Bitcoin: બિટકોઈન 2 લાખ ડોલર થવાની આગાહી, જાણો ક્રિપ્ટકરન્સીમાં તેજી કેમ આવી

Bitcoin All Time High Price: બિટકોઇનનો ભાવ એક જ દિવસમાં 81000 થી 90000 ડોલરે પહોંચતા ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો માહોલ છે. બ્રોકરેજ હાઉસ હવે પ્રથમ પ્રાઈસ ટાર્ગેટ 1 લાખ અને ત્યારબાદ 2 લાખ ડોલરની આગાહી કરી રહ્યા છે.

Bitcoin All Time High Price: બિટકોઇનનો ભાવ એક જ દિવસમાં 81000 થી 90000 ડોલરે પહોંચતા ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો માહોલ છે. બ્રોકરેજ હાઉસ હવે પ્રથમ પ્રાઈસ ટાર્ગેટ 1 લાખ અને ત્યારબાદ 2 લાખ ડોલરની આગાહી કરી રહ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Bitcoin All Time High Price | Bitcoin Price | cryptocurrency

Bitcoin All Time High Price : બિટકોઈન સૌથી મોંઘી ક્રિપ્ટોકરન્સી છે. (Photo: Freepik)

Bitcoin All Time High Price: બિટકોઈન ટાર્ગેટ પ્રાઈસઃ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં રેકોર્ડ રેલી જોવા મળી રહી છે. જે રોકાણકારોએ તેમાં રોકાણ કર્યું હતું તેમની સંપત્તિમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધપાત્ર વધારો થયો છે. બિટકોઈનમાં એવી જબરસ્ત તેજી આવી છે કે, માત્ર એક રાતમાં કિંમત 81000 થી 90000 સુધી પહોંચી ગઇ છે. ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા એક્સપર્ટ્સનું માનવું છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસન હેઠળ ડિજિટલ કરન્સીમાં તેજી ચાલુ રહેશે. એક્સપર્ટ્સ ચાલુ વર્ષે બિટકોઇન 100000 ડોલર અને 2025માં 200000 ડોલર સુધીની કિંમત દેખાડી શકે છે.

Advertisment

Bitcoin Price Target: બિટકોઇન 200000 ડોલર સુધી પહોંચશે

બ્રોકરેજ હાઉસ બર્નસ્ટીનના એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, બિટકોઈનમાં આવેલી તેજીએ સમગ્ર ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આશા જગાવી છે. બર્નસ્ટીનના રિપોર્ટ અનુસાર ટ્રમ્પ વહીવટીતંત્રમાં આ ક્રિપ્ટોકરન્સી સતત વધતી રહેશે અને 2025 સુધીમાં તે 2 લાખ સુધી પહોંચી શકે છે. બર્નસ્ટીને આ ક્રિપ્ટોકરન્સીમાં લગભગ 81000ના ભાવે રોકાણને વાજબી ઠેરવ્યું છે. અહેવાલ મુજબ, અમે પ્રો-ક્રિપ્ટો SEC થી શરૂ કરીને, ટ્રમ્પ વહીવટ હેઠળ ક્રિપ્ટો-ફ્રેંડલી નિયમનકારી વાતાવરણની અપેક્ષા રાખીએ છીએ. તેની પાછળ અન્ય મુખ્ય કારણો પણ છે.

ક્રિપ્ટોકરન્સીની સ્વીકાર્યતા

અપેક્ષિત નિયમનકારી સ્પષ્ટતા સાથે, વધુ સંસ્થાઓ બિટકોઈનમાં રોકાણ કરે તેવી શક્યતા છે, જે વધતા ભાવના વલણને સમર્થન આપવાનું ચાલુ રાખે છે. સ્પોટ બિટકોઈન ETFs અને ક્રિપ્ટો માઈનિંગ કંપનીઓમાં રોકાણ જેવી પ્રોડક્ટ્સ બિટકોઈન લિક્વિડિટી અને અપનાવવામાં વધુ વધારો કરી શકે છે.

ડિજિટલ એસેટ્સ માંગ વધી

બિટકોઈનની કિંમત નવી ઊંચાઈએ પહોંચી જશે, તેથી વધુ રોકાણકારો મૂલ્યના લાંબા ગાળાના રોકાણ માટે વિચારી શકે છે. જેના કારણે બિટકોઈનની માંગ વધી રહી છે. બર્નસ્ટીનના જણાવ્યા મુજબ, બિટકોઇનમાં ઈન્ફ્લેશન હેજ અને સોના જેવી પરંપરાગત અસ્કયામતોના સંભવિત વિકલ્પ તરીકે ઉભરી આવવાની ક્ષમતા પણ છે.

Advertisment

મેક્રો પરિબળો અને આર્થિક અનિશ્ચિતતા

ફુગાવાની ચિંતાઓ અને સંભવિત આર્થિક અનિશ્ચિતતાની સાથે, બિટકોઈનનો મર્યાદિત ઇનફ્લો પુરવઠો અને ડિસેન્ટ્રલાઇઝ્ડ સ્વરૂપ તેને ફિયાટ કરન્સીના અવમૂલ્યન સામે રક્ષણ મેળવવા માંગતા રોકાણકારો માટે આકર્ષક બનાવે છે.

આ વર્ષ બિટકોઈન 100000 ડોલર થવા સંભવ

Capital.com ના સિનિયર ફાઈનાન્સિયલ એનાલિસ્ટ કાયલ રોડા કહે છે કે, આ વર્ષના અંત સુધીમાં બિટકોઈન સરળતાથી 100000 સુધી પહોંચી શકે છે. તેમણે ઉમેર્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર પાસેથી અમેરિકન અર્થવ્યવસ્થા વધુ સારા દેખાવ કરે તેવી અપેક્ષા છે. આક્રમક વેપાર પ્રથા ચાલુ રહેવાની ધારણા છે. જેના કારણે અમેરિકી ડોલર પણ મજબૂત થઈ રહ્યો છે.

બિટકોઇનમાં તેજી કેમ આવી?

યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની આ જીતે ક્રિપ્ટો કરન્સી માર્કેટ ખાસ કરીને બિટકોઈનમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સોમવારે એટલે કે 11 નવેમ્બર 2024ના રોજ બિટકોઇન કિંમત 81000 ડૉલર આસપાસ હતી, જે એક જ દિવસમાં લગભગ 90000 ડૉલરે પહોંચી ગઇ છે. નોંધનિય છે કે, જાન્યુઆરી 2023ના રોજ બિટકોઈનની કિંમત 38505 ડોલર હતી, ત્યારબાદ તેમા બમણો ઉછાળો આવ્યો છે.

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીને ટેકો આપનાર માનવામાં આવે છે. તેથી, ક્રિપ્ટો માર્કેટને આશા છે કે તેઓ સત્તામાં આવ્યા પછી, ક્રિપ્ટોકરન્સી નિયમન સંબંધિત નિયમો સરળ બનશે. તે જ સમયે, ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગને આશા છે કે ક્રિપ્ટોકરન્સીને ડિજિટલ એસેટ તરીકે પ્રમોટ કરવામાં આવશે. જેના કારણે આ ડિજિટલ કરન્સીમાં રોકાણ વધ્યું છે. આ વખતની યુએસ પ્રમુખપદની ચૂંટણી દરમિયાન, ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ દ્વારા મોટી રકમનું દાન કરવામાં આવ્યું છે.

(Disclaimer: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા અથવા વેચવા અંગેની સલાહ નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીના અંગત મંતવ્યો નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતનો અભિપ્રાય લેવી.)

Investment બિઝનેસ