનું નેટવર્ક
ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપની નાણાકીય વર્ષ 2025માં દેશમાં સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરનાર કંપની હતી. વર્ષ 2025માં 30 સપ્ટેમ્બર સુધીના છ માસિકગાળામાં કંપનીએ 1.57 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કર્યું છે. એક વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં તેણે 1.90 કરોડ ટન ઉત્પાદન કર્યું હતું. કંપની પાસે 34 ઓપરેશનલ માઇન્સનું નેટવર્ક છે, તેમા 4 અંડરગ્રાઉન્ડ માાઇન્સ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us