Olo Electric IPO Share: ભાવિશ અગ્રવાલ ઓલા ઇલેક્ટ્રિક શેર લિસ્ટિંગ બાદ અબજોપતિ ક્લબમાં સામેલ, સંપત્તિ જાણી ચોંકી જશો

Ola Electric Founder Bhavish Aggarwal Net Worth: ઓલા ઇલેક્ટ્રિક આઈપીઓ શેરમાં ફ્લેટ લિસ્ટિંગ બાદ 20 ટકા તેજીની સર્કિટ લાગી હતી. આ સાથે કંપનીના સ્થાપક પ્રમોટર ભાવિશ અગ્રવાલ ભારતના અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે.

Written by Ajay Saroya
August 09, 2024 18:39 IST
Olo Electric IPO Share: ભાવિશ અગ્રવાલ ઓલા ઇલેક્ટ્રિક શેર લિસ્ટિંગ બાદ અબજોપતિ ક્લબમાં સામેલ, સંપત્તિ જાણી ચોંકી જશો
Ola Electric Founder Bhavish Aggarwal: ભાવિશ અગ્રવાલ ઓલા કેબ અને ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી કંપનીના સ્થાપક છે. (Photo: @bhash)

Ola Electric Founder Bhavish Aggarwal Net Worth: ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી આઈપીઓ શેર લિસ્ટ થયો છે. ઈવી કંપનીના આઈપીઓની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ઓલા ઇલેક્ટ્રિકનો આઇપીઓ શેર 76 રૂપિયાના ભાવે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયો હતો. ઓલા ઇલેક્ટ્રિકના આઈપીઓ 4 ગણો સબ્સક્રાઇબ થયો હતો. બીએસઈ પર ઓલા આઈપીઓના શેર 75.99 રૂપિયા અને એનએસઈ પર 76 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. જો કે ફ્લેટ લિસ્ટિંગ બાદ ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં તેજી જોવા મળી હતી.

શેરબજારના કામકાજના અંતે બીએસઇ પર ઓલા ઇલેક્ટ્રિક શેર 20 ટકા ઉછળી 91.18 રૂપિયા બંધ થયો છે. બંધ ભાવ કંપનીની માર્કેટકેપ 40217.95 કરોડ રૂપિયા રહી હતી. ઓલા ઇલેક્ટ્રિક શેર લિસ્ટિંગ બાદ કંપનીના સીઇઓ ભાવિશ અગ્રવાલની સંપત્તિમાં અધધધ વધારો થવાની સાથે સાથે તેઓ ભારતના અબજોપતિની યાદીમાં પણ સામેલ થયા છે.

ભાવિશ અગ્રવાલ અબજોપતિઓની યાદીમાં સામેલ

ઓલા ઇલેક્ટ્રિકના પ્રમોટર ભાવિશ અગ્રવાલ પાસે 1,36,18,76,240 શેર એટલે કે કંપનીનો 36.94 ટકા હિસ્સો છે. પ્રી લિસ્ટિંગ સમયે તેની વેલ્યૂ 12104 કરોડ રૂપિયા હતી. તેઓએ ઓફર ફોર સેલમાં ઓલા ઇલેક્ટ્રિકના 37,915,211 શેર પ્રતિ 76 રૂપિયા ના ભાવે વેચ્યા હતા, જેની કિંમત 288 કરોડ રૂપિયા છે. આ પછી બાકીના 1,32,39,60,029 શેરની કિંમત લગભગ 11,816 કરોડ રૂપિયા હતી, જેની કિંમત ઇન્ટ્રા ડેમાં શેર દીઠ 89.25 રૂપિયા આંકવામાં આવી હતી.

બીએસઈ પર ઓલા ઇલેક્ટ્રિકનો શેર 91.18 રૂપિયા (ઓએલએ ઇલેક્ટ્રિક શેરની કિંમત) પર પહોંચ્યો હતો અને અપર સર્કિટમાં અથડાયો હતો. એટલે કે તેમાં 20 ટકાનો વધારો થયો છે. હવે આઈપીઓ રોકાણકારોને 19.97 ટકા નફો થયો છે.

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો શેર આઈપીઓ લિસ્ટિંગના દિવસે ફ્લેટ 76 રૂપિયા ખુલ્યો હતો. જો કે ફ્લેટ લિસ્ટિંગ બાદ શાનદાર તેજી સાથે શેર 20 ટકા તેજી ઉછળ્યો અને બીએસઇ પર 91.18 રૂપિયા બંધ થયો છે. આ બંધ ભાવે ઓલા ઇલેક્ટ્રિક કંપનીની માર્કેટકેપ 40217.95 કરોડ રૂપિયા થઇ હતી.

ઓલા ઇલેક્ટ્રિકના આઈપીઓને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને તે કુલ 4.45 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ આઈપીઓ હેઠળ કંપનીએ 5500 કરોડ રૂપિયાના નવા શેર જારી કર્યા છે.

Ola Electric IPO Review | ઓલા ઇલેક્ટ્રિક આઈપીઓ રિવ્યૂ
Ola Electric IPO: ઓલા ઇલેક્ટ્રિક મોબોલિટી આઈપીઓ આજે બજારમાં લિસ્ટિંગ થયું છ. (ફોટો ક્રેડિટ સોશિયલ)

Who Is Bhavish Aggarwal? ભાવિશ અગ્રવાલ કોણ છે?

ભાવિશ અગ્રવાલે બે વર્ષમાં જ આઈઆઈટીની નોકરી છોડી દીધી હતી. અને પછી જોધપુરમાં તેના આઈઆઈટીના મિત્ર સાથે કંપની શરૂ કરવાનું નક્કી કર્યું. આ બંને મિત્રોએ Olatrips.com સાથે પોતાની સફર શરૂ કરી હતી. આ વેબસાઈટ પર આઉટસ્ટેશન ટ્રીપ માટે કેબ બુક કરવાનો વિકલ્પ હતો.

2011માં ભાવિશ અગ્રવાલ અને અંકિત ભાટીએ મુંબઈના પવઈમાં 1બીએચકે ઓફિસથી શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં જ તેમણે પોતાની એપ્લિકેશન શરૂ કરી અને ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ પાસેથી 5 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું હતુ.

Bhavish Aggarwal Net Worth: ભાવિશ અગ્રવાલ પાસે કેટલી સંપત્તિ છે?

ભાવિશ અગ્રવાલે ઓલાને નવી ઉંચાઈઓ પર લાવવા માટે સખત મહેનત કરી છે. નાના શહેરમાંથી આવતા હોવા છતાં ભાવિશ અગ્રવાલની નેટવર્થ હાલ 11700 કરોડ રૂપિયા છે. તાજેતરમાં ભાવિશ અગ્રવાલે Microsoft Azure સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી.

Ola : ઓલા નો વિચાર કેવી રીતે આવ્યો?

એકવાર ભાવિશ અગ્રવાલે સપ્તાહના અંતમાં મિત્રો સાથે બેંગલુરુથી બાંદીપુર જવા માટે કાર ભાડે લીધી હતી. ત્યારબાદ ડ્રાઇવરે મૈસુરમાં કાર રોકી હતી અને વધુ પૈસાની માંગ કરી હતી. આ પછી, ભાવિશ અને તેના મિત્રોને બાકીની મુસાફરી બસમાં જ કરવી પડી હતી. આ વ્યક્તિગત અનુભવનો ફાયદો એ થયો કે ભાવિશ અગ્રવાલને ઓલા શરૂ કરવાનો વિચાર આવ્યો, જે હવે દેશના સૌથી મોટા કેબ-પ્રોવાઇડર પ્લેટફોર્મ પૈકીનું એક છે.

Ola Electric : ઓલા ઇલેક્ટ્રિક 2017માં શરૂઆત

તમને જણાવી દઈએ કે ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીની શરૂઆત 2017માં થઈ હતી. કંપની ઓલા ફ્યુચરફેક્ટરીમાં (Ola FutureFactory) ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) તેમજ બેટરી પેક, મોટર્સ અને વ્હીકલ ફ્રેમનું ઉત્પાદન કરે છે.

આ પણ વાંચો | ટોપ 10 બેસ્ટ સેલિંગ કારની યાદીમાં મોટો ફેરફાર, જુલાઇમાં ટાટા પંચ નહીં આ કાર સૌથી વધુ વેચાઇ

નાણાકીય વર્ષ 2021માં ઓલા ઇલેક્ટ્રિકને 199.23 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી, જે 2022માં 784.15 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ ખોટ નાણાકીય વર્ષ 2023 માં 1472.08 કરોડ રૂપિયા અને 2024 માં 1584.40 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. પરંતુ આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે 267 ટકાના સીએજીઆર થી વધીને 5243.27 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ