Airtel Best Plan : ભારતી એરટેલ ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. કંપની તેના ગ્રાહકો માટે હંમેશા નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરતી રહે છે. આ ન્યુઝ એવા યુઝર્સ માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે જેઓ OTT લાભો સાથે રિચાર્જ પ્લાન ઇચ્છે છે. કારણ કે એરટેલ પાસે ઘણા પ્રીપેડ પ્લાન છે જે OTT લાભ આપે છે. રિલાયન્સ જિયો પછી એરટેલે દેશમાં 5જી નેટવર્ક લોન્ચ કર્યું છે.
એરટેલ કંપનીના પ્રીપેડ પ્લાન 5G અનલિમિટેડ ડેટા ઓફર અને OTT લાભો સાથે આવે છે. એરટેલ પાસે ₹ 500 હેઠળના કેટલાક પ્લાન છે, જેમાં યુઝર્સને OTT અને 5G નેટવર્કનો લાભ મળે છે. ચાલો જાણીએ કે એરટેલના કયા રિચાર્જ પ્લાન OTT લાભો સાથે આવે છે. આ અંગેના ન્યુઝ ટેલિકોમટોક દ્વારા આપવામાં આવ્યા છે.
ઓટીટીના લાભ સાથે એરટેલ પ્રીપેડ ₹ 500 હેઠળના પ્લાન
એરટેલ ₹148નો પ્લાન છે. જે ₹ 500ની અંદર આવે છે. 148 રૂપિયાનો આ પ્લાન 15GB ડેટા સાથે આવે છે. તેની વેલિડિટી યુઝર્સના બેઝ પ્રીપેડ બિલની વેલિડિટી જેટલી જ છે. આ ડેટા વાઉચર પ્લાન છે. તે તમને Airtel Xtreme Play (15 થી વધુ OTT) નું સબ્સ્ક્રિપ્શન પણ આપે છે.
500 રૂપિયાની અંદર આવતા અન્ય પ્લાન 399 રૂપિયા છે. તે યુઝર્સને 28 દિવસની વેલિડિટી આપે છે. આમાં તમને દરરોજ 3GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMSનો લાભ મળે છે. તેમજ આ પ્લાન એરટેલ એક્સ્ટ્રીમ પ્લે OTT લાભ સાથે અમર્યાદિત 5G ડેટા ઓફર કરે છે.
આ પણ વાંચો: Google Maps : ગુગલ મેપ્સ પર દેશનું નામ બદલાયું, India ની જગ્યાએ ધ્વજ સાથે દેખાય છે Bharat, જાણો ડીટેલમાં
એરટેલના ત્રીજા પ્લાનની કિંમત 499 રૂપિયા છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3GB ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલિંગ, 28 દિવસ માટે દરરોજ 100 SMSનો લાભ મળે છે. તે તમને અનલીમીટેડ 5G ડેટા, એરટેલ એક્સ્ટ્રીમ પ્લે, ડિઝની + હોટસ્ટાર મોબાઇલ સબસ્ક્રિપ્શન ત્રણ મહિના માટેનો લાભ આપે છે.





