ગુજરાતની કંપનીનો IPO ખુલ્યો, ગ્રે માર્કેટ પ્રીમિયમ વધ્યું, શેર લિસ્ટિંગ પર થશે કમાણી

Borana Weaves IPO GMP to Open on May 20: બોરાના વીવ્સ આઈપીઓ 20 થી 22 મે સબ્સક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. આ મેઇનબોર્ડ આઈપીઓને લઇ ગ્રે માર્કેટમાં હલચલ છે. કંપનીના શેર 27 મે BSE, NSE પર લિસ્ટેડ થશે.

Borana Weaves IPO GMP to Open on May 20: બોરાના વીવ્સ આઈપીઓ 20 થી 22 મે સબ્સક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. આ મેઇનબોર્ડ આઈપીઓને લઇ ગ્રે માર્કેટમાં હલચલ છે. કંપનીના શેર 27 મે BSE, NSE પર લિસ્ટેડ થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Borana Weaves | Borana Weaves IPO | Borana Weaves IPO GMP | Borana Weaves Share Price

Borana Weaves IPO GMP : બોરાના વીવ્સ આઈપીઓ.

Borana Weaves IPO GMP Date, Price, Review and Details: બોરાના વીવ્સ કંપનીનો આઈપીઓ આજે ખુલ્યો છે. ગુજરાતમાં સુરત સ્થિત બોરાના વીવ્સ કંપનીનો મેઇનબોર્ડ આઈપીઓને લઇ ગ્રે માર્કેટમાં પણ હલચલ જોવા મળી રહી છે. અનબ્લીચ્ડ સિન્થેટિક ગ્રે ફેબ્રિકનું ઉત્પાદન કરતી આ કંપનીના શેર 27 મેના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે. જો તમે આ આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા ઇસ્યુ પ્રાઇસ થી લઇ ગ્રે માર્કેટ પ્રીમિયમ સહિત તમામ વિગત જાણો

Advertisment

Borana Weaves IPO Open Date : બોરાના વીવ્સ આઈપીઓ ખુલ્યો

બોરાના વિવ્સનો આઈપીઓ સબ્સક્રિપ્શ માટે 20 મે ખુલ્યો છે અને રોકાણકારો 22 મે સુધી રોકાણ માટે અરજી કરી શકે છે. આ મેઇનબોર્ડ આઈપીઓમાં શેર એલોટમેન્ટ 23 મે ફાઇનલ થશે. ત્યાર પછી 27 મેના રોજ બીએસઇ અને એનએસઇ પર શેર લિસ્ટિંગ થશે.

Borana Weaves IPO GMP : બોરાના વિવ્સ આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ

બોરાના વીવ્સ કંપનીના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 205 - 216 રૂપિયા પ્રતિ શેર છે. એક અરજી સાથે લઘુત્તમ લોટ સાઈઝ 69 શેર છે. રિટેલ રોકાણકારો માટે ઉપલા પ્રાઇસ બેન્ડમાં લઘુત્તમ રોકાણ રકમ રૂ. 14,904 છે. રોકાણકાર મહત્તમ 13 લોટ માટે 1,93,752 રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે.

બોરાના વીવ્સ આઈપીઓને લઇ ગ્રે માર્કેટમાં એકંદરે સારો માહોલ છે. ગ્રે માર્કેટમાં કંપનીનો અનલિસ્ટેડ સ્ટોક 63 રૂપિયાના પ્રીમિયમ પર છે. આ પ્રીમિયમ 216 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડ કરતાં 29 ટકા છે. આમ આઈપીઓના રોકાણકારોને 29 ટકા લિસ્ટિંગ ગેઇન મળી શકે છે.

Advertisment

Borana Weaves IPO Size : બોરાના વીવ્સ આઈપીઓ કદ

બોરાના વીવ્સ કંપની આઈપીઓ દ્વારા 144.89 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આ આઈપીઓ એક બુક બિલ્ડિંગ ઇસ્યુ છે. તે 67 લાખ શેરનો સંપૂર્ણ ફ્રેશ ઇસ્યુ છે. તેમા કોઇ ઓફર ફોર સેલ (OFS) નથી. માંગીલાલ અંબાલાલ બોરાન, અંકુર માંગીલાલ બોરાના, રાજકુમાર માંગીલાલ બોરાણા, ધ્વની અંકુર બોરાણા, માંગીલાલ અંબાલાલ બોરાણા HUF, અંકુર માંગીલાલ બોરાણા HUF, રાજકુમાર માંગીલાલ HUF અને બોરાના ફિલામેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના પ્રમોટર્સ છે.

બોરાના વીવ્સ IPOનો લગભગ 75 ટકા હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો (Qualified Institutional Buyers) માટે રિઝર્વ છે. તો લગભગ 10 ટકા શેર રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો | આ સપ્તાહે 5 આઈપીઓ ખુલશે, 3 કંપનીના શેર લિસ્ટિંગ થશે

આઈપીઓના નાણાંનો ક્યાં ઉપયોગ કરશે

બોરાા વીવ્સ કંપની આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાંથી નવા ઉત્પાદન એકમના ખર્ચને ભંડોળ પૂરું પાડવાનો પ્રસ્તાવ છે. સુરત, ગુજરાત, ભારતમાં ગ્રે ફેબ્રિક ઉત્પાદન ક્ષમતા વધારવા માટે એક નવું ઉત્પાદન યુનિટ (પ્રસ્તાવિત યુનિટ 4) સ્થાપિત કરવામાં આવશે. આ ભંડોળનો ઉપયોગ વધારાની કાર્યકારી મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

આઈપીઓ બિઝનેસ શેર બજાર