/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Bike-Care-Tips-In-Summer.jpg)
Bike Care Tips In Summer : ઉનાળાની ગરમીમાં બાઇક સ્કૂટર જેવા ટુ વ્હીલરના એન્જિન ઝડપથી ગરમ થઇ જાય છે. (Photo: Freepik)
Bike Care Tips In Summer : ઉનાળાની ગરમીમાં કાર બાઇક ચલાવવામાં સાવચેતી રાખવી જરૂરી છે. ઉનાળામાં ભયંકર તડકાના કારણે વાહનનું એન્જિન બહુ જલદી ગરમ થઇ જાય છે. તડકામાં રોડ રસ્તા ગરમ થતા વાહનના ટાયરને પણ નુકસાન થવાનું જોખમ રહે છે. આવી સ્થિતમાં ઘણી વખતે ઉનાળામાં કાર બાઇક ચલાવતી વખતે એન્જિન હિટ થવાની કે બંધ થવાની સંભાવના રહે છે. જો તમે બાઇક, મોટરસાઇકલ કે સ્કૂટર જેવા ટુ વ્હીલર ચલાવો છો ઉનાળામાં બહુ સાવચેતી રાખવી જરૂરી છે. અહીં ઉનાળામાં બાઇક જેવા ટુ વ્હીલર માટેની સેફ્ટી ટીપ્સ આપી છે.
Bike Care Tips In Summer : ઉનાળામાં ટુ વ્હીલરની કાળજી રાખવાની ટીપ્સ
ઉનાળામાં વાહનનું એન્જિન બહુ જલદી ગરમ થઇ જાય છે, આથી નિયમિત એન્જિન ઓઇલ ચેન્જ કરાવવું જોઇએ. નવા ઓઇલ થી એન્જિન આરામદાયક રીતે ચાલે છે અને વધારે ગરમીની અસર થતી નથી.
ઉનાળામાં વાહન ચલાવતા પહેલા ટાયર ચેક કરો. ઉનાળાના તડકામાં ગરમ રોડ રસ્તા પર વાહન ચલાવવાથી વાહનનું ટાયર બહુ ગરમ થતા ફાટવાનું જોખમ રહે છે. ટાયરમાં એર પ્રેશર બરાબર છે કે નહીં તે તપાસો. જો ટાયર વધારે ઘસાઇ ગયા હોય તો તરત જ બદલાવી નાંખો.
હાલ મોટાભાગની બાઇકમાં લિક્વિડ કૂલિંગ સિસ્ટમ આવે છે, આથી તે નિયમિત ચેક કરતા રહેવું. તે ખરાબ થતા એન્જિન ઝડપથી ગરમ થઇ જાય છે અને પર્ફોર્મન્સ પર અસર થાય છે.
ઉનાળાની ગરમમાં એન્જિન ગરમ થતા ઓવરહીટનો ખતરો વધી જાય છે. આ સમસ્યાથી બચવા માટે રેડિયેટરમાં પુરતું કૂલેન્ટ હોવું જરૂરી છે. જો તે જુનુ થઇ ગયું હોય તે બદલાવી લો. રેડિયેટરમાં કોઇ પ્રકારનું લિકેજ કે બ્લોકેજ હોય તો સુધરાવી લો, જેનાથી કુલિંગ સિસ્ટમ બરાબર કરી શસે.
ઉનાળામાં બેટરી બહુ જલદી ખરાબ થઇ શકે છે. આથી બેટરીના ટર્મિનલને સાફ રાખો. સાથે જ બેટરીની આસપાસ ગંદકી હોય તો સાફ કરી લો.
આ પણ વાંચો | ઉનાળાની ગરમીમાં કાર એન્જિન રહેશે ઠંડુ, આ 5 વાતનું ધ્યાન રાખો
બાઇક હોય કે કાર વાહનની નિયમિત સર્વિસ કરાવવી જોઇએ. ખાસ કરીને મોટરસાઇકલના એર ફિલ્ટરને સાફ રાખો. એર ફિલ્ટર સાફ રાખવાથી એન્જિન ઝડપથી ગરમ થતું નથી.
ઉનાળાની ગરમીમાં બાઇક હોય કે કાર છાયડામાં પાર્ક કરવી. તડકામાં વાહન પાર્ક કરવાથી ગરમ થાય છે અને એન્જિન ટાયર પર ખરાબ અસર પડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us