શેરબજારમાં ટી+0 સેટલમેન્ટ 28 માર્ચથી શરૂ, બીએસઇ એ 25 સ્ટોકની યાદી જાહેર કરી; જાણો તમને કેવી રીતે ફાયદો થશે

BSE Releases 25 Stock List For T+0 Settlement Cycle From 28 March : શેરબજાર નિયામક સેબીના નિર્દેશ અનુસાર બીએસઇ 28 માર્ચથી 25 શેરમાં ટી પ્લસ 0 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરશે. આ સાથે ભારત સ્ટોક માર્કેટમાં ટી+0 સેટલમેન્ટ સિસ્મટ લાગુ કરનાર બીજો દેશ બનશે.

Written by Ajay Saroya
Updated : March 27, 2024 16:06 IST
શેરબજારમાં ટી+0 સેટલમેન્ટ 28 માર્ચથી શરૂ, બીએસઇ એ 25 સ્ટોકની યાદી જાહેર કરી; જાણો તમને કેવી રીતે ફાયદો થશે
બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ એ ભારત અને એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. (Express Photo)

BSE Releases 25 Stock List For T+0 Settlement Cycle From 28 March : શેરબજારમાં ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ 28 માર્ચ, 2024 મંગળવારથી શરૂ થઇ રહી છે. શેરબજાર નિયામક સેબીએ માર્ચ મહિનાની શરૂઆતમાં ઓપ્શનલ ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની ઘોષણા કરી હતી. જે અંતર્ગત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) દ્વારા એવા 25 શેરની યાદી જાહેર કરી છે, જેમાં 28 માર્ચથી ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ થશે. ટી+0 સેટલમેન્ટ સિસ્ટમથી ટ્રેડર્સ દ્વારા શેરની ખરીદ – વેચાણની ઝડપી પતાવટ થશે.

બીએસઇ દ્વારા 25 શેરમાં ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ

બીએસઇ દ્વારા 28 માર્ચથી 25 શેરમાં ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ થશે. બીએસઇ દ્વારા એક પ્રેસ રિલિઝમાં આ 25 શેરની યાદી જાહેર કરી છે. આ સાથે જ ઇક્વિટી કેશ માર્કેટમાં ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થશે.

stock market trading tips | share market | stock investment tips | bse nse | sensex nifty
શેરબજારમાં T+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરનાર ભારત દુનિયામાં બીજો દેશ છે. (Photo – Freepik)

સેબીનું કહેવુ છે કે, સેટલમેન્ટ સાયકલનો સમય ઘટવાથી ટ્રેડિંગ કોસ્ટ ઘટશે અને કાર્યક્ષમતા સુધરશે. તેમજ ઈન્વેસ્ટર્સ પર લાગુ થનાર ચાર્જીસમાં પણ પારદર્શિતા આવશે. ક્લિયરિંગ કોર્પોરેશનમાં રિસ્ક મેનેજમેન્ટ પણ વધશે. ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ એટલે કે શેરના ખરીદ અને વેચાણનું સેટલમેન્ટ એક જ દિવસમાં થશે. ભારત ટી+0 સેટલમેન્ટ સિસ્મટ લાગુ કરનાર બીજો દેશ બનશે.

25 શેરમાં ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ થશે

અંબુજા સિમેન્ટ, અશોક લેલેન્ડ, બજાજા ઓટો, બેંક ઓફ બરોડા, બીપીસીએલ, બિરલાસોફ્ટ લિમિટેડ, સિપ્લા લિમિટેડ, કોફોર્જ લિમિટેડ, દિવિસ લેબોરેટરીઝ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટેલ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, એલટીઆઈમાઈન્ડટ્રી લિમિટેડ, એમઆરએફ લિમિટેડ, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી લિમિટેડ, ઓએનજીસી, પેટ્રોનેટ એલએનજી, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ લિમિટેડ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા વેદાંત લિમિટેડ.

ક્રમસ્ક્રીપ કોડસિમ્બોલકંપનીનું નામ
1100425AMBUJACEM#AMBUJA CEMENTS LTD.
2100477ASHOKLEY#ASHOK LEYLAND LTD.
3132977BAJAJ-AUTO#BAJAJ AUTO LTD.
4132134BANKBARODA#BANK OF BARODA
5100547BPCL#BHARAT PETROLEUM CORPORATION LTD
6132400BSOFT#BIRLASOFT LIMITED
7100087CIPLA#CIPLA LTD.
8132541COFORGE#COFORGE LIMITED
9132488DIVISLAB#DIVIS LABORATORIES LTD.
10100440HINDALCO#HINDALCO INDUSTRIES LTD.
11100850INDHOTEL#INDIAN HOTELS CO.LTD.
12100228JSWSTEEL#JSW STEEL LTD.
13100253LICHSGFIN#LIC HOUSING FINANCE LTD.
14140005LTIM#LTIMINDTREE LIMITED
15100290MRF#MRF LTD.
16100790NESTLEIND#NESTLE INDIA LTD.
17126371NMDC#NMDC LTD.
18100312ONGC#OIL AND NATURAL GAS CORPORATIO
19132522PETRONET#PETRONET LNG LTD.
20117334MOTHERSON#SAMVARDHANA MOTHERSON INTERNATIONAL LTD
21100112SBIN#STATE BANK OF INDIA
22100483TATACOMM#TATA COMMUNICATIONS LTD.
23100251TRENT#TRENT LTD.
24132477UNIONBANK#UNION BANK OF INDIA
25100295VEDL#VEDANTA LIMITED
(સોર્શ : બીએસઇ)

શેર ટ્રેડિંગનો સમય

શેરબજાર નિયામક સેબીનું કહેવુ છે કે, સમય મર્યાદા પૂર્ણ કરનાર તમામ રોકાણકારો T+0 સેટલમેન્ટ સિસ્ટમમાં ભગીદારી કરી શકે છે. તેની માટે શેર ટ્રેડિંગનો સમય સવારે 9.15 થી બપોરના 1.30 વાગે સુધી હશે. હાલ ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ માટે શેરની જે યાદી જાહેર કરવામાં આવી છે. તેમા માત્ર 25 કંપનીઓના શેરના નામ સામેલ છે.

Share Market | Stock Market | IPO Listing Gains
કંપનીઓ આઈપીઓ મારફતે સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થાય છે. (Photo – Freepik)

દોઢ વાગ્યા પહેલા વેચેલા શેરના પૈસા 4.30 વાગે ખાતામાં જમા થશે

સેબીએ પાછલા વર્ષે ડિસેમ્બરમાં જણાવ્યુ હતુ કે, ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં શેર ટ્રેડિંગ દરમિયાન બપોર 1.30 વાગે સુધી થયેલા ટ્રેડ માટે ટી+0 સાઇકલને લાગુ કરવામાં આવશે. ત્યારબાદ ફંડ્સ અને સિક્યોરિટીઝનું સેટલમેન્ટ સાંજં 4.30 વાગ્યા સુધી પૂર્ણ થઇ જશે. ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ શું છે અને તેનાથી તમને શું ફાયદો થશે? વધુ વાંચો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ